|
પરિશિષ્ઠ-II:
રાષ્ટ્રીય અનુવાદ મિશન માટે દરખાસ્ત
|
NKC ને જયતિ ઘોષે કરેલી રજૂઆત
11મી ફેબ્રુઆરી,2006 ના NKC અનુવાદ કાર્યશાળા વખતે પરિચર્યા તથા સહભાગીઓ અને અન્ય લોકો
સાથે અનુગામી ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત.
|
જે સમગ્ર દેશમાં, જ્ઞાનમાં વધુને વધુ પ્રવેશ પૂરો પાડે તેવા, વિભિન્ન પ્રકારના (માનવીય,
યંત્ર-સહાયથી, તાકીદના) અને વિભિન્ન જ્ઞાનક્ષેત્રોમાં (સાહિત્ય, વૈજ્ઞાનિક, પ્રૌધોગિક,
ઘંઘો-રોજગાર,વગેરે) અનુવાદોની ગુણવત્તાની સુધારણા અને પરિમાણના પ્રસારની તાત્કાલિક
જરૂર છે. આ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા અને દેશમાં સારી ગુણવત્તાના અનુવાદને ઉત્તેજન
અને વિતરણ કરવાનો ઉત્તમ માર્ગ કદાચ રાષ્ટ્રીય અનુવાદ મિશનની સ્થાપના છે. આ મિશન, ઉણપો
નિશ્ચિત કરવી, સારી ગુણવત્તાવાળા અનુવાદને ઉત્તેજન આપવું, પ્રશિક્ષણ, અનુવાદ અને અનુવાદકો
વિશે માહિતીનું વિતરણ, અને જાહેર તથા ખાનગી સંસ્થાઓ દ્વારા કાર્યોનો સમન્વય કરવાનું
કામ તરતજ ઉપાડી લેશે. વિચાર, અન્ય વિવિધ જાહેર ક્ષત્રો અને ખાનગી સંસ્થાઓનું કામ બેવડાય
અથવા તેમના કાર્યની અવહેલના થાય એ નથી, પરંતું, તેમની અગ્રતાઓનું પુનર્નિરિક્ષણ, ગુણવત્તામાં
સુધાર અને જાગરૂકતા વ્યાપક કરવામાં મદદ કરવાનો છે.
લાંબા સમયથી,ભારતીય પેટાખંડમાં, પ્રવૃતિ તરીકે બે ભાષાની જોડી વચ્ચે અનુવાદ ચાલુ છે.
ભારતમાં વિભિન્ન બોલીઓ સમુદાયો વચ્ચે અથવા અન્યત્ર, અનુવાદનો મનોભાવ એક મહાન માનસ પ્રક્રિયાના
રૂપમાં પ્રતીત થાય છે. વ્યવસાય તરીકે,અનુવાદ એક પડકાર રૂપ છે, અને વિશેષ કરીને તાજેતરના
દાયકામાં વધુ લાભકારક થતો જાય છે. લાગે છે કે. સંશોધનના ક્ષેત્ર તરીકે અનુવાદ અધ્યયન,
ભાષાશાસ્ત્રો, તત્વજ્ઞાન, સાહિત્યિક અધ્યયન, સંજ્ઞાશાસ્ત્ર, શબ્દાર્થ વિજ્ઞાન, માનવશાસ્ત્ર,કમપ્યૂટર
વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોના સમુદાયોમાંથી ઉદ્ભવતા સંખ્યાબંધ વિચારો સાથે એક ક્ષેત્ર
તરીકે પ્રગટ થયું છે. પરંતુ, મોટી સંખ્યામાં ભાષાઓ, સંસ્કૃતિઓ અને રાષ્ટ્રોમાં તેનો
પ્રસાર ધ્યાનમાં લેતાં, આ ક્ષેત્રમાં પ્રવૃતિઓનો સમન્વય કરવાના પ્રયત્નોમાં ખામી જણાય
છે.
