નાણાંકીય સાધનો અને યોજનાની શરૂઆત

નાણા ભંડોળ

NTM ને ભારતમાં અનુવાદની અતિ મહત્વની સંસ્થા તરીકે ભારત સરકાર તરફથી ઉત્તેજન આપવામાં આવશે NTM, એક કેન્દ્રિય યોજના હશે.જો કે, એવી આશા રાખવામાં આવે છે કે 12મી યોજનાથી NTM પોતાની કાંઈક આવક ઉભી કરવાનું શરૂ કરી દેશે અને NTM, અનુવાદના સાધનો, જેવાં કે, શબ્દકોશ, જ્ઞાનભંડારો, અનુવાદના સૉફટવેર અને વિવિધ ક્ષેત્રોમાં પાઠોના વાસ્તવિક અનુવાદો, જેને તે એજન્સીઓ મારફત બજારમાં મૂકી શકે. જો કે, પુસ્તકોની કિંમત એવી રીતે રાખવી પડશે કે જેથી આપણા બધા વિભાગના લોકોને પોસાઈ શકે. સહ-પ્રકાશન અને આર્થિકસહાય-પ્રકાશનો માટે પ્રકાશન ગૃહોને સમાવિષ્ટ કરવાના છે તે NTM-PAC એ હજી નક્કી કરવાનું છે.

એમ પણ નક્કી કરવામાં આવ્યું છે કે વેબ-આધારિત સામગ્રીઓ અને ઉપકરણો બધામાટે સાર્વજનિક અને મફત પૂરા પાડવામાં આવશે. અનુવાદ પ્રશિક્ષણ કાર્યક્રમો અને અધિકૃતતા માટે કદાચ સૂચવેલી ફી હોઈ શકે, પણ હજી તે નક્કી કરવાનું

અંદાજપત્ર

જો કે, NKC અને MHRD ની મૂળ ભલામણ રૂપીયા 250 કરોડ હતી, પણ એમ લાગ્યું કે શરૂઆતના તબક્કામાં બજેટ રૂપીયા 100 કરોડની અંદર હોઈ શકે.EFCનો મુસદ્દો તે પ્રમાણે માર્ચ 2008માં સુધારવામાં આવ્યો હતો અને રૂ. 98.97 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં NTM-EFCમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે CSTT ( રૂ.20 કરોડ) અને NCERT ( રૂ. 5 કરોડ) ની સામે દર્શાવેલ રકમ કાઢી નાખવામાં આવે. (જૂઓ NTM-EFC minutes Item 11 (iv & v), page 6; the observation of PAMD, reported under para 4, page 2; and also, para 10 stating the consensus view on this Item).

આખરમાં, EFC ની મિટીંગ દરમ્યાન NTM નું અંદાજપત્ર રૂ.73.97 નું મંજૂર કરવામાં આવ્યું.(See NTM EFC Minutes No. F.25-4/2008-IFD, dated May 22, 2008,) (See NTM Minutes, item 11. (i), page 6).

મંજૂર થ.યેલ અંદાજપત્ર, વર્ષ-પ્રમાણે વિતરણ સાથે અહિ વિગતવાર સમજાવી શકાય:

    2008-09 2009-10 2010-11 2011-12 TOTAL
  આવર્તક 1519.712 2026.305 1800.731 2050.682 7397.43
1. માનવ સંસાધન 99.312 100.305 108.831 118.082 4,26.53
2. પ્રકાશન અને અન્ય કાર્યો 1181.00 1901.60 1661.00 1901.60 6645.20
3. સામાન્ય 14.40 14.40 14.40 14.40 57.60
4. સાધન-સામગ્રી/સૉફટવેર 220.00 00.00 00.00 00.00 2,20.00
5. સાધન-સામગ્રી 00.00 5.00 11.50 11.50 28.00
6. પ્રવાસ 5.00 5.00 5.00 5.00 20.00
કૉષ્ટક 1: NTM માટે એકંદરે મંજૂર થયેલ અંદાજપત્ર-વર્ષ પ્રમાણે વિભાજન
 
અવશ્ય કરવાના સંપૂર્ણ કાર્યોની વિગત નીચે પ્રમાણે આપવામાં આવી હતી.(અગાઉના કોષ્ટકના સંદર્ભમાં યાદી-2) (CSTT અને NCERT ના ઘટકો હટાવી દીધા પછી).
 
