ગ્રંથસૂચિનો ડેટાબેઝ

પ્રસ્તાવ/ઉદેશ્ય

ભારતમાં અનુવાદ સંબધિત તમામ પ્રવૃતિઓ માટેનું કલીયરીંગ હાઉસ બનવું.
વડોદરાના ભાષા સંશોધન કેન્દ્ર, પ્રૉ. જી.એન.દેવીનો ડેટા અને ડેટાબેઝની ડિઝાઈન માટેના યોગદાન માટે વિશેષ આભાર.

ગ્રંથસૂચિ શા માટે?

ગ્રંથસૂચિ એટલે પુસ્તકોનું વ્યવસ્થિત અભ્યાસ અને વર્ણન. આ સમાન પરિબળો વાળા પુસ્તકોની સૂચિ છે જે કોઈ પણ વિષય, ભાષા કે પછી કોઈ એક સમયગાળાની હોઈ શકે છે. આ સૂચિ વ્યાપક અથવા પસંદ કરીને બનાવવામાં આવી હોઈ શકે છે.

ગ્રંથસૂચિનો હેતુ આપેલ વિષય પરની સામગ્રીની માહિતીને વ્યવસ્થિત કરવાનો છે જેથી કરીને તે વિષયના જિજ્ઞાસુ તેને સરળતાથી મેળવી શકે. આ માહિતી કોઈ પુસ્તક અથવા તેની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. આથી આપણે કહી શકીએ કે, ગ્રંથસૂચિ આપણને પુસ્તકનો ઇતિહાસ જણાવે છે.

અનુવાદ ડેટાબેઝની ગ્રંથસૂચિના વિકાસ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
  SOURCES
  » અનુકૃતિ (સી.આઇ.આઇ.એલ. – સાહિત્ય અકાદમી અને એન.બી.ટી.)
  » ભાષા સંશોધન કેન્દ્ર, વડોદરા
  » બ્રિટીશ લાઇબ્રેરી-ઓરીએન્ટલ એન્ડ ઇન્ડિયા ઓફિસ કલેકશન
  » જુદા જુદા પ્રકાશકોનાં કેટલોગ
  » કેન્દ્રીય સંદર્ભ પુસ્તકાલય, કોલકતા
  » ભારતીય સાહિત્યની રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (એન.બી.આઇ.એલ.)
  » સાઉથ એશિયન યુનિયન કેટલોગ, (યુનિવર્સિટી ઓફ શિકાગો લાઇબ્રેરીના સધર્ન એશિયા ડિપાર્ટમેન્ટ)
  » યુનેસ્કો
  » યુનિવર્સિટી ઓફ ઇલનોઇ, અર્બના-કેમ્પેન. એન.ટી.એમ. હાલમાં વધુ સ્ત્રોતમાંથી માહિતી એકત્ર કરી રહી છે અને ટૂંક સમયમાં ડેટાબેઝમાં ઉમેરવા માટે તેને ડિજીટાઇઝ કરશે.

ગ્રંથસૂચિની શૈલી

ગ્રંથસૂચિની શૈલી વિશે વિવિધ સ્ત્રોતોમાંથી આપણને જુદી-જુદી જાણકારી મળે છે.

આ ફોર્મેટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી બે માર્ગદર્શિકાઓમાં એક છે એમ.એલ.એ.(મોડર્ન લેંગ્વેજ એસોસિએશન) અને એ.પી.એ. (અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન). સંશોધન સ્ત્રોતોને ટાંકવા અથવા વિવિધ વિષયો પર ગ્રંથસૂચિ બનાવવા માટે વ્યાપકપણે મોડર્ન લેંગ્વેજ એસોસિએશન શૈલીનો ઉપયોગ થતો જોવા મળે છે. રાષ્ટ્રીય અનુવાદ મિશન પણ આ જ શૈલીને અનુસરી રહ્યું છે, જેમાં એક અનન્ય સંખ્યાત્મક ઓળખ પદ્ધતિ ઉમેરવામાં આવી છે.