વિવધભાષિય અને વિવિધસંસ્કારીતાના દેશ તરીકે, અને જ્ઞાનના જૂનામાં જૂના આધાર તરીકે,
ભારત સદીઓથી અનુવાદમાં મોખરે છે.આ દેશ, ઘણી ભાષાઓ અને સંસ્કૃતિની સાથે સાહિત્ય અને
યંત્ર અનુવાદ બંનેમાં સૈદ્ધાંતિક કાર્યની પહેલ માટે પરિક્ષણ આધાર પણ પૂરો પાડે છે.એવી
અપેક્ષા કરવામાં આવે છે કે, પ્રસ્તાવિત રાષ્ટ્રીય અનુવાદ મિશન (NTM), વિભિન્ન વિભાગોની:
શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાષા પ્રાવૈધિક વિજ્ઞાનશાસ્ત્રીઓ, વ્યવસાયી સમુહો, વર્તમાનપત્ર
સંસ્થાઓ અને અન્ય માધ્યમ જુથો, રચનાત્મ્ક લેખકો,, વાંચકો, તુલ્નાત્મ્ક અધ્યયનમાં વ્યસ્ત
લોકો અને અનુવાદના સિદ્ધાંતોને સ્થાપનારાની લાંબા સમયની જરૂરત પૂરી કરશે
રાષ્ટ્રીય અનુવાદ મિશનના નિમ્ન ઉદ્દેશો હશે:
|
1.
|
ભારતીય ભાષાઓને સમાવિષ્ઠ કરીને માહિતીના ભંડાર તરીકે કામ કરવું નિર્માણ, જાળવણી, પ્રકાશિત
અનુવાદોની માહિતી સતતપણે અદ્યતન કરવી, પ્રશિક્ષણ કાર્યક્રમોનું સમયપત્રક બનાવવું, અનુવાદ
ઉપકરણો અને ઓજારોની પ્રાપ્તિ અને નવા કાર્યોની પહેલ કરવી, અને અનુવાદકોની ‘રાષ્ટ્રીય
નોંધપોથી’ જેવી સુવિધાઓ દ્વારા અનુવાદના બધાં પાસાં સંબંધી માહિતી પ્રાપ્ત કરાવવી.
|
2.
|
શક્ય તેટલી વધુ ભારતીય ભાષામાં, સૈદ્ધાંતિક અને વ્યવહારિક એમ બંનેમાં, બધી અનુવાદ પ્રવૃતિઓ
માટે માલ વિનિમય ગૃહ (clearing house) તરીકે કામ કરવું
|
3.
|
ભારતીય ભાષાને આવરી લેતી, અનુવાદ અને અનુવાદ સંબંધિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ, અન્ય
એજન્સીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓને કડી પૂરી પાડવી.
|
4.
|
ઉચ્ચ કક્ષાના અનુવાદ દ્વારા, ભારતીય ભાષાઓ અને સાહિત્યો, આ દેશમાં અને વિદેશમાં આગળ
ધપાવવા.
|
5.
|
અનુવાદના વિવિધ ઉપકરણોનું નિર્માણ અને જાળવણી કરવી, અને ખાસ કરીને, બે-દિશામાં સંકેત
પ્રસારવા, સાઘારણ અને વિશેષ હેતુ દ્વિભાષી અને વિવિધભાષિય અનુવાદિત શબ્દકોશો, શબ્દશોધકો
અને જ્ઞાનકોશો તૈયાર કરવા; અને
|
6.
|
આ ક્ષેત્રમાં અભિરૂચી રાખતા બધા લોકો અને સંસ્થાઓના ફાયદા માટે, અનુવાદ અધ્યયન પર કૃતિઓના
મુદ્રિત અને વાસ્તવિક પ્રકાશનમાં સંયુક્તપણે કે સ્વતંત્રરીતે ભાગ લેવો કે ઉત્તેજન આપવું
|
7.
|
લોકો માટે સવાલો અને જવાબો મોકલવા એક પત્રિકા ફલક નિર્માણ દ્વારા વાર્તાલાપ માટે મંચ
પૂરો પાડવો.
|
8.
|
અનુવાદ કાર્યપદ્ધતિમાં માર્ગદર્શન પૂરૂં પાડવું અને અનુવાદ અધ્યયન પ્રવૃતિમાં શિક્ષણ
અને પ્રશિક્ષણ પ્રવૃતિઓને સમૃદ્ધ કરવા પ્રવૃતિઓ શરૂ કરવી.
