|
સોફ્ટવેર
નવી ટેકનોલોજી પ્રમાણમાં ઓછા ખર્ચે, ઝડપી અને મોટા પ્રમાણમાં અનુવાદની નવી તકો પૂરી
પાડે છે. મશીન સહાયિત અનુવાદના સોફ્ટવેર વિકસાવવા માટે સંખ્યાબંધ સંસ્થાઓ કાર્ય કરી
રહી છે.
એન.ટી.એમ. પોતે સી-ડેક(C-DAC), ટી.ડી.આઈ.એલ.(TDIL), આઈ.આઈ.ટી. (IITs), વગેરે દ્વારા
થઈ રહેલા પ્રયાસોનીકે જેમને પહેલાથી જ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ભંડોળ પૂરું પાડવામાં
આવી રહ્યું, તેમની નકલ કરશે નહીં. જો કે, એન.ટી.એમ. માનવ સંસાધનોની તાલીમ અને વિકાસ,
સહયોગ અને સુમેળ જેવી અમુક પ્રવૃત્તિઓમાં સહયોગ કરીને મશીન અનુવાદની તકનીકી પ્રગતિને
સરળ બનાવી શકે છે.
એનટીએમ ઈન-લેન(In-Lan) નામનું અંગ્રેજી કન્નડ મશીન ટ્રાન્સલેશન પેકેજ (નિયમ આધારિત)
તૈયાર કરી રહ્યું છે. આ પેકેજનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજી વાક્યોનું કન્નડમાં સ્વચાલિત
અનુવાદ કરવાનું છે.
|
»
|
અનુવાદને પ્રભાવશાળી અને અસરકારક બનાવવા ઉપર સીધી અસર કરતા આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર,
ખાસ કરીને ડિજિટલ સાધનો જેવા કે ઓનલાઈન પર્યાયકોશો, દ્વિભાષી શબ્દકોશો, અનુવાદ સ્મૃતિ
માટે સોફ્ટવેર વગેરે જેવા પરિબળોનું નિર્માણ.
|
|
»
|
શાબ્દિક સંસાધનો જેવા કે ઈ-શબ્દકોશ, વર્ડનેટ, લેન્ગવેજ એનાલિસિસ અને સિન્થેસિસ ટૂલ,
કોનકોર્ડન્સર્સ, ફ્રીક્વન્સી એનેલાઈઝર વગેરે મશીન ટ્રાન્સલેશન સિસ્ટમના આવશ્યક ઘટકો
છે. આ બધા ઘટકોને તૈયાર કરવા અને તેને જાળવવાનું કાર્ય કોઈ એક સંસ્થાનું ન કરી શકે.
તેના માટે વિવિધ સંસ્થાઓના સહયોગની લાંબા સમય સુધી જરૂર રહે છે. એન.ટી.એમ. બેઠકો અને
ઓનલાઈન ચર્ચાઓ દ્વારા સમૂહ કાર્ય માટે નિયમિત મંચ પૂરું પાડી શકે છે
|
|
»
|
એન.ટી.એમ. દ્વારા નક્કી કરાયેલા પુસ્તકો અને તેના અનુવાદો શક્ય એટલા સારા ડિજિટલ સ્વરૂપે
ઉપલબ્ધ કરાવવા જોઈએ. એન.ટી. એમ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ મૂલ્યવાન ડિજિટલ સામગ્રી
પ્રમાણિત XML ટેગ અને DTDs ના નિયમન માળખામાં/ધોરણમાં જાળવવામાં આવે.
|
|
»
|
હાલ, એનોટેશન અને અલાઈનમેન્ટ સાથે સારી ગુણવત્તાની પેરેલલ કોર્પોરા વિકસાવવાની રીત
આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ગણાય છે. આ એનોટેટેડ કોર્પોરા, મશીન લર્નિંગ ટેકનિક વડે
મશીન અનુવાદ પદ્ધતિ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ કાર્યમાં ડેટા અને પ્રયત્નોની
ઉચ્ચ જરૂરીયાતને લીધે નોંધપાત્ર પ્રારંભિક રોકાણની જરૂર રહે છે જે આદર્શ રીતે કોઈ વ્યક્તિગત
સંસ્થા દ્વારા કરવામાં આવે એ શક્ય નથી; જો કે, એન.ટી.એમ. આવા પ્રયત્નોને સરળ બનાવી
શકે છે અને થોડો ટેકો પૂરો પાડી શકે છે.
|
|
|
|