|
અનુવાદકો માટે શૈક્ષણિક કાર્યક્રમ
એન.ટી.એમ.ના અનુવાદકો માટેનો શૈક્ષણિક કાર્યક્રમોનો મૂખ્ય હેતુ અનુવાદકોને જ્ઞાનના
પુસ્તકોના અનુવાદ કરવા માટે પ્રેરિત કરવાનો છે. જે લોકો અનુવાદને વ્યવસાય તરીકે અપનાવવા
માંગતા હોય તેઓને આ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સહાય પણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ
અનુવાદકોને ભારતીય અનુવાદના ઈતિહાસ અને પરંપરા, જ્ઞાનના પુસ્તકોને અન્ય ભારતીય ભાષાઓમાં
અનુવાદ કરવામાં પડતી સમસ્યાઓ અને પડકારો તેમજ શબ્દકોશો, શબ્દાવલીઓ અને પર્યાયકોશો જેવા
અનુવાદમાં સહાય કરતાં ટૂલનો ઉપયોગ કરવા વિશે માર્ગદર્શન પૂરું પાડે છે. આ કાર્યક્રમનો
ઉદ્દેશ બહુમુખી અને નિપુણ વ્યાવસાયિક અનુવાદકો તૈયાર કરવાનો પણ છે. આ લક્ષ્યોને પ્રાપ્ત
કરવા માટે, એન.ટી.એમ. વર્કશોપ, ઓરિએન્ટેશન કાર્યક્રમ અને સેમિનારોનું આયોજન કરે છે.
ટ્રાન્સલેશન ટુડે (એન.ટી.એમ.ની દ્વિવાર્ષિક સામયિક), હેન્ડબુક ફોર ટ્રાન્સલેટર્સ, એન.ટી.એમ.
મીડિયા દ્વારા બહાર પાડવામાં આવતી AV સામગ્રી અને એન.ટી.એમ.ની અભ્યાસક્રમ સામગ્રી અનુવાદકોને
શિક્ષિત કરવા માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
|
|
|