|
પ્રાસ્તાવિક
ભારતમાં અનુવાદનો ઈતિહાસ રંગબેરંગી રહ્યો છે.પ્રારંભમાં અનુવાદો સંસ્કૃત, પ્રાકૃત અને
પાલી તથા પ્રદેશોની ઉભરતી ભાષા અને સમાન ભાષા તથા અરબી અને ફારસી ભાષાઓ વચ્ચે થયો હોય
તેમ લાગે છે.ભારતીય વર્ણનાત્મ્ક અને માહિતીપાઠો જેવાં કે પંચતંત્ર,અષ્ટાંગહ્રદય, અર્થશાસ્ત્ર,
હિતોપદેશ, યોગસૂત્ર, રામાયણ, મહાભારત, અને ભાગવત ગીતા ના અનુવાદ 8 મી અને 19 મી સદીમાં
અરબી ભાષામાં થયા હતા; એ સમયે વળી ફારસી અને ભારતીય પાઠો વચ્ચે જબરો વિનિમય થયો હતો.
ભક્તિયુગ દરમ્યાન, સંસ્કૃત પાઠો, વિશેષ કરીને ભાગવત ગીતા અને ઉપનિષદો, મરાઠી સંત કવિ
જ્ઞાનેશ્વરે કરેલ ગીતાના અનુવાદ દ્વારા જ્ઞાનેશ્વરી જેવી મહાન પાઠોની રચના તથા વિભિન્ન
ભાષાઓના સંત કવિઓના પૌરાણિક પાત્રોના કેટલાક મૂક્ત અનુવાદ, ખાસ કરીને રામાયણ અને મહાભારતની
રચના દ્વારા, અન્ય ભારતીય ભાષાના સંપર્કમાં આવ્યા. ઉદા. તરીકે, પમ્પા, કુંભાર, મોલ્લા,
એઝુથક્ક્ન, તુલસીદાસ, પ્રેમચંદ, એકનાથ, બલરામદાસ, માધવ કંડલી, તથા ક્રિતીબાસે કરેલું
રામાયણનું રૂપાંતર કોઈપણ જોઈ શકે છે.
|
સાંસ્થાનિક સમયમાં યુરોપની ભાષા અને ભારતીય ભાષા, ખાસ કરીને સંસ્કૃત વચ્ચે અનુવાદમાં
ભારે ઉછાળો જોયો. જો કે જર્મન, ફ્રેંચ, ઈટાલીયન અને સ્પેનિશ ભાષા વચ્ચે વિનિમય થયા,
સાંસ્થાનિક માલિકો દ્વારા ઉપયોગ થતો હોવાથી, અંગ્રેજીના મહત્વશીલ સ્થાનને લીધે તે અધિકૃત
ભાષા માનવામાં આવતી હતી. અંગ્રેજીમાં અનુવાદનો બ્રિટિશ તબ્બકો વિલિયમ જોન્સ દ્વારા
અભિજ્ઞાન શાકુંતલમ્ નો અનુવાદ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચ્યો. પાઠ તરીકે શાકુંતલમ્ હવે
ભારતની સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનું આગવું ચિહ્ન અને ભારતીય ચેતનામાં પ્રધાન પાઠોમાંનો
એક પાઠ બન્યો છે.આ ના પરથી સમજાય છે કે 19મી સદીમાં તેના, 10 કરતાં વધારે ભાષામાં શા
માટે અનુવાદ કરવામાં આવ્યાં. (સાંસ્થાનિક?) બ્રિટનના અનુવાદના પ્રયત્નો, પ્રાચ્યવિદ્યા
વિશારદોની વિચારસરણી તથા નવા શાસકોની મજબૂત પકડ, સ્પષ્ટતા, વર્ગીકરણ અને ભારતપર અંકુશની
જરૂરત પર આધારિત હતાં. જ્યારે ભારતીય અનુવાદકોએ પાઠોના અંગ્રેજી અનુવાદો ને આગળ વધારવા,
બરાબર કરવા, સુધારા કરવા કે બ્રિટિશ સમજશક્તિને પડકારવાની કોશિષ કરી ત્યારે સાંસ્થાનિકોએ
ભારત વિશે પોતાનું વૃતાન્તની રચના કરી. જો કે સંપૂર્ણ હરિફાઈમાં ઝપાઝપી, સમકાલીન ને
બદલે પ્રાચીન પાઠોની આસપાસ થઈ.રાજા રામમોહન રૉયના સંકરના વેદાંત અને કેના તથા ઈસાવાસ્યમ
ઉપનિષદના અનુવાદો એ ભારતીય વિદ્વાનો દ્વારા ભારતીય પાઠોના અંગ્રેજી અનુવાદોમાં પહેલી
દરમ્યાનગીરીઓ હતી. ત્યારબાદ, આર.સી. દત્તે ઋગ્વેદ,ઉપનિષદો, રામાયણ, મહાભારત, અને કેટલાક
શાસ્ત્રીય સંસ્કૃત નાટકોના અનુવાદો કર્યા. આ અનુવાદો, ભારતીયો આજ્ઞાધારક અને પ્રમાદી
છે એવી પ્રણયકિસ્સાથી ભરપૂર તથા ઉપયોગાત્મ્ક કલ્પનાને પડકારવા માટે હતા. ત્યારબાદ અન્ય
કેટલાક નામો જેમ કે, દીનબંધુ મિત્રા, અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા અનુવાદોમાં
જૂવાળ આવ્યો. આ સમય દરમ્યાન, ભારતીય ભાષાઓ વચ્ચે પણ, મર્યાદિત પ્રમાણમાં અનુવાદો શરૂ
થયા.
