શબ્દકોશો

એન.ટી.એમ.ના મુખ્ય ઉદ્દેશોમાંનું એક ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શબ્દકોશો અને પર્યાયકોશો જેવા અનુવાદ ઉપયોગી સામગ્રી વિકસાવવાનું છે. દ્વિભાષી અને ઈ-શબ્દકોશ 22 ભારતીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તેમાં બોલવાની રીત, સંદર્ભિત કુદરતી રચના અને વિશાળ શ્રેણીના ઉદાહરણો, સાથે વારંવાર ઉપયોગમાં લેવાતા શાબ્દિક અને કાર્યાત્મક શબ્દો અને તેમના ઉપયોગ વગેરે વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે.

એન.ટી.એમ. વિવિધ ભારતીય ભાષાઓમાં શબ્દકોશ તૈયાર કરી રહ્યું છે. હાલમાં શાબ્દિક બંધારણ (લેક્સીક્લ બીલ્ડ) ઉપર બે પ્રકારે કામ થઈ રહ્યું છે:
   क)    દ્વિભાષી મૂળભૂત શબ્દકોશો – બાય લિન્ગુઅલ ડિક્શનરી
   ख)    દ્વિભાષી ઈ-શબ્દકોશો - બાય લિન્ગુઅલ ઈ- ડિક્શનરી

દ્વિભાષિ મૂળભૂત શબ્દકોશો

મે-જૂન, 2006માં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેંગ્વેજ, મૈસુર અને યુનાઈટેડ કિંગડમ સ્થિત લોંગમેન પીયર્સન ગ્રુપ બન્નેએ સહયોગમાં દ્વિભાષી શબ્દકોશો બનાવવાનું સંયુક્ત સાહસ શરૂ કર્યું હતું. એન.ટી.એમ જયારે શરુ કરવામાં આવે ત્યારે આ શબ્દકોશો અનુવાદ સાધનો તરીકે સેવા આપવા માટે બનાવવામાં આવ્યા હતા; 2008માં આ પ્રોજેક્ટ એન.ટી.એમ. હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. આ દ્વિભાષી શબ્દકોશો બ્રિટીશ નેશનલ કોર્પસ (BNC) ઉપર આધારિત છે. મૂળભૂત શબ્દકોશમાં લગભગ 14,000 કરતા વધારે જેટલા વારંવાર વપરાતા શબ્દો અને શબ્દસમૂહો છે અને તે અંગ્રેજી-અંગ્રેજી શબ્દકોશ છે.

એવી ધારણા છે કે લોંગમેન-એન.ટી.એમ.-સી.આઈ.આઈ.એલ. મૂળભૂત દ્વિભાષી શબ્દકોશો તબક્કાવાર બહાર પાડશે. છ શબ્દકોશો એટલે કે. બંગાળી, હિન્દી, કન્નડ, મલયાલમ, ઉડિયા અને તમિળ પહેલાથી જ પ્રકાશિત કરવામાં આવ્યા છે (તેની સૂચિ નીચે આપવામાં આવી છે); પંજાબી, ગુજરાતી, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ શબ્દકોશો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
 
•2011-2012માં પિયર્સન એજ્યુકેશન (ભારત) દ્વારા પ્રકાશિત થયેલ શબ્દકોશોની સૂચિ:

  1. લોંગમેન-સી.આઈ.આઈ.એલ. અંગ્રેજી-અંગ્રેજી-હિન્દી શબ્દકોશ
  2. લોંગમેન-સી.આઈ.આઈ.એલ. અંગ્રેજી-અંગ્રેજી-બંગાળી શબ્દકોશ
  3. લોંગમેન-સી.આઈ.આઈ.એલ. અંગ્રેજી-અંગ્રેજી-કન્નડ શબ્દકોશ
  4. લોંગમેન-એન.ટી.એમ.-સી.આઈ.આઈ.એલ. અંગ્રેજી-અંગ્રેજી-ઉડિયા શબ્દકોશ
  5. લોંગમેન-એન.ટી.એમ.-સી.આઈ.આઈ.એલ. અંગ્રેજી-અંગ્રેજી-મલયાલમ શબ્દકોશ
  6. લોંગમેન-એન.ટી.એમ.-સી.આઈ.આઈ.એલ.અંગ્રેજી-અંગ્રેજી-તમિળ શબ્દકોશ

એન.ટી.એમ. શાબ્દિક બંધારણ સંબંધિત પ્રવૃત્તિઓને વિસ્તારવા અને ભારતના બંધારણની VIII અનુસૂચિમાં સૂચિબદ્ધ તમામ 22 ભાષાઓમાં શબ્દકોશો બનાવવા માટે કામ કરી રહ્યું છે.

દ્વિભાષિ ઈ-શબ્દકોશ

એન.ટી.એમ.અને સી.આઈ.આઈ.એલ(CIIL) બંનેએ પિયર્સન એજ્યુકેશનના 'લોંગમેન એડવાન્સ્ડ બાયલીન્ગુઅલ ફ્રેમવર્ક' (LABF) ના XML ડેટાસેટના લાયસન્સ અને કન્સલ્ટન્ટનસી સેવાઓ માટે ડોર્લીંગ કિન્ડર્સ્લે(ભારત) પ્રાઈવેટ લિમીટેડ સાથે કરાર કર્યો છે. આઈ.ડી.એમ. (IDM) સર્વરમાં એન.ટી.એમ. માટે લોંગમેન યુ.કે. દ્વારા A-Z અક્ષરો માટે એલ.એ.બી.એફ.(LABF) ડેટાસેટ અપલોડ કરવામાં આવ્યાં છે. આ એલ.એ.બી.એફ.(LABF) ડેટાસેટનો ઉપયોગ ડિક્શનરી પ્રોડક્શન સિસ્ટમ (DPS) દ્વારા કરવામાં આવશે. એલ.એ.બી.એફ.(LABF) ડેટાસેટ મૂળ લોંગમેન દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને આઈ.ડી.એમ., ફ્રાન્સ દ્વારા તેનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. એન.ટી.એમ. ના દ્વિભાષી ઈલેક્ટ્રોનિક શબ્દકોશો નીચે આપેલ ગ્રંથો ઉપર આધારિત છે-

  » લોંગમેન ડિક્શનરી ઓફ કન્ટેમપરરી ઈંગ્લીશ
  » લોંગમેન એડવાન્સડ અમેરિકન ડિક્શનરી
  » લોંગમેન ડિક્શનરી ઓફ ઈંગ્લીશ એન્ડ કલ્ચર
  » ઈન્ફોર્મેશન ફ્રોમ ધ લોંગમેન કોર્પસ નેટવર્ક
  » લોંગમેન બિઝનેશ ડિક્શનરી લોંગમેન ડિક્શનરી ઓફ ઈંગ્લીશ લેંગ્વેજ

અગત્યની બાબતોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા એન.ટી.એમ. પિયર્સન એજ્યુકેશન સાથે વિચાર-વિમર્શ કરે છે.