|
પ્રસ્તાવિત રાષ્ટ્રીય અનુવાદ મિશનની મુખ્ય પ્રવૃતિઓ
અનુવાદક શિક્ષણ:
આ, એક હકિકત વ્યક્ત કરે છે કે જરૂરી પરિસ્થિતિ તરીકે અનુવાદ માટે દ્વિભાષિયતા,આવશ્યક
છે. તે એક વિશેષિત કાર્ય છે એમ માની લઈ શકાય નહિ, અને તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો શિખવા
જ જોઈએ. ઉપરાંતમાં, વિભિન્ન પ્રકારની અનુવાદ કૃતિઓ માટે વિભિન્ન કુશળતાઓ જરૂરી છે-
ઉદા. તરીકે સાહિત્ય અનુવાદ કરતાં,વૈજ્ઞાનિક કે પ્રૌધોગિક કૃતિઓના અનુવાદ માટે તદ્દન
જુદી જ કુશળતાઓ અને પરિસ્થિતિ પ્રત્યે અભિમુખતા જરૂરી છે. વધુમાં, અર્થઘટન કૌશલ્યો
સાપેક્ષરીતે અણવિકસિત છે, અને વળી, સંબંધિત માધ્યમના (દા.ત. રેડિયો અને ટી.વી.) સંદર્ભ
અને લખાણમાં વિશેષિત કુશળતા માંગે છે.
આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અનુવાદ મિશનની પ્રવૃતિઓમાં સમાવિષ્ઠ હશે:
|
|
»
|
ટૂંકાગાળાના પ્રશિક્ષણ કાર્યક્રમો ચલાવવા
|
|
»
|
અનુવાદકો માટે આખા દેશમાં અનુવાદ શિક્ષણ કાર્યક્રમોનો ભાગ બની શકે તેવાં અભ્યાસક્રના
પડીકાંની રચના કરવી.
|
|
»
|
વળી સંસ્થાઓ વચ્ચે વિદ્વાનોના વિનિમયને છૂટ આપે તેવા ફૅલોશીપ કાર્યક્રમો. અહિ માત્ર
અંગ્રેજીમાં કે અંગ્રેજીમાંથી અનુવાદ કરવાને બદલે ભારતીય ભાષાઓ વચ્ચે અનુવાદને પ્રાધાન્ય
આપી શકાય.
|
|
»
|
અભ્યાસી સંશોધનની સાથે સંશોધન યોજનાને ઉત્તેજન આપીને, વિશેષ કરીને ઠરાવેલા પાઠોના સરસ
અનુવાદો ઉદાહરણરૂપે પ્રાપ્ત કરાવીને અને અદ્યાપનશાસ્ત્રના ઉદ્દેશોને ઉપયોગી થાય તેવા
સંસાધનોનું નિર્માણ કરીને.
|
માહિતીનું પ્રસારણ.
વર્તમાનમાં અનુવાદ એ વધુ આગળ પડતી અને અત્યંત વળતરવાળી પ્રવૃતિ ન હોવાથી, દેશમાં અનુવાદ
કાર્યક્ષમતાના અસ્તિત્વમાં વિશે સંભાવ્ય ઉપયોગકર્તાઓમાં પણ અપર્યાપ્ત માહિતી છે. દા.ત.પ્રકાશકો
અથવા એવા લોકો જે તેમની સેવાઓનો ઉપયોગ કરી શકે તેવા ઘણા સારા અનુવાદકો ખાસ પ્રાદેશિક
ભાષાઓમાં છે, જેમની જાણ નથી. ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર, સાત શહેરોમાં, તેના પ્રાદેશિક
ભાષા કેન્દ્રોમાં, એક ભાષામાં વાક્પટુ, આશરે 400 શિક્ષકોને બીજી ભારતીય ભાષામાં, દરવર્ષે
20 ભારતીય ભાષામાં તાલીમ આપે છે. આ ને વધારે પ્રમાણમાં, પણ દુષ્પ્રાપ્ય કૌશલ્ય તરીકે
માન્યતા મળી છે, પરંતુ, આ પ્રશિક્ષિત લોકો ( હાલમાં આશરે 11,000) સંભાવ્ય ઉપયોગકર્તાઓમાં
વ્યાપક રીતે જાણીતા નથી. અનુવાદો ઘણી ભાષાઓમાં અગાઉ પણ કરવામાં અને છાપવામાં આવ્યાં
છે, પણ આ નીપજ વધુ વ્યાપક સમુહની જાણમાં નથી.
