શબ્દકોશ અને શબ્દાવલી ડેટાબેઝ

શબ્દકોશ અને શબ્દાવલી ડેટાબેઝ યુઝરને એકભાષી, દ્વિભાષી અને બહુભાષી શબ્દકોશો, વિવિધ શાખાઓની શબ્દાવલી અને ભારતીય ભાષાઓની પર્યાયકોષોની વ્યાપક માહિતી પૂરી પાડે છે. એન.ટી.એમ. દ્વારા સોંપવામાં આવેલ કાર્યને નિયત સમયગાળામાં પૂરું કરવા માટે અનુવાદકો પાસે સારા દ્વિભાષી શબ્દકોશો અને વિષય વિશિષ્ટ શબ્દાવલી સરળ રીતે ઉપલબ્ધ કરાવવા જોઈએ. વિષય વિશિષ્ટ શબ્દાવલી અનુવાદકોને શિસ્તબદ્ધ પરિભાષા ઉપયોગ કરવામાં મદદ કરે છે.