|
પરિભાષા
પાઠ્યપુસ્તકોના અનુવાદ કરવા માટે તકનીકી અને વૈજ્ઞાનિક પરિભાષાનું અનુવાદ અને તેનું
માનકીકરણ એક પ્રાથમિક જરૂરિયાત છે. હાલમાં, પરિભાષાના ઉપયોગ સંબધિત ભારતીય ભાષાઓમાં
સમાનતા જોવા નથી મળતી. તમિળ, બંગાળી જેવી કેટલીક ભાષાઓની તકનીકી પરિભાષાનો એક કરતા
વધારે સ્રોત છે જ્યારે કેટલીક અન્ય ભાષાઓની તો શબ્દાવલી જ નથી. એન.ટી.એમ. ભારતીય ભાષાઓમાં
ટેકનિકલ પરિભાષાના માનકીકરણ માટે કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી (CSTT)
ના સહયોગથી કાર્ય કરી રહ્યું છે. રાષ્ટ્રીય અનુવાદ મિશનના આ પ્રયાસો કમિશન ફોર સાયન્ટિફિક
એન્ડ ટેકનિકલ ટર્મિનોલોજી (CSTT) ને 22 સુનિશ્ચિત ભાષાઓમાં વૈજ્ઞાનિક અને તકનીકી પરિભાષા
વિકસાવવા અને વ્યાખ્યાયિત કરવામાં મદદરૂપ થશે. આ કાર્યથી પાઠ્યપુસ્તકોનું સારી ગુણવતા
સાથે ઝડપી અનુવાદ થઈ શકશે.
|
|
|
|