ગોપનીયતા નીતિ

રાષ્ટ્રીય અનુવાદ મિશન (મિશન) તમારી ગોપનિયતા સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. કૃપા કરીને નીચે આપવામાં આવેલી અમારી ગોપનિયતા નીતિને વાંચો અને અમે એન.ટી.એમ.ની www.ntm.org.in વેબસાઈટ મુલાકાત અને વેબસાઈટનો ઉપયોગ કરતા લોકોની માહિતીનો કઈ રીતે ઉપયોગ કરીએ છે અને તે માહિતી કઈ રીતે સુરક્ષિત રાખીએ છે એ સમજવાનો પ્રયત્ન કરો.

આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે આ નીતિ અનુસાર તમારી વ્યક્તિગત માહિતીને સંગ્રહ/જાળવણી અને ઉપયોગ કરવા માટે સંમતી આપો છો.
 

અમે તમારી આ પ્રમાણેની માહિતી મેળવીએ છીએ :

અમે નીચે જણાવેલ વિગત મુજબ તમારી માહિતી મેળવીએ છીએ :
  » રજીસ્ટ્રેશન કરવા માટે અથવા પૂછપરછ કરવા માટે જ્યારે સાઈટ પરથી તમે અમારો સંપર્ક કરો છો ત્યારે તમારી વ્યક્તિગત વિગતો (જેમ કે તમારું નામ, સંપર્ક વિગતો, ઈમેલ એડ્રેસ વગેરે) પ્રદાન કરો છો તે;
  » સંશોધન પૂર્ણ કરવા માટે તમે અમારા સર્વેક્ષણોનો જવાબ આપો છો તે ; અને
  » પાંચ ડેટાબેઝ જેવા કે ભારતીય યુનિવર્સિટી ડેટાબેઝ, અનુવાદકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (એન.આર.ટી.), પ્રકાશક ડેટાબેઝ, અનુવાદની ગ્રંથસૂચિ, ડેટાબેઝ, ફેકલ્ટીનો ડેટાબેઝ/ નિષ્ણાતોનો ડેટાબેઝ, શબ્દકોશ અને શબ્દાવલિ ડેટાબેઝનું નિર્માણ અને જાળવણી કરવા માટે
 

તમારી માહિતીનો ઉપયોગ

અમે તમારી માહિતીનો નીચે પ્રમાણે ઉપયોગ કરીએ છીએ :
  » તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલ સામગ્રી, સેવા અને માહિતીને પૂરી પાડવા માટે;
  » વેબસાઇટની સામગ્રી તમારા કમ્પ્યુટરમાં અસરકારક રીતે પ્રસ્તુત થાય છે તેની ખાતરી કરવા માટે;
  » અમે વેબસાઇટનું સંચાલન, સમર્થન અને સુધારા-વધારા કરી શકીએ તે માટે એકત્ર કરેલી માહિતીનું વિશ્લેષણ કરવા માટે;
  » તમે વિનંતી કરેલી માહિતી, ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરવા માટે અથવા અમને લાગતું હોય કે તમારા રસનો વિષય હોઇ શકે છે અથવા જેના માટે સંપર્ક કરવા તમે સંમતિ આપી હોય;
  » અમારી સેવામાં થયેલા ફેરફારો વિશે તમને સૂચિત કરવા માટે.
 
અમે તમારો સંપર્ક ટપાલ, ટેલિફોન અથવા ફેક્સ દ્વારા તેમજ ઈમેલ અને એસ.એમ.એસ./SMS દ્વારા કરી શકીએ છીએ. જો આમાંથી કોઈપણ માધ્યમ દ્વારા ભવિષ્યમાં તમે સંપર્ક ઈચ્છતા ન હો તો અમને તેની સુચના આપવા વિનંતી છે.
 

તમારી માહિતીનો સંગ્રહ

વેબસાઈટની અમુક સેવાઓ ઉપયોગ કરવા માટે અમે તમને પાસવર્ડ આપ્યો છે (અથવા તમે પસંદ કર્યો છે), આ પાસવર્ડને ગોપનીય રાખવાની જવાબદારી તમારી છે. તમારે આ પાસવર્ડ અન્ય કોઈ પણ વ્યક્તિને ન જણાવવો જોઈએ.

કમનસીબે, ઇન્ટરનેટ દ્વારા માહિતીનું પ્રસારણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. જો કે અમે તમારા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું, અમે સાઇટ પર પ્રસારિત તમારા ડેટાની સુરક્ષાની બાંયધરી આપી શકતા નથી; કોઈપણ આદાનપ્રદાનની જવાબદારી તમારી પોતાની રહેશે. એકવાર તમારી માહિતી અમને મળી જાય, ત્યારબાદ, અમે તેના અનધિકૃત ઉપયોગને રોકવા માટે સખત કાર્યવાહી અને સુરક્ષા સાધનોને અપનાવીશું.
 

