|
પાઠ્યપુસ્તકોની પસંદગી
હાલમાં, એન.ટી.એમ. દ્વારા અનુવાદ માટે પસંદ કરવામાં આવેલ મોટા ભાગના પાઠ્યપુસ્તકોની
સૂચિ ભારતીય યુનિવર્સિટી ડેટાબેઝમાંથી સૌથી વધારે સૂચવવામાં આવેલા પુસ્તકો ઉપરથી તૈયાર
કરવામાં આવી છે. આ સૂચિ નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવી છે. ભારતીય ભાષાઓના આ પુસ્તકોની
માંગ કેવી છે તેનો અભિપ્રાય મેળવવા વિવિધ ભાષાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંબંધિત
શાખાઓના અન્ય નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સૂચિની વધુ તપાસ કરવામાં આવી
અને જે પુસ્તકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓને લાભ આપી શકે એમ હતા
તેને સૂચિત કરવામાં આવ્યા છે. અંતમાં પાઠ્યપુસ્તકોની ઉપસમિતિ અને એન.ટી.એમ.પ્રોજેક્ટ
સલાહકાર સમિતિએ અનુવાદ કરવા માટે પુસ્તકોની મંજૂરી આપી છે.
શરૂઆત કરવા માટે, એન.ટી.એમ. દ્વારા અનુવાદ માટે નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવેલ
એકવીસ શાખાઓમાંથી પુસ્તકો એકત્ર કરવામાં આવ્યા અને તેમાંથી 105 અનુવાદિત પુસ્તકો બહાર
પડવાની દિશામાં એન.ટી.એમ. કાર્યરત છે.
|
|
|