|
જો કે, ખરેખર હકિકત એ છે કે, અંગ્રેજી હજીપણ મોટાભાગના શિક્ષિત લોકોની પહોંચની બહાર
રહી છે, અને આ વિભાગોને, માત્ર સાહિત્યસંબંધી અર્થસૂચક અનુવાદોની સાથે સાથે ભારતીય
ભાષાના જ્ઞાન પાઠોના અનુવાદ દ્વારા જ ખરેખર સમર્થિત કરવાનું શક્ય છે. અહિ અનુવાદ વિશે
ગાંધીજીના વિચારો કદાચ સુસંગત લાગશે… “હું અંગ્રેજીને આંતરરાષ્ટ્રીય વેપાર અને વાણિજ્યની
ભાષા માનું છું, તેથી એ જરૂરી છે કે કેટલાક લોકો તે શીખે... અને અંગ્રેજી ભાષામાં જેઓ
પારંગત છે તેમને પ્રોત્સાહન આપવાનું પસંદ કરીશ, તથા તેઓ અંગ્રેજી ભાષાની ઉત્કૃષ્ટ રચનાને
દેશી ભાષામાં અનુવાદ કરશે તેવી આશા રાખીશ” તેમને એમ પણ લાગ્યું કે, શિક્ષણનાંમાધ્યમ
તરીકે અંગ્રેજીનો સ્વીકાર કદાચ બારતીય ભાષાના વિકાસને અટકાવે.
|
એલ.એમ ખૂબચંદાની દર્શાવે છે તેમ, ભારત સાંસ્થાનિક બન્યું તે પહેલાં, પાઠશાળાઓ અને મક્તાબો
મારફત કાર્ય કરતી શૈક્ષણિક પદ્ધતિ, શાળાના શિક્ષણને પ્રાથમિક સામાજીકરણના વિસ્તાર રૂપે
ગણતી હતી, જેણે ભાષાકિય કુશળતાના સ્તરીકરણનું નિર્માણ કર્યું અને પરસ્પર સમજાય તેવી
વિવિધતાવાળી બોલીઓમાં સ્થાનિક બોલીથી માંડીને વિદ્વાન શૈલીની શ્રૃંખલાને આગળ આવવામાં
મદદ કરી, કેટલીક વ્યવહારિક અભિવિન્યસ્ત ભાષાઓ અને લિપિઓએ ભણનારને સમૃધ્ધ તથા તરલ ભાષાકીય
માહિતીસંગ્રહથી સજ્જ કર્યો.ભારતના રૂઢિગત, ભાષાકીય ભિન્ન લક્ષણોથી ચિંતિત, સાંસ્થાનિક
શાસકોએ અંગ્રેજી અને ભાષાઓ વચ્ચે વિરોધ પેદા કરીને ભારતીય શિક્ષણને એકાત્મ્ક ઉકેલોની
દરખાસ્ત કરી. મેકૉલેની ભારતીય શિક્ષણ પર કાર્યપાહીની નોંધ’ 1935 અને તેના પૂરોગામીઓએ
કરેલ કાર્યે ભારતીય ભાષાની અવગણના કરી. સાંસ્થાનિકો ગયા તે પછીના સમયે શીખવવાના માધ્યમ
તરીકે માતૃભાષાના વધતા જતા મહત્વની પુષ્ટિ કરી અને UNESCO એ કરેલી ભલામણ કે બાળક, માનસશાસ્ત્રીય
રીતે, સામાજીક રીતે અને શૈક્ષણિક રીતે, પોતાની માતૃભાષામાં વધારે સારી રીતે અને ઝડપથી
શીખે છે એમ ભાષા આયોજનના સત્તાધિકારીઓએ ટાંક્યું છે.
|
તેથી કરીને આપણા સમાજમાં અને આપણી શાળાઓમાં સમાજનું પ્રતિનિધિત્વ કરતી વિભિન્ન ભાષાઓનું
સ્થાન બનાવવાની જરૂર છે. આમ કરવાનું ત્યારે શક્ય બનશે જ્યારે સાહિત્યિક તથા માહિતીના
પાઠો શિક્ષકો તથા વિદ્યાર્થીઓને પ્રાપ્ય બનશે.વળી પશ્ચિમની પારકી કહેવાતી ભાષાઓના જ્ઞાન
આધારિત પાઠો ઉર્ધ્વરીતે લાવવા કરતાં, ઉપરોક્ત પાઠોનો અનુવાદ, એક ભારતીય ભાષામાંથી સમાંતર
અનુવાદ દ્વારા બીજી ભાષામાં અનુવાદ કરવાનું મહત્વનું છે.(Singh 1990)
અમારી એવી દૃઢ માન્યતા છે કે ભારતના સાધારણ સ્ત્રી-પુરુષો, જેઓ પોતાની માતૃભાષામાં
શ્રેષ્ઠ જ્ઞાન મેળવવા માંગે છે, તેમને પણ આ જ્ઞાન પ્રાપ્ય હોવું જોઈએ.આ અમારૂં સામાન્ય
અનુમાન છે જેમાંથી રાષ્ટ્રીય અનુવાદ મિશનની કલપનાનો ઉદ્ભવ થયો
|
|
|
|