તેથી આ ક્ષેત્રમાં NTM ની મહત્વની પ્રવૃતિઓ આ હશે:
|
|
»
|
વિભિન્ન ક્ષેત્રોમાં અને વિભિન્ન કૌશલ્યો અને યોગ્યતા સાથે અનુવાદકોના માહિતી ભંડારોની
રચના કરવી. આ ભંડાર ઑન-લાઈન પર ઉપરાંત સ્પષ્ટ આવશ્યક્તાઓ સાથે સંપર્ક કરવાથી NTM મારફત
મળી શકશે.
|
|
»
|
ક્ષેત્ર દ્વારા વર્ગીકૃત માહિતી ભંડાર, અને વિભિન્ન કૃતિઓના પ્રવર્તમાન અનુવાદોના ટીકાત્મ્ક
સૂચીપત્ર સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકાલયની જાળગુંથળી(networks) ને નિયમિતપણે
મોકલવામાં આવનાર નવી યાદીઓ વગેરેની રચના કરવી.
|
ઉચ્ચ કક્ષાની અનુવાદ સામગ્રીને ઉત્તેજન અને પ્રસારણ.
એમ દાવો કરી શકાય કે, જો વિવિધ પ્રકારની ઘણી બધી અનુવાદિત સામગ્રી ની જરૂર હતી, તો
બજાર તેમને પહેલેથી જ પહોંચાડતી હોત. જો કે, શક્યતા વિશે જ્ઞાનનો અભાવ માંગને ઉભી થતાં
ખરેખર રોકે છે. જ્ઞાનના અન્ય ઘણાં બધા કિસ્સામાં બને છે તેમ, જ્યાં સુધી તે તમારી સામે
ન આવે ત્યાં સુધી શું ખૂટે છે તે તમને ખબર નથી પડતી. ઉપરાંત, જેઓ સાહિત્ય સામગ્રી સાથે
સંકળાયેલા છે ( જેમ કે, રાષ્ટ્રીય પુસ્તક ટ્રસ્ટ અને ગ્રંથ અકાદમીઓ) તેઓ એક વખત સ્થાનિક
ભાષાઓમાં અનુવાદિત પુસ્તકો તૈયાર થઈ ગયા બાદ, પ્રચંડ માંગની ખાતરી આપે છે.
એ મહત્વનું છે કે આવા અનુવાદો જો કે અંગ્રેજીમાંથી ભારતીય ભાષામાં એક માર્ગીય રસ્તા
ન હોવા જોઈએ; જો કે ભારતીય ભાષાઓમાં અહિ વિપુલતામાં સામગ્રી પ્રાપ્ય છે, જેની અંગ્રેજી
અને અન્ય ભારતીય ભાષાઓ બંનેમાં વિશાળ પ્રસારણની આવશ્યક્તા છે. ખાસ કરીને, અનુવાદને
કલ્પનાશીલતાના સમાંતર માર્ગ તરીકે નીરખવાની પરંપરાને ઉત્તેજન આપવું જોઈએ. અહિ સમાંતર
રૂપાવલીની જરૂર છે, જે દાતા અને યાચક ભાષા વચ્ચે ઉર્ધ્વભેદ પેદા કરતું નથી અને ભારતની
બહુભાષિયતા અને સાંસ્કૃતિક વૈવિધ્યને ઉત્તેજન આપે છે.અહિ પહેલેથીજ અમુક ક્ષેત્રોમાં
કેટલાક અનુવાદનું વિપુલ પ્રમાણ છે,( જેમ કે, ડૉ. આંબેડકરની કૃતિઓ, જેનો ઘણી વિભિન્ન
ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે) જે વિસ્તૃત સામાજીક મંથન અભિવ્યકત કરે છે એજ પ્રમાણે
નવેસરથી શિક્ષિત સમુહોની આવશ્યકતાઓ અને મહત્નકાંક્ષાઓ.
