અનુવાદનું કાર્ય

એન.ટી.એમ. દેશભરના પ્રકાશકોના સહયોગથી ભારતીય ભાષાઓમાં અનુવાદિત સામગ્રી પ્રકાશિત કરે છે. આ પ્રકાશકો પસંદ કરાયેલા પુસ્તકના કોપીરાઈટ ધરાવે છે અથવા તેઓ ભારતના વિવિધ પ્રદેશોમાં ભારતીય ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરનારા પ્રકાશકો છે. એન.ટી.એમ. આવા પ્રકાશકોની સાથે મળીને અનુવાદિત પુસ્તકોનું પ્રચાર-પ્રસાર અને વિતરણ કાર્ય હાથ ધરે છે.

પુસ્તકોના અનુવાદ માટે મિશન બે પ્રકારે કાર્ય કરે છે

  » મૂળ પ્રકાશકો પોતે જ અનુવાદનું કાર્ય હાથ ઉપર લે અને અનુવાદિત પુસ્તકો બહાર પાડે. એન.ટી.એમ. આંશિક રીતે પ્રક્રિયામાં સામેલ થાય: ખર્ચનો અમૂક ભાગ ઉપાડે અથવા શૈક્ષણિક કુશળતા પ્રદાન કરે.
  » જો મૂળ પ્રકાશકને પાઠ્યપુસ્તકોનું અનુવાદ કરવામાં રસ ન હોય તો, એન.ટી.એમ. પુસ્તકોના અનુવાદ, પ્રકાશન અને વિતરણનું કાર્ય અન્ય ભારતીય ભાષાના પ્રકાશકોને આઉટસોર્સ કરે છે અને અનુવાદનો હક્ક ફક્ત એન.ટી.એમ પાસે રહે છે. પુસ્તકના કોપીરાઈટ માલિકને તેની રોયલ્ટી મળે છે. ભારતીય ભાષાના પ્રકાશકો પુસ્તકનું ભાષાંતર કરાવવા માટે તૈયાર ન થાય તો, તો એન.ટી.એમ. પોતે અનુવાદ કરે છે અને કેમેરા રેડી કોપી (સી. આર.સી.) તૈયાર કરે છે. એન.ટી.એમ. આ કેમેરા રેડી કોપી (સી.આર.સી.) ભારતીય ભાષાના પ્રકાશકને આપે છે અને અનુવાદિત પુસ્તકોને છાપવા અને વિતરિત કરવાની જવાબદારી પ્રકાશક પોતે ઉપાડે છે.

ઉપર જણાવેલી બીજી રીતને અનુવાદ કાર્યનું ‘ટર્નકી મોડ’ કહેવાય છે.