|
ગ્રંથસૂચિનો ઈતિહાસ
અનુવાદ ડેટાબેઝની ગ્રંથસૂચિની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી હતી. 2002 માં ભારતની
ત્રણ અગ્રણી સંસ્થાઓ- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ, સાહિત્ય અકાદમી
અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા Anukriti.net, અનુવાદ સેવા અને માહિતી માટેની વેબસાઇટ
બનાવવમાં આવી હતી. અનુકૃતિ હેઠળ લગભગ 20000 શીર્ષકોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી
અને શોધી શકાય એવો એક ડેટાબેઝ પણ બનાવવામાં આવ્યો હતો. જો કે, ડેટા પ્રમાણીકરણ અને
ડેટા વધુ છાંટણી કરવાની જરૂર હજી પણ હતી.
જૂન 2008 માં, એન.ટી.એમ. ની રચના કરવામાં આવી અને અનુકૃતિને એન.ટી.એમ. સાથે મર્જ કરી
દેવામાં આવી. અનુવાદ ડેટાબેઝની ગ્રંથસૂચિ તૈયાર કરવાનું કામ એન.ટી.એમ.માં ચાલુ રાખવામાં
આવ્યું છે. 2011 ની શરૂઆતમાં નવા પ્રયાસો સાથે આ પ્રોજેક્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું
હતું. એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરવામાં
આવ્યો હતો. ડેટાનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ભારતીય યુનિવર્સિટીઓ, પ્રકાશન
ગૃહો, પુસ્તકાલયો, અનુવાદ એજન્સીઓ, સાહિત્યિક મંડળો અને સંસ્થાઓ સાથે સંપર્કો સ્થાપિત
કરવામાં આવ્યા હતા. અમે લગભગ 70,000 એવા પુસ્તકોની માહિતી એકત્રિત કરી છે જેને ફિલ્ટર
અને ડિજિટાઇઝ કરવાની જરૂરત લાગે છે. અત્યારે એટલે કે 2011ના મધ્યમાં, ભાષા સંશોધન કેન્દ્ર,
વડોદરા,ગુજરાતના પ્રો. જી.એન. દેવી, જેઓ ભારતીય ભાષાઓમાં અનુવાદિત ગ્રંથોના ડેટાના
સંકલન પર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, તેમણે તેમના મૂલ્યવાન સંગ્રહમાંથી લગભગ 20,000
પુસ્તકો એન.ટી.એમ. ને દાનમાં આપવાની ઓફર કરી છે.
સપ્ટેમ્બર 2011 માં, મૈસુરમાં એન.ટી.એમ. દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપમાં અનુવાદ
ડેટાબેઝની ગ્રંથસૂચિ માટે ઉપલબ્ધ પુસ્તકોના ડિજિટાઈઝેશન અંગેના ભાવિ અભ્યાસક્રમ અંગે
ચર્ચા કરવા માટે પ્રોફેસર દેવી અને એન.ટી.એમ.ની ટીમ વચ્ચે બેઠક કરવામાં આવી. આ વર્કશોપ
દરમિયાન, પ્રો. દેવીએ દરેક અનુવાદિત શીર્ષક માટે એક અનન્ય આઈ.ડી. બનાવવાનો વિચાર રજુ
કર્યો અને તેના માટેની પદ્ધતિ પણ સૂચવી. નવેમ્બર 2011માં, વડોદરામાં ડેટાબેઝના ટેકનિકલ
પાસાઓને નક્કી(ફાઇન-ટ્યુન) કરવા માટે બીજો વર્કશોપ યોજવામાં આવ્યો. 'મૂળ' લખાણ તેમજ
'અનુવાદ' વિશે વધુમાં વધુ માહિતી આપવાના ઉદ્દેશ્ય સાથે એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો
હતો. એન.ટી.એમ. આ નમૂનાને વધુ અનુરૂપ બનાવવાની પ્રક્રિયા કરી રહ્યું છે. હાલમાં, આ
વેબસાઈટમાં 25 ભાષાઓને આવરી લેતા 20,000 તારવણી કરેલા પુસ્તકો છે.
|
|
|
|