|
પરિશિષ્ઠ III:
|
રાષ્ટ્રીય અનુવાદ મિશનનું બંધારણ.
|
NTM પોતાની આધારસામગ્રીના સંબંધમાં સાપેક્ષરીતે નાનો સમુદાય હશે, અને તેનું સંયોજન
ઉદાર વલણવાળું હશે, પરંતું તેનું અંદાજપત્ર નિશ્ચિત કરેલા ક્ષેત્રોમાં લક્ષિત ભંડોળ
અમલમાં મૂકવા સમર્થ હશે. તેની પાસે મુખ્ય નિયામક અને પૂર્ણસમયના 15-20 શૈક્ષણિક મદદનીશ
કર્મચારીઓ અને તેટલીજ સંખ્યામાં સમર્થન આપનાર કર્મચારીઓ હોઈ શકે,(તેમાં હિસાબ કિતાબ,
અન્વેષણ, પુસ્તકાલય અને માહિતી, વેબ રચના, અને મુદ્રણ વિશેષજ્ઞ, મુદ્રણ મદદનીશો, પ્રસંગ
સંચાલન મદદનીશો, કસબીઓ/ દસ્તાવેજીકરણ માટે લોકો વગેરે. તેની પ્રવૃતિના માર્ગદર્શન માટે
NTM પાસે સલાહકારી સમિતી હશે નિર્ણાયક મંડળ, શિક્ષકો, પ્રકાશકો અનુવાદકોનું પ્રતિનિધિત્વ
કરતા 10 સભ્યોનું બનેલું હોય શકે, જેમાં, કોઈ એક પ્રકારનું વારાફરતી સભ્યપદ હોય.(દા.ત.
બે થી ત્રણ વર્ષની મુદત અને દર વર્ષે બે સભ્યો બદલતા જાય).
NTM નું ધ્યાન, માહિતી, લાગુ પાડવું, પ્રશિક્ષણ અને અનુવાદના ક્ષેત્રમાં સર્જનાત્મક્તા
પર હશે. તે કેન્દ્રસ્થ રીતે કાર્ય કરશે નહિ, પરંતુ ઘણાં વિભિન્ન સ્તરોએ, રાજ્ય અને
સ્થાનીક સ્તરો મળીને, સમાવેશની અને ઘણી વિભિન્ન એજન્સીઓના સમન્વયની જરૂર પડશે.
તે બેવડાપણું અટકાવવા, સહક્રિયા પેદા કરવા અને અનુવાદ પ્રવૃતિના સુગ્રથિત છતાં ઉદાર
વિકાસને છૂટ આપવા, વિવિધ સંસ્થાઓનો સમન્વય અને સહકાર સાધશે. આ માં જાહેર સંસ્થાઓનો
સમાવેશ થશે, જેવી કે, રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ, યુનિવર્સિટિ ગ્રાન્ટ કમીશન, સાહિત્ય
અકાદમી, અનુવાદ કેન્દ્રો, ભારતીય ભાષા સંસ્થાન,અનુવાદ કાર્યક્રમોમાં સંશોધન અને શિક્ષણ
આપતા મહાવિદ્યાલયોના વિભાગો, ગ્રંથ અકાદમીઓ, રાજ્ય સ્તરે અન્ય સંસ્થાઓ, જાહેર પુસ્તકાલયોનું
નૅટવર્ક, વગેરે. વળી તેઓ પ્રકાશકો, વર્તમાનપત્રો અને અન્ય માદ્યમો, નિગમો, પુસ્તક વિક્રેતાઓને
સમાવિષ્ઠ કરશે. NTM એ શિશ્રકો, વિદ્યાર્થીઓ, મા-બાપ, પ્રૌઢ શિક્ષાર્થીઓ અને અન્ય નાગરિકો
સાથે ક્રિયાપ્રક્રિયા કરવી પડશે અને આવશ્યકતાઓ સમાવિષ્ઠ કરવી પડશે. મુદ્દો વિદ્યમાન
જાહેર સંસ્થાઓ અને ખાનગી એજન્ટો સાથે સહક્રિયા વિકસાવીને વ્યુહાત્મ્ક દરમ્યાનગીરીમાં
ભાગ લેવાનો છે.
સાજસરંજામ પૂરો પાડવાના કારણો માટે, NTM માટે બંધારણના 8માં પરિશિષ્ઠની 22 ભાષાઓને
આવરી લઈને અધિકૃત આદેશ સાથે પ્રારંભ કરવાનું કદાચ વધારે સારું હશે, પરંતુ અન્ય પ્રાદેશિક
ભાષાઓનો પ્રસાર અને જાળવણીનું મહત્વ ભૂલાવું ન જોઈએ.
