વારંવાર પૂછાતા પ્રશ્નો

1. હું કઈ રીતે એન.ટી.એમ. નો ભાગ બની શકું? હું એન.ટી.એમ.માં અનુવાદક તરીકે નોંધણી કરાવવા માંગુ છું. મારે તે કઈ રીતે કરવું જોઈએ? હું સ્નાતક વિદ્યાર્થી તરીકે એન.ટી.એમ.માં કેવી રીતે નોંધણી કરી શકું?
જવાબ: તમારો વિગતવાર બાયોડેટા અમને http://www.ntm.org.in/languages/english/login.aspx. મારફત સબમિટ કરો. અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશું એવી ખાતરી આપીએ છે.

2. હું એક ચોક્કસ પુસ્તકનો અનુવાદ અને તેનું પ્રકાશન કરવા માંગુ છું. એન.ટી.એમ. હેઠળ આ કાર્ય હું કેવી રીતે કરી શકું?
જવાબ: તમારા કાર્યના નમૂના સાથે તેનો વિગતવાર પ્રોજેક્ટ દરખાસ્ત સબમિટ કરો. અમારા સભ્યો તેનું મૂલ્યાંકન કરશે અને તમને નિષ્ણાત પ્રતિભાવો જણાવશે.
3. એન.ટી.એમ. સાથે જોડાવવા માટે શું લાયકાત જરૂરી છે?
જવાબ:એન.ટી.એમ.માં વિશેષ પ્રકારના અનુવાદકોની જરૂર છે. એન.ટી.એમ. તમારી પાસે સોર્સ લેંગ્વેજ અને ટાર્ગેટ લેંગ્વેજમાં તમારી કાર્યક્ષમતા, સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની તમારી ક્ષમતા સિવાય વધારે કોઈ આશા રાખતું નથી. એન.ટી.એમ.માં સંભવિત અનુવાદકો માટે ઉંમર, લાયકાત, સ્થાનનો કોઈ બાધ નથી.

4. મારી પાસે સ્થાનની મર્યાદા છે. તો પણ શું હું એન.ટી.એમ. સાથે સંકળાઈ શકું છું?
જવાબ: એન.ટી.એમ.ની સ્થાપના અનુવાદ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને અનુવાદનો શોખ ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સ્થાન અવરોધ નથી. તમે દુનિયાના કોઈ પણ ભાગમાંથી આ પ્રોજેક્ટનો ભાગ બની શકો છો.

5. મલ્ટીમીડિયા અનુવાદ શું છે?
જવાબ:મોટાભાગે લેખિત અને ઓડિયો દસ્તાવેજોનું ભાષાંતર અથવા અર્થઘટન કરવામાં આવે છે. આ સિવાયના બધા સ્વરૂપને મલ્ટિમીડિયા અનુવાદ આવરી લે છે. ઉદાહરણ તરીકે, લેખ-વાંચન(વોઇસ-ઓવર) કે લેખ-વર્ણનની સેવાઓ પ્રદાન કરવી તેમજ ઉપ-શીર્ષકો(સબટાઇટલિંગ), વેબસાઇટ અનુવાદ અને બહુભાષી ડેસ્કટૉપ પ્રકાશન મલ્ટિમીડિયા અનુવાદના કાર્યક્ષેત્રમાં આવે છે.

6. શું વોઇસ-ઓવર અને વર્ણન અનુવાદ પ્રોજેક્ટનો એક ભાગ હશે?
જવાબ: CIIL એ વ્યાપકપણે એવાં દસ્તાવેજી અને પ્રોજેક્ટ કાર્ય બનાવ્યાં છે જેમાં વોઈસ-ઓવર, વર્ણન અને અન્ય ઘણું સામેલ છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંસ્થાના પરિસરમાં એક વ્યાવસાયિક સ્ટુડિયો પણ છે. તેથી, જો કોઈ પ્રોજેક્ટમાં આ વિશિષ્ટ સાધનોની જરૂર હોય, તો એન.ટી.એમ. તેનો ચોક્કસ ઉપયોગ કરશે.

7. શું તમે અનુવાદ માટે કોઈ ટૂલનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો?
જવાબ: શબ્દાવલી, અનુવાદ માટે સોફ્ટવેર મેળવવો, વર્ડનેટ વગેરે જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ટૂલ બનાવવા એ એન.ટી.એમ. નો ઉદ્દેશ્ય છે. આ ટૂલ એવા તમામ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમને તેમાંથી લાભ મળી શકે એમ છે.

8. લખાણનો અનુવાદ કરતી વખતે મારે કયા ફોર્મેટને અનુસરવું જોઈએ?
જવાબ:

9. હું અનુવાદ માટે ભાવ/અંદાજ કેવી રીતે મેળવી શકું?
જવાબ:

10. શું અનુવાદકોની પસંદગીના માટે કોઈ અભ્યાસક્રમ/ઓરિએન્ટેશન હશે?
જવાબ: એન.ટી.એમ. નો એક પ્રાથમિક ઉદ્દેશ્ય અનુવાદકોની તાલીમ છે કારણ કે આ પ્રવૃત્તિ માટે વિશિષ્ટ તાલીમ જરૂરી છે. NTM ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને, અનુવાદકો માટે અભ્યાસક્રમ(કોર્સ મોડ્યુલ) તૈયાર કરીને, અનુવાદ ટેકનોલોજીના વિશિષ્ટ અભ્યાસક્રમોના વિકાસમાં પ્રોત્સાહન, સમર્થન અને સહાયતા કરીને, સંશોધન પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરીને, ફેલોશિપ કાર્યક્રમોની સ્થાપના કરીને, વર્કશોપનું આયોજન કરીને અને અન્ય પહેલો દ્વારા ઉભરતા/સંભવિત અનુવાદકોને ચકાસણી, સંપાદન અને નકલ-સંપાદનમાં મદદ કરે છે.

11. શું હું મારી પસંદગીના પુસ્તકનો અનુવાદ કરી શકું? અથવા એન.ટી.એમ. મને પસંદગી અને પુસ્તક બંને આપશે?
જવાબ: એન.ટી.એમ. નો જ્ઞાનના પાઠોનો ડેટાબેઝ અનુવાદ સામગ્રી માટેનો સ્ત્રોત રહેશે.