|
અભ્યાસક્રમ સામગ્રી
એન.ટી.એમ.ની અભ્યાસક્રમ સામગ્રી અનુવાદના તાલીમ કાર્યક્રમો માટે સહાયક બની રહેશે. અનુવાદ
કાર્ય કરવામાં રસ ધરાવતા લોકો માટે ટૂંકા ગાળાની તાલીમ માટે અભ્યાસક્રમ સામગ્રી તૈયાર
કરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં કેટલાક મૂળભૂત વિષયો સામેલ કરવામાં આવશે જે નવા અનુવાદકોને
મદદરૂપ થશે. એન.ટી.એમ. વર્કશોપ અને સેમીનાર દરમિયાન પાઠ્યપુસ્તકોના અનુવાદ કરવામાં
નડતી સમસ્યાઓ અને પડકારો એકઠા કરે છે. આ માહિતીને પણ આ અભ્યાસક્રમ સામગ્રીમાં દાખલારૂપ
તરીકે વર્ણવવામાં આવશે.
|
|
|