સાહિત્યને લગતા અનુવાદથી ભિન્ન, વિજ્ઞાન અને પ્રાધૌગિક અનુવાદમાં વધારે સારી સમજણ અને
ભાષાઓની આરપાર સરળતાથી આગળ વધવા, બંને માટે ખાતરી આપવા અહિ પરિભાષા અને કલ્પના માટે
વધારે મોટાં પ્રમાણીકરણની જરૂર છે. વધુમાં અનુવાદ આજે, સામાજીક સ્વીકાર અને નાણાંકીય
મહેનતાણું બંનેમાં, ઓછા વળતરવાળી પ્રવૃતિ છે અને તેને બદલવાની જરૂર છે. એ પણ નોંધવું
મહત્વનું છે કે, અનુવાદ એક વ્યક્તિગત પ્રવૃતિ ની સાથે સામાજિક ઉદ્યમ પણ છે, જેની સફળતામાં
કદાચ વિભિન્ન તબક્કે, વિભિન્ન લોકોની હારમાળા અને સંગઠિત સહયોગની જરૂર પડે.
આ સંદર્ભમાં NTM ની નિશ્ચિત નિમ્ન પ્રવૃતિઓ વિચારી શકાય.
|
|
»
|
પુસ્તકોની રજૂઆત, મેળાઓ, ફૅલોશીપ અને ઈનામો દ્વારા સારી ગુણવત્તાના અનુવાદને સક્રિય
ઉત્તેજન.
|
|
»
|
સહકાર્યાન્વિત અનુવાદ કાર્યને પ્રોત્સાહન અને લાંબી મુદતની વિવિધ અનુવાદ પરિયોજનાઓ
અને અનુવાદકો માટે દૃષ્ટિબિંદુઓ અને અનુભવોનો વિનિમય અને અરસ-પરસ કાર્ય કરવા કાર્યશાળાનું
આયોજન કરવું.
|
|
»
|
સારી ગુણવત્તાના અનુવાદને પ્રારંભિક વેચાણની બાહેંધરી આપવા, પ્રકાશકો અને પુસ્તકાલયોના
નૅટવર્કને જોડીને ખરીદ વાપસીની વ્યવસ્થાઓ
|
|
»
|
અનુવાદિત સામગ્રીના ઉત્પાદકો અને પ્રકાશકો અથવા ગ્રાહકો, ખાનગી અને જાહેર બંને વચ્ચે
સામસામું જોડાણ પૂરી પાડવું.
|
|
»
|
વર્તમાન પ્રસંગોના કેટલાક સામયિકોના પ્રારંભિક અને અન્ય ઉપયોગી અને રસદાયક સામગ્રી
(જેવી કે, ન્યુ સાયન્ટિસ્ટ, ઈકોનોમિક એન્ડ પૉલીટિકલ વિકલી વગેરે વગેરેના પ્રાદેશિક
ભાષાઓમાં વિસ્તૃત પ્રસારણ માટે સબસીડી આપીને.
|
|
»
|
શાળાઓ, વિદ્યાલયો અને મહાવિદ્યાલયોના અનુવાદિત અભ્યાસક્રમો, ખાસ કરીને સાહિત્યમાં,
સ્થાપના કરવાનો પ્રસ્તાવ કરીને.
|
|
»
|
બધી શાળાઓ, વિદ્યાલયોમાં ભાષા સંસાધન કેન્દ્રો અને પુસ્તકની વિશેષ દુકાનોનો (અનુવાદિત
સામગ્રીમાં લેવડદેવડ કરતી) પ્રસ્તાવ કરીને.
|
|
»
|
દ્વિભાષિય કુશળતાને મહત્વ આપતી ઓછી નજરે પડે તેવી પ્રવૃતિઓને ઉત્તેજન આપીને અને પ્રસારણ
કરીને.
|
|
»
|
અન્ય જાહેર અને શહેરી સમાજ સંગઠનોનો ઉપયોગ કરી, નાનામાં નાના શહેરો અને ગામડાંઓમાં,
અનુવાદિત સામગ્રી વધુ મોટા પ્રમાણમાં પહોંચાડવાની બાહેંધરી આપવા સાધનોનો વિચાર કરીને,
(જેવાં કે, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, અને ભારત જ્ઞાન વિજ્ઞાન સમિતિ).
|
યંત્ર અનુવાદને ઉત્તેજન.