તમારી માહિતીનું પ્રકાશન

મિશનના અધિકૃત કર્મચારીઓ તમારી માહિતી મેળવી શકે છે. અમે તમારી માહિતી, પોલિસીમાં જણાવ્યા પ્રમાણેના નિર્ધારિત હેતુઓ માટે અથવા તમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ હેતુઓ માટે અમારા માટે કાર્ય કરતા અન્ય તૃતીય પક્ષોને પણ જાહેર કરી શકીએ છીએ.

અમે હંમેશા એ સુનિશ્ચિત કરીશું કે તૃતીય પક્ષો તમારી માહિતીનો ઉપયોગ આ ગોપનીયતા નીતિની શરતો અનુસાર કરે.

જ્યાં સુધી કાયદા દ્વારા આવું કરવાની આવશ્યકતા અથવા પરવાનગી ન હોય ત્યાં સુધી, અમે અન્યથા તમારી સંમતિ વિના તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી વિશે કોઈપણ જાણ, વેચાણ અથવા વિતરણ કરીશું નહીં.
 

આઈ.પી. એડ્રેસ અને કુકીઝ

અમે તમારા કમ્પ્યુટર, ઉપલબ્ધ હોય ત્યાં IP એડ્રેસ, ઓપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝરના પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. આ માહિતી યુઝર(વપરાશકર્તાઓ)ના બ્રાઉઝીંગ ઉપયોગ અને આદતો વિશેની આંકડાકીય માહિતી છે. તે કોઈપણ વ્યક્તિની ઓળખ જણાવતી નથી. તેનો ઉપયોગ વેબસાઈટમાં થયેલા સુધારાની જાણ કરવા, કાર્યના સંચાલન અને તૃતીય પક્ષોને એકીકૃત હિતીની જાણ કરવા માટે થાય છે.

આ જ હેતુસર, અમે તમારા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવ પર સંગ્રહિત કૂકી ફાઇલનો ઉપયોગ કરીને તમારા સામાન્ય ઇન્ટરનેટ વપરાશ વિશે માહિતી મેળવી શકીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ વેબસાઈટ પરની તમારી ક્રિયાઓ ઉપર નજર રાખીને વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા અને તેની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરવા માટે કરીએ છીએ. આ ટ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન તમારા વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવતી નથી.
 

સુરક્ષા

અમે સુરક્ષાના માપદંડોનો ઉપયોગ કરીને તમારી માહિતીને અનધિકૃત વ્યક્તિઓની પહોચથી દૂર રાખવા અને ગેરકાયદેસર પ્રક્રિયા, આકસ્મિક દુર્ઘટના, વિનાશ અથવા નુકસાન સામે રક્ષણ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ.

અમારા રેકોર્ડને અપડેટ રાખવામાં મદદ કરવા માટે કૃપા કરીને તમારા ઈમેલ એડ્રેસ અને સંપર્ક વિગતોમાં થતા કોઇપણ ફેરફારની અમને જાણ કરવી.
 

અમારી પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર

અમે સમયાન્તરે આ પોલિસીમાં સુધારા-વધારા કરી શકીએ છીએ. જો અમે કોઈ નોંધપાત્ર ફેરફારો કરીએ છીએ તો અમે વેબસાઇટ પર ખાસ સૂચના પોસ્ટ કરીને તમને તે વિષે જાણ કરીશું.
 

તમારા અધિકાર

અમારા રેકોર્ડમાં રહેલી તમારી માહિતીની નકલ માંગવાનો તમને અધિકાર છે. અમે અમે નજીવી ફી લઈને આ માહિતી તમને આપી શકીએ છીએ.

આ વેબસાઇટ પર સમયાન્તરે તૃતીય પક્ષોની વેબસાઇટની લિંક મુકવામાં આવી શકે છે. જો તમે આમાંની કોઈપણ વેબસાઇટની લિંકને અનુસરો છો, તો કૃપા કરીને નોંધો કે એ વેબસાઇટની પોતાની ગોપનીયતા નીતિઓ છે અને અમે તેની નીતિઓ માટે કોઈ જવાબદારી સ્વીકારતા નથી. તમે એ વેબસાઇટ પર કોઈપણ વ્યક્તિગત ડેટા સબમિટ કરો તે પહેલાં કૃપા કરીને તેમની નીતિઓ તપાસો.