ડેટાબેઝ

એન.ટી.એમ. દ્વારા માહિતીને લગતા છ ડેટાબેઝ બનાવવામાં આવ્યા છે. જેમ કે અનુવાદકોનું રાષ્ટ્રીય રજીસ્ટર(એન.આર.ટી.), ભારતીય યુનિવર્સિટી ડેટાબેઝ, શિક્ષકોનો ડેટાબેઝ/તજજ્ઞોની માહિતી, પ્રકાશકોનો ડેટાબેઝ, અનુવાદની ગ્રંથસૂચી નો ડેટાબેઝ, શબ્દકોશ અને શબ્દાવલી ડેટાબેઝ. આ ડેટાબેઝ રાષ્ટ્રીય અનુવાદ મિશનની પ્રવૃતિઓમાં ટેકો આપવાની સાથોસાથ વિદ્વાનો, પ્રકાશકો, વિદ્યાર્થીઓ તેમજ અનુવાદકોને સહાય પણ કરે છે. આ બધા ડેટાબેઝ ભારતીય ભાષાઓના અનુવાદકો, મુખ્ય યુનિવર્સિટીઓ અને તેના અભ્યાસક્રમની સામગ્રી, વિભિન્ન વિષયોના અધ્યાપકો અને તજજ્ઞો, ભારતીય ભાષાના અગ્રણી પ્રકાશન ગૃહો, વિવિધ ભારતીય ભાષાના અનુવાદિત પુસ્તકો, શબ્દકોશો, શબ્દાવલીઓ અને પર્યાયકોશો વિશે માહિતી પૂરી પાડે છે. આ ડેટાબેઝ વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિવિધ વિદ્યાશાખાઓના શિક્ષકો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.