સંપાદક સહાયક સમિતિ (ઈ.એસ.જી.)

દરેક ભાષાની આઠથી દસ સભ્યોની સંપાદક સહાય સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિ નક્કી(શોર્ટલિસ્ટ) કરવામાં આવેલ પુસ્તકોના અનુવાદ અને તેના પ્રકાશન કાર્ય ઉપર દેખરેખ કરવાનું અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. સંપાદક સહાય સમિતિના સભ્યો વર્કશોપના માધ્યમથી નિયમિત બેઠકો યોજે છે જેમાં તેઓ :

  » અનુવાદકો, વિદ્યાશાખાઓના તજજ્ઞો અને પ્રકાશકોની શોધ અને તેમનો પરિચય કરાવવામાં મદદ કરે છે.
  » અનુવાદકોને પરિભાષા અને સંકલ્પના સંબંધિત સમસ્યાઓ વિષયક મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપે છે.
  » એન.ટી.એમ. અને પ્રકાશક સાથે સંકલન કરે છે.
  » અનુવાદિત સામગ્રીની સમીક્ષા કરવામાં સહાયતા કરે છે.