|  | 
                 
         
         | 
        ભારતીય યુનિવર્સિટીઓનો ડેટાબેઝ
    
                         
    
        
            
                | ભારતીય યુનિવર્સિટીઓનો ડેટાબેઝ એન.ટી.એમ. ની એક પહેલ છે, જેનો હેતુ ભારતની તમામ યુનિવર્સિટીઓ
                    અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી પૂરી પાડવાનો છે. આ ડેટાબેઝ યુનિવર્સિટીના અભ્યાસક્રમો,
                    અભ્યાસક્રમની રૂપરેખા અને વાંચન સામગ્રીની યાદી પૂરી પાડે છે. સૂચિત સંસ્થાઓના વેબસાઈટ-એડ્રેસ
                    પણ આ ડેટાબેઝમાં ઉપલબ્ધ છે. હાલમાં આ ડેટાબેઝમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.)
                    દ્વારા માન્ય 155 ભારતીય યુનિવર્સિટીઓની વિગતો આપવામાં આવેલી છે. આ સંસ્થાઓમાં ભણાવવામાં
                    આવતા વિવિધ શાખાઓના પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમની માહિતી આ ડેટાબેઝમાં ઉપલબ્ધ છે.
                    આ માહિતી ભંડોળમાં યુનિવર્સિટીઓના નિર્ધારિત પુસ્તકોના શીર્ષકોની ડિજિટલાઈડ સૂચિ, તેમના
                    લેખકો, પ્રકાશકો વગેરેની વિગતો પણ સામેલ કરવામાં આવી છે. 
 મોડ્યુલમાં આપવામાં આવેલ સર્ચ ફંક્શન દ્વારા વિદ્વાનો અને શિક્ષણવિદો દેશની કોઈપણ
                    સંસ્થાના અભ્યાસક્રમો અને અભ્યાસક્રમોની રૂપરેખાની નવીનતમ માહિતી મેળવી શકે છે. યુનિવર્સિટી
                    બોર્ડ તેમના અભ્યાસક્રમમાં ફેરફાર કરતા પહેલા અન્ય યુનિવર્સિટીઓના અભ્યાસક્રમની વિગતો
                    અને અભ્યાસક્રમના રૂપરેખાની સમીક્ષા કરી શકે છે, આ માધ્યમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની
                    યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સમાનતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. એન.ટી.એમ. ભવિષ્યમાં,
                    પ્રિન્ટેડ વૃતિ સાથે સી.ડી. અને અન્ય પોર્ટેબલ માધ્યમોમાં પણ ડેટાબેઝ બહાર પાડશે, જેથી
                    રસ ધરાવતા તમામ લોકો સુધી આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.
 |  |  |