એન.ટી.એમ. દ્વારા બનાવવામાં આવેલી ગ્રંથસૂચિની વિશેષતાઓ

એન.ટી.એમ. દ્વારા બનાવવામાં આવેલી ગ્રંથસૂચિ સાહિત્યિક અને બિન-સાહિત્યિક બંને પ્રકારના અનુવાદિત પુસ્તકો ઉપર પ્રકાશ પાડે છે. વધુમાં, તે ભારતમાં બધી જ ભાષામાં પ્રકાશિત થયેલા અનુવાદિત પુસ્તકોનું સંકલન કરવાનો પ્રયાસ કરે છે પછી ભલે તે ભાષાઓ ભારતીય બંધારણની VIII અનુસૂચિમાં સામેલ હોય કે ન હોય.

અન્ય ભાષાઓમાંથી ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયેલા પુસ્તકો અને ભારતીય ભાષાઓમાંથી અન્ય ભાષામાં અનુવાદિત થયેલા પુસ્તકો સામેલ કરવાની પ્રક્રિયા પણ એન.ટી.એમ.ના એજેન્ડાનો એક ભાગ જ છે.

એન.ટી.એમ. એ, આ ગ્રંથસૂચિમાં ભારતીય ભાષામાં અનુવાદ કરવામાં આવેલા પુસ્તકોને એક વિશેષ ઓળખાણ સંખ્યા આપવા માટે પ્રસ્તાવ કરેલો છે જેને ISTN (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટ્રાન્સલેશન નંબર) તરીકે ઓળખવામાં આવશે. ISTN આપવાનું કારણ એ છે કે વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલા અનુવાદિત પુસ્તકોની માહિતી રાખી શકાય. આ પ્રયાસથી સંશોધકો/વિદ્વાનો/જ્ઞાન અભિલાષી લોકોને કોઈ પણ ભાષામાં, કોઈ ચોક્કસ વિદ્યાશાખામાં, કોઈ ચોક્કસ વર્ષમાં પ્રકાશિત થયેલા પુસ્તકોની સંખ્યા અને અન્ય માહિતી મેળવવામાં જરૂર મદદ મળશે.


વધુ સુલભતા આપવા માટે એન.ટી.એમ. એ આ ડેટાબેઝને વેબ-આધારિત રાખવાનું નક્કી કરેલું છે. આ પગલાંથી ડેટાબેઝમાં નવી માહિતી ઉમેરીને સુધારાઓ કરવાની તકો પણ મળશે.

જો તમારી પાસે આ ડેટાબેઝમાં સામેલ ન હોય એવા કોઈ અનુવાદિત પુસ્તકની માહિતી હોય, તો આ માહિતી ઉમેરીને એન.ટી.એમ. ને મદદ કરવા આમંત્રણ આપવામાં આવે છે. તમે એક યુઝર એકાઉન્ટ બનાવી અને તમારી જાણમાં આવેલ અનુવાદ સામગ્રી વિશે રેકોર્ડ બનાવી શકો છો. તમે આ માહિતી ntmciil@gmail.com પર પણ મોકલી શકો છો. એન.ટી.એમ. દ્વારા આ માહિતીને ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે. જો તમે પ્રકાશક હો, તો તમે યુઝર ઇનપુટની સુવિધાનો ઉપયોગ કરીને તમારા નવીનતમ અનુવાદો વિશેની માહિતી સીધા ડેટાબેઝમાં અપડેટ કરી શકો છે. તમે ntmciil@gmail.com પર પણ માહિતી મોકલી શકો છો જે એન.ટી.એમ. દ્વારા ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે.

ગ્રંથસૂચિ શોધ

ભારતીય ભાષાઓના કોઈપણ અનુવાદિત પુસ્તકોની માહિતી માટે અહીં શોધો