|
ધ્યેય અને ઉદ્દેશો
મિશનના ટૂંકા ગાળાના લક્ષ્યો :
|
|
»
|
કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા તમામ મુખ્ય વિષયોના પાઠ્ય પુસ્તકોના અનુવાદ
માટે પ્રોત્સાહન અને પ્રકાશન.
|
|
»
|
મુખ્ય પાંચ ડેટાબેઝ તૈયાર કરવા અને તેમની જાળવણી કરવી : ભારતીય યુનિવર્સિટીઓનો ડેટાબેઝ,
અનુવાદકોનો નેશનલ રજીસ્ટર (એન.આર.ટી.), પ્રકાશકોનો ડેટાબેઝ, અનુવાદિત પુસ્તકોની ગ્રંથસૂચિ,
વિષય વિશેષકોનો ડેટાબેઝ /તજજ્ઞનો નો સંગ્રાહક, શબ્દકોશ અને શબ્દાવલીનો ડેટાબેઝ.
|
|
»
|
અંગ્રેજીમાંથી અન્ય ભારતીય ભાષાઓના મશીન અનુવાદ માટે પ્રોત્સાહન પૂરું પાડવું.
|
|
»
|
અનુવાદકો માટે વિવિધ ક્ષેત્રોની પ્રશિક્ષણ અને પ્રમાણન કાર્યકમોની યોજના બનાવવી.
|
|
»
|
અનુવાદ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટૂંકાગાળાનાં તાલીમી કાર્યક્રમોનું આયોજન કરવું.
|
|
»
|
અનુવાદનાં સાધનો જેવા કે શબ્દકોશો અને પર્યાયકોશો તૈયાર કરાવવું/કરવું.
|
|
»
|
ભારતીય ભાષાઓમાં વૈજ્ઞાનિક તેમજ તકનીકી શબ્દાવલીનાં નિર્માણ માટે વૈજ્ઞાનિક અને તક્નિકી
પરિભાષા આયોગ (સી.એસ.ટી.ટી.) સાથે સમન્વય સ્થાપિત કરવો.
|
મિશનની લાંબા ગાળાની યોજનાઓ આ પ્રકારની રહેશે
|
|
»
|
ટ્રાન્સલેશન મેમરી, વર્ડ-ફાઈન્ડર્સ(શબ્દ-શોધકર્તા), વર્ડ નેટ(શબ્દાવલી) વગેરે જેવા
સોફ્ટવેરના વિકાસ અને સંશોધન માટે સહાયતા પ્રદાન કરવી.
|
|
»
|
નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ(કુદરતી ભાષા પ્રક્રિયા) તેમજ અનુવાદ સંબંધિત અન્ય સંશોધનો
કે યોજનાઓ માટે સ્કોલરશીપ અને અનુદાન પ્રદાન કરવા.
|
|
»
|
અનુવાદ પર ડિગ્રી/ડિપ્લોમાનું અભ્યાસક્રમોનું સંચાલન કરવું, ભાષાઓની જોડી વચ્ચે અનુવાદ
માર્ગદર્શિકા તૈયાર કરવી વગેરે જેવી ચોક્કસ પરિયોજનાઓ માટે યુનિવર્સિટી/ વિભાગોને અનુદાન
પ્રદાન કરવું.
|
|
»
|
ભારતીય ભાષાના અનુવાદ સંબધિત સામયિકો અથવા અનુવાદ સંબધિત પુસ્તકોના પ્રકાશન અને વિશ્લેષણ
કાર્યોને ટેકો આપવો.
|
|
»
|
અનુવાદકો અને અનુવાદની પ્રવૃતિઓનો ફેલાવો વધારવા પુસ્તક વિમોચન, પ્રાદેશિક અનુવાદ ઉત્સવ,
ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
|
|
»
|
અનુવાદ અભ્યાસની મહત્વપૂર્ણ શૈક્ષણિક સામગ્રીઓ સંગ્રહ કરવી અને તેના ઉપર પ્રવચનો યોજવા
માટે સગવડતા કરી આપવી.
|
|
»
|
અનુવાદને એક સ્થાયી વ્યવસાય તરીકે સ્થાપવો અને અનુવાદને એક ઉદ્યોગ તરીકે વિકસાવવા માટે
ફાળો આપવો.
|
લાભાર્થીઓ
|
એન.ટી.એમ.નો હેતુ એક સમવિષ્ટ જ્ઞાનવર્ધી સમાજ નિર્માણ કરવાનો છે. આ મિશનનો હેતુ શિક્ષણની
પહોંચને સમાન સ્તર ઉપર લાવવા માટે મુખ્ય પાઠ્યક્રમોને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ
કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આનાથી, ભાષાને કારણે દુવિધા ભોગવતા વિદ્યાર્થીઓ માટે
જ્ઞાન પ્રાપ્તિના રસ્તાઓ સરળ બનશે. એન.ટી.એમ.નો એક હેતુ વિવિધ ક્ષેત્રોના લોકોને મોટી
સંખ્યામાં લાભ પહોંચાડવાનો પણ છે.
|
|
»
|
વિવિધ વિષયોના જુદા-જુદા સ્તરના શિક્ષકો
|
|
»
|
લેખકો/અનુવાદકો/પ્રકાશકો
|
|
»
|
અનુવાદ અભ્યાસના વિભાગો, વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના ભાષાશાસ્ત્રીઓ અને સંશોધકો
|
|
»
|
નવા અને રસપ્રદ સાહસોની શોધમાં રહેતા ભારતીય ભાષાના પ્રકાશકો
|
|
»
|
અનુવાદ માટેના સોફ્ટવેર બનાવનારાઓ,
|
|
»
|
તુલનાત્મક સાહિત્યના વિદ્વાનો
|
|
»
|
સાહિત્ય અને પાઠ્યપુસ્તકો પોતાની ભાષામાં વાંચવા ઇચ્છુક વાંચકો.
|
|
»
|
અનૌપચારિક રીતે શિક્ષણ આપતાં સ્વયંસેવકો
|
|
»
|
જાહેર આરોગ્ય, નાગરિક અધિકારો, પર્યાવરણ, લોકપ્રિય વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં કામ કરતી એન.જી.ઓ.
|
|
»
|
સબટાઈટલ સાથેની અને બહુભાષી ફિલ્મોનું પ્રસારણ કરવા ઇચ્છુક ફિલ્મ નિર્માતાઓ
|
|
»
|
વિવિધ ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરવાના રહેતા હોય તેવા એફ.એમ. અને અન્ય રેડિયો હાઉસ.
|
|
»
|
বিভিন্ন ভাষাত অনুষ্ঠান পৰিবেশনৰ কৰা এফএম (FM) আৰু আন ৰেডিঅ প্ৰতিষ্ঠানসমূহ
|
|
»
|
વિવિધ ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરવાના રહેતા હોય તેવા એફ.એમ. અને અન્ય રેડિયો હાઉસ.
|
|
|
|
|