એવી કલ્પના કરવામાં આવેછે કે, આ બધી પ્રવૃતિઓ અમલમાં મૂકવા માટે 11મી યોજના દરમ્યાન
રાષ્ટ્રીય અનુવાદ મિશન યોજનાના સંપૂર્ણ સમય માટે 250 કરોડના પ્રસ્તાવિત અંદાજપત્ર સાથે
સ્થાપી શકાય ( લગભગ રૂ. 80 કરોડ સંગઠનને લગતા ખર્ચ, માનવશક્તિ અને શિષ્યવૃત્તિઓ, અને
લગભગ રી. 170 કરોડ અન્ય બધી પ્રવૃતિઓ જેમાં સહકાર્યમાં જોડાયેલી અન્ય સંસ્થાઓ / જૂથોને
ભંડોળ પૂરું પાડવાનો સમાવેશ થશે). 11મી યોજનાના અનુભવ પર આધાર રાખીને આ સમર્થનનું પરિમાણ
પાછળથી વિસ્તૃત કરી શકાય.આવશ્યક આધાર સામગ્રીનું નિર્માણ/વિકાસ માટે એક વખત કેટલાક
વધારાના સમર્થનની પણ કદાચ NTM ને જરૂર પડે.
એ પણ કદાચ નક્કી કરવું પડશે કે NTM ની રચનાનું અને વિકાસનું કાર્ય માનવ સંસાધન અને
વિકાસ મંત્રાલય ( ખાસ કરીને તેની ભાષા કચેરી જેની નીચે NBT કાર્ય કરે છે) કેમ કે, મહાવિદ્યાલયો,
IITs, NBT અને ઘણી ભાષા સંસ્થાઓ- CIIL મળીને, તેમને આધિન છે, અથવા સાસ્કૃતિક મંત્રાલયને
સોંપવામાં આવે. (જેની નીચે સાહિત્ય અકાદમી કામ કરે છે).
આ દરખાસ્તને સરકારને સોંપતા પહેલાં તેને વિગતવાર સમજાવવાનું અને વિકાસ કરવાનું જરૂરી
છે કે કેમ તે વિચારવાનું યોગ્ય છે.સંબંધિત મંત્રાલયો સાથે મસલત ઉપરાંત (HRD, CULTURE,
IT) 10 સભ્યોની એક સમિતિ સ્થાપવાની શક્યતા છે, જે નિષ્ણાત જૂથ(think-tank) તરીકે કાર્ય
કરી શકે:
|
1.
|
પ્રા. બિપનચંદ્ર, અધ્યક્ષ, NBT
|
2.
|
પ્રા. કે. સત્ચિદનંદન (સચિવ, સાહિત્ય આકાદમી) અથવા ડૉ.નિર્મલકાંતિ ભટ્ટાચારજી (સંપાદક
ઈન્ડિયન લિટરેચર, અને સભ્ય, સાહિત્ય આકાદમી)
|
3.
|
પ્રા. પ્રમોદ તાલગેરી (ભૂતપૂર્વ ઉપ-કુલપતિ CIEFL અને હવે JNU માં) અથવા પ્રા. આલોક
ભલ્લા,( CIEFL, હૈદરાબાદ)
|
4.
|
પ્રા. ઈન્દ્રનાથ ચૌધરી ( હિંદીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક, દિલ્હી યુનિવર્સિટી )
|
5.
|
પ્રા. યુ.આર. અનંતમૂર્તિ (ભૂતપૂર્વ પ્રમુખ, સાહિત્ય આકાદમી અને ઉપ-કુલપતિ મહાત્મા ગાંધી
યુનિવર્સિટી અથવા ગિરિશ કર્નાડ (ભૂતપૂર્વ નિયામક, નેહરૂ સેન્ટર)
|
6.
|
પ્રા. અમીય દેવ, અથવા પ્રા. નવનિતા દેવ સેન (બંને ભૂતપૂર્વ પ્રાધ્યાપકો, સમકાલીન સાહિત્ય,
જાદવપુર યુનિવર્સિટી)
|
7.
|
પ્રા. એસ.બી. વર્મા (જપાનીઝ ભાષાના ભૂતપૂર્વ પ્રાધ્યાપક, JNU, અને પ્રખ્યાત અનુવાદક)
|
8.
|
પ્રા. હરિશ ત્રિવેદી, અંગ્રેજી વિભાગ, દિલ્હી યુનિવર્સિટી
|
9.
|
પ્રા. પુષ્પક ભટ્ટાચાર્ય (IIT- મુંબઈ)
|
10.
|
પ્રા. ઉદય નારાયણ સિંઘ (નિયામક, CIIL, મૈસૂર)-સંયોજક
|
|
|
|
|