નવી પ્રૌધોગિકિઓ, ઝડપથી અને સાપેક્ષરીતે, વધુ ઓછી કિમતે નવી ઉત્તેજક તકો પૂરી પાડે
છે, વળી, આ સંદર્ભમાં,પ્રૌધોગિક વિજ્ઞાનનો વિકાસ અને માનવીય સંસાધનો બંનેમાં વિવાદો
છે. NTM પ્રૌધોગિક વિજ્ઞાનની રચનામાં અને વિકાસમાં અને યંત્ર અનુવાદમાં નીચેના ઉપાયો
દ્વરા પ્રૌધોગિકિને લગતી પ્રગતિમાં સુવિધા પૂરી પાડવામાં મદદ કરી શકે:
|
|
»
|
જરૂરી આધાર સામગ્રીની રચનાની બાંહધરી આપવી, ખાસ કરીને ડીજીટલ ઉપકરણો જેવાં કે જ્ઞાનકોશો.
દ્વિભાષિય શબ્દકોશો, અનુવાદ મેમરી માટે સૉફટવેયર, વગેરે, જેનો વધુ કાર્યક્ષમ અને અસરકારક
અનુવાદ માટે ઝડપી ઉપયોગ થઈ શકે છે.
|
|
»
|
શબ્દકોશના સંસાધનો જેવાં કે. e-શબ્દકોશો, વર્ડનેટ, ભાષા વિશ્લેષણ અને સંયોજન ઉપકરણો,
સૂચી નિર્માણકર્તાઓ, આવર્તન વિશ્લેષકો વગેરે યંત્ર અનુવાદ પદ્ધતિના આવશ્યક ઘટકો છે.
આ બધા એક સંસ્થાથી બનાવી અને જાળવી શકાય નહિ, પરંતુ દીર્ઘ સમય સુધી વિવિધ સંસ્થાઓનો
સહયોગ જરૂરી છે. NTM આ કાર્ય માટે સતત ક્રિયા પ્રક્રિયાદ્વારા સભાઓ અને ઑન-લાઈન દ્વારા
એક મંચ પૂરો પાડી શકે,
|
|
»
|
મૂળ પાઠો અને અનુવાદો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સ્પષ્ટ ડિજીટલ સ્વરૂપમાં પ્રાપ્ત
થવા જોઈએ અને તેના મુદ્રણના સર્વાધિકાર NTM એ તૈયાર કરવા જોઈએ. NTM એ સુનિશ્ચિત કરવું
જોઈએ કે આ ડીજીટલ સંપત્તિ પ્રમાણભૂત સ્વરૂપ અને પ્રમાણિત XML Tags અને DTDs માં જળવાય
છે.
|
|
»
|
હાલમાં આંતરરાષ્ટ્રીય વલણ સારી ટીકા ટીપ્પણો સાથે ગુણવત્તાવાળા સમાંતર શબ્દસંગ્રહો
અને ગોઠવણીઓનો વિકાસ છે. આવા ટીકા ટીપ્પણોવાળા શબ્દસંગ્રહોને યંત્ર અનુવાદ પદ્ધતિ મેળવવા
માટે યંત્રથી શિખવાના કૌશલ્યો સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ માહિતીનો વિસ્તાર અને
પ્રયત્નનું મહત્વ માટે સદ્ધર પ્રારંભિક નાણાંકિય રોકાણો જરૂરી છે, જે વ્યક્તિગત સંસ્થાઓ
દ્વારા કરવામાં આવતાં નથી; તેમ છતાં, NTM આવા પ્રયત્નોમાં સુવિધા અને કંઈક મદદ પૂરી
પાડી શકે.
|
|
»
|
યુનાઈટેડ નેશન્સ દ્વારા 1996માં 15 દેશોને સાંકળીને કરેલ પ્રારંભ પ્રમાણે‘Universal
Networking Language’ (UNL) મુજબ આંતરભાષા આધારિત અભિગમને પ્રોત્સાહન. IIT મુંબઈએ અંગ્રેજી
અને ભારતીય ભાષાના યંત્ર અનુવાદ માટે વિભિન્ન ઉપકરણો, કસબ અને સંસાધનો વિકસાવ્યા છે,
જે સામાન્યરીતે કહી શકાય
|
|
|