પ્રકાશનો

અનુવાદ પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માટે એન.ટી.એમ. કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ અનુસરે છે. જે આ પ્રમાણે છે : અનુવાદ માટે પાઠ્યપુસ્તકોની પસંદગી કરવી, પસંદિત પાઠ્યપુસ્તકના બૌદ્ધિક સંપતી અધિકારો(આઈ.પી.આર.) મેળવવા માટે કાર્ય કરવું, ભારતીય ભાષા પ્રકાશકોનો સંપર્ક કરવો અને ભારતીય ભાષા સંપાદક સમર્થન જૂથના માર્ગદર્શન હેઠળ થયેલ અનુવાદિત સામગ્રીને સમીક્ષા કરાવવી. અનુવાદની સમીક્ષા બે તબક્કાઓમાં કરવામાં આવે છે. અનુવાદકોએ પ્રાથમિક સમીક્ષા અને મંજૂરી માટે અનુવાદના પ્રથમ દસ પાના એન.ટી.એમ.માં જમા કરાવવાના હોય છે. સંપૂર્ણ હસ્તપ્રતનું અનુવાદ જમા કરાવ્યા બાદ અંતિમ સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષા કરવાની આ તબક્કાવરની પદ્ધતિ અનુવાદની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે.