સંદર્ભ

વડાપ્રધાનનું નિવેદન
રાષ્ટ્રીય અનુવાદ મિશન(NTM)ની મૂળભૂત કલ્પના વડા-પ્રધાન તરફથી જ મળી, જેમણે (NKC) ની પહેલી જ સભામાં કહ્યું હતું કે અનુવાદિત સામગ્રીમાં મહત્વશીલ પ્રવેશનો અર્થ ઘણાં અતિમહત્વના ક્ષેત્રોમાં જ્ઞાનના માર્ગમાં પ્રવેશ વધારવો. કહેવાનો મતલબ, શિક્ષણ તથા અવિરત જ્ઞાનમાં લોકોની ભાગીદારીનું વિસ્તૃતિકરણ અને મજબૂતિકરણ કરવું. કમીશનના અધ્યક્ષ શ્રી સામ પિત્રોડાને ભારતમાં શિક્ષણ માટે, અનુવાદના ઉદ્દેશને ઉત્સાહિત કરવા માટે એક અલગ સંસ્થા અથવા મિશનની તાત્કાલિક જરૂર જણાઈ.

સંદર્ભ
અનુવાદ એ એક અવિરત પ્રક્રિયા છે એ ખરું હોવા છતાં,આવા મહત્વશીલ ક્ષેત્રમાં, જનતાની ફળદ્રુપ દરમ્યાનગીરીની જરૂરત, દેશમાં અનુવાદની પ્રક્રિયામાં રહેલી અનિયમિતતામાંથી ઉપલબ્ધ થાય છે. વિવિધ પ્રવર્તમાન અને ઉભરતાં ક્ષેત્રો, જેવાં કે, સાહિત્ય, શુદ્ધ વિજ્ઞાન, પ્રયોજિત વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, કાનૂન વૈદકશાસ્ત્ર, સંચાલન, પ્રૌદ્યૌગિકી વગેરેમાં અનુવાદની અસ્વીકૃત માંગ છે.

વધુમાં, અનુવાદ દ્વારા ઉપલભ્ય માહિતી અક્ષમ અને અસંમિત છે.લક્ષ્યાંક વાંચકો મોટી માત્રામાં વિસ્તૃત છે, અને વાંચકો અનુબદ્ધ ન હોવાથી અનુવાદની ખપતની ભાગ્યેજ આકારણી તથા ખાતરી આપવામાં આવતી હોવાથી અનુવાદનું પ્રસારણ પણ અસંતોષકારક છે. ગુણવત્તાવાળા અનુવાદનું યોગ્ય પ્રસારણ માત્ર જ નિર્દેશચિહ્ન બનાવી આ ક્ષેત્રમાં ચાલુ, ખાનગી પ્રક્રિયાને યોગ્ય ઉત્તેજના પ્રદાન કરી શકે. આ જ બાબતમાં, મિશનની પદ્ધત્તિમાં નિર્ધારિત ઉપાયો રૂપે જનતાનો હસ્તક્ષેપ જરૂરી જણાય છે, જે એકજ ઝાટકે ખાનગી પહેલને ઉત્તેજન આપી, વિભિન્ન શાખાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદો પ્રાપ્ત કરવાનું શકય બનાવી શકે. વળી, અનુવાદ પ્રવૃત્તિ શિક્ષિત બેકારોને પોતાની મેળે વળતરરૂપ વ્યવસાય મેળવવાની સાથે લોકોની સેવા માટે ઉત્તેજીત કરીને સીધી યા આડકતરી રીતે રોજગારી ઊભી કરી શકે

આ એ જ જાગરૂકતા હતી જેણે પ્રા. જયતિ ઘોષના માર્ગદર્શન હેઠળ કાર્યકારી જૂથને, અનુવાદ, તેનું પ્રકાશન તથા પ્રસારણ સાથે સંકળાયેલી એજન્સીઓ અને લોકોને એક સાથે લાવેત. કાર્યકારી જૂથમાં, સંબંધિત સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ, વિદ્યાપીઠના સભ્યો, ભાષાશાસ્ત્રીઓ, અનુવાદકો, શિક્ષણશાસ્ત્રીઓ, પ્રકાશકો તથા અન્યનો સમાવેશ થતો હતો જે ભારતમાં અનુવાદની પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા. જૂથે ફેબ્રુઆરી 2006માં જેવું દિલ્લીમાં મળવાનું શરૂ કર્યું કે પ્રા. ઉદયનારાણ સિંઘે કાર્યક્ષેત્રની વિસ્તૃત રૂપરેખા સંક્ષેપમા વર્ણવી. 6ઠ્ઠી માર્ચ 2006ના રોજ, NTM સમિતિના નિમંત્રક અને સભ્ય પ્રા. જયતી ઘોષે NKC ની ભલામણો યોજના આયોગના નાયબ અધ્યક્ષને લખીને મોકલી અને સુધારેલી દરખાસ્ત આયોગને રવાના કરી. ત્યાર બાદ આ જૂથ કેટલીકવાર મળ્યું, અને ભારતીય ભાષા સંસ્થાન મૈસૂર ખાતે 12મી અને 13મી એપ્રીલ, 2006, એમ બે દિવસ મોટા પાયે કાર્યશાળાનું આયોજન કર્યું. 19મી એપ્રીલ,2006ના રોજ યોજના આયોગે, તેમના પત્ર સંખ્યા P.11060/4/2005 Edn. દ્વારા પર પાંચ પ્રશ્રો ઉપસ્થિત કરીને સુધારેલી દરખાસ્તની આલોચના કરવામાં આવી, જેનો જવાબ મોકલવામાં આવ્યો. દરમ્યાન, અમુક વિગતવાર આલોચના,સમાજશાસ્ત્રના વિદ્વાનો, ખાસ કરીને, સેંટર ફૉર ધ સ્ટડીઝ ઑફ ધ ડેવલપીંગ સોસાયટીઝ(CSDS) અને બીજો સંસ્થાનો જેવાં કે ઈન્ડીયન કાઉન્સીલ ફૉર હિસ્ટરીકલ રિસર્ચ (ICHR)તરફથી પ્રાપ્ત થઈ. એમણે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા અને NTM નું તંત્ર અને મર્યાદાને લગતાં રચનાત્મ્ક સૂચનો આપ્યાં, જેમાંના કેટલાકનો સવિસ્તર યોજના અહેવાલમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અનુવાદ સાથે સંકળાયેલા ઘણાં પ્રકાશન ગૃહો તરફથી પણ સૂચનો 21મી જૂન તથા 3 જૂલાઈના રોજ પ્રાપ્ત થયાં. આખરે, 31મી ઓગષ્ટ 2006 ના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના ભાષાઓ તથા પુસ્તકની અભિવૃદ્ધિને લગતા કાર્યકારી જૂથે પણ, 11મી યોજના માટે યોજના આયોગને કરેલી ભલામણોમાં પણ આ કલ્પનાને પુષ્ટિ આપી. ત્યારપછી, 1લી સપ્ટેમ્બર,2006 ના NKC ના અધ્યક્ષ શ્રી સામ પિત્રોડાએ NTM વિશે વડા પ્રધાનને વિગતવાર લખી મોકલ્યું. જે મળ્યા બાદ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે વિગતવાર દરખાસ્તનું સુસ્પષ્ટ નિરૂપણ કર્યું.