|
અનુવાદકો માટે તાલીમ અને પ્રમાણપત્ર
પ્રોજેક્ટના વિગતવાર રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશમાં અનુવાદને એક ઉદ્યોગ તરીકે સ્થાપવા
અનુવાદકોને પ્રમાણપત્ર પાઠવવાની કામગીરી એ એન.ટી.એમ. ની એક અગત્યની વ્યૂહરચના છે. એન.ટી.એમ
એવું માને છે કે આ પ્રક્રિયા અનુવાદકને વધુ પ્રસાર અપાવશે.
એન.ટી.એમ. અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધણી પત્રક રાખે છે જેમાં અત્યાર સુધી 5000 કરતા
વધારે અનુવાદકોએ નોંધણી કરાવી છે. એન.ટી.એમ. દ્વારા દેશના વિવિધ ભાગોમાં અનુવાદકો માટે
ઓરિએન્ટેશન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ભાષા અને વિભિન્ન ક્ષેત્રોના
નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમના પ્રતિસાદો પ્રાપ્ત કરવામાં આવેલા છે.
હાલમાં, એન.ટી.એમ. અનુવાદકોની તાલીમ અને પ્રમાણપત્રો સાથે સંકળાયેલા લોકો/એજન્સીઓની
જેમ કે સ્કૂલ ઓફ ટ્રાન્સલેશન સ્ટડીઝ એન્ડ ટ્રેનિંગ, ઈગ્નુ(IGNOU), ક્વોલિટી કાઉન્સિલ
ઓફ ઈન્ડિયા (QCI) વગેરે સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. એન.ટી.એમ. દ્વારા પ્રમાણપત્ર
માટે વિવિધ સંબંધિત સંસ્થાઓ અને એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ
સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર મેળવવાની પદ્ધતિ અને તેના વિશેની અન્ય
જાણકારી ટૂંક સમયમાં વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
એન.ટી.એમ. અનુવાદકો માટે તાલીમ કાર્યક્રમની પણ યોજના વિચારી રહ્યું છે. અમે ભારત
અને વિદેશમાં ચાલતા અનુવાદકોના તાલીમ કાર્યક્રમોનો અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી
મેળવી રહ્યા છીએ. એન.ટી.એમ. નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને તાલીમ કાર્યક્રમના
અભ્યાસક્રમની રૂપરેખા ઉપર કામ કરી રહ્યું છે. આગામી સમયમાં દેશવ્યાપી તાલીમ કાર્યક્રમ
શરૂ કરવાની યોજના છે.
|
|
|