પ્રસંગો/અવશ્ય કરવાના કાર્યોનો ખર્ચ(લાખ રૂપિયામાં):

a. 1760 સંદર્ભગ્રંથોના અનુવાદ અને પ્રકાશન + 200 પાઠ્યપુસ્તકો 4520.00
b. G.I.A. સામયિકોના અનુવાદ માટે આર્થિક સહાય 200.00
c. G.I.A. લેખકો/અનુવાદકોને મુદ્રણના સર્વાધિકાર શુલ્ક માટે ગ્રાંટ 35.20
d. G.I.A. અનુવાદ પ્રશિક્ષણ માટે ગ્રાંટ 100.00
e. આવશ્યક કાર્ય+G.I. A. ઈલેક્ટ્રૉનિક શબ્દકૉશો/જ્ઞાનભંડારો (390 કરોડ + 600 કરોડ) 990.00
f. G.I.A. પ્રાકૃતિક ભાષા પ્રક્રિયા (NLP) સંશોધન માટે ગ્રાંટ 400.00
g. G.I.A. અનુવાદના ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો યોજતા મહાવિદ્યાલયોના વિભાગો માટે ગ્રાંટ 200.00
h. વેબ-નિભાવ(રાષ્ટ્રીય નોંધપત્રક/સત્તાવાર હેવાલ/E-સામયિક/શોધ/સામગ્રી 200.00
  કુલ(લાખ રૂપિયામાં) : Rs 6645.20
કૉષ્ટક 2 NTM માટે આવશ્યક કાર્યો, પરામર્શદાન, બાહ્યસ્ત્રોત અને GIA માટે મંજુર થયેલ અંદાજપત્ર
 
EFCની સભાની કામગીરીના અહેવાલની નોંધપોથીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, CIIL માં કરવામાં આવતી ‘અનુકૃતિ’ અને અનુવાદની અન્ય યોજનાઓ NTM નીચે આવશે અને કાર્યો બેવડાવાશે નહિ.

જ્યાં સુધી NTM ના મદદ માટે અનુદાન ઘટકને લાગેવળગે છે, ત્યાં કોઈ એક એ, ‘b’ થી માંડીને ‘g’ માં વિષય/વસ્તુઓ ઉમેરવી પડશે (‘e’ ને બાદ કરતાં, જ્યાં અવશ્ય કરવાના કાર્યો અને મદદ માટે અનુદાનની રકમ અલગ કરવામાં આવેલ છે) અને મહાવિદ્યાલયો, સંસ્થાઓ, અનુવાદના એકમો, વ્યક્તિઓ અને સંશોધનકારો ને અપાતા અનુદાનના આંકડા રૂ.1535.20 લાખ હોઈ શકે. એ સ્પષ્ટ છે કે, b d e અને f ના સંદર્ભમાં આ અનુદાન આગળ ધરવા માટે, દેશના દરેક ખૂણામાંથી દરખાસ્તો મંગાવવી પડશે, જો કે, c, પાઠોની તાદાત્મ્યની સ્થાપના ઉપર આધાર રાખશે, અને g, અનુવાદ પ્રસ્તુત કરતા મહાવિદ્યાલયના સંબંધિત વિભાગોને મદદ માટે અપાતાં અનુદાનના નિશ્ચિત ભાગ અંગે લેવાતા નિર્ણય પર આધાર રાખશે. તેમ છતાં, NTM ની અંદર GIA ની પ્રક્રિયા જો કે, NTM-PACના પ્રારંભિક નિર્ણયો બાદ શરૂ થશે.

આખરે, સંપૂર્ણ NTM યોજનાને, માનનીય માનવ વિકાસ સંસાધન મંત્રીએ 18મી જૂન, 2008 ના મંજૂરી આપી. એમ જણાવી શકાય કે મંત્રાલયે NTM માટે ગ્રાંટના પ્રતીકરૂપે રૂ.90 લાખની ફાળવણી 2007-08 દરમ્યાન કયારનીયે કરી દીધી હતી ( see Budget on Grants, Page 20) અને આ હેતુ માટે અંદાજપત્રીય શિર્ષકો અને પેટા શિર્ષકો ત્યારે જ બનાવી કાઢયાં હતાં.પણ કેમકે, EFC ની ઢીલ થવાથી તે રકમ ખર્ચાઈ નહોતી. ફરીથી 2008-09ના વર્ષ દરમ્યાન, NTM માટે BG માં નીચેની વિગત સાથે પ્રતીક રૂપે રૂ.100 લાખનો સમાવેશ થયો હતો:

  2008-09 B.G.    
વેતન, તથા પરામર્શદાન/ અનુવાદ શુલ્ક/સન્માન 50.00 કાર્યાલય ખર્ચ 13.00
અતિરિક્ત કાર્ય ભથ્થું 00.00 અન્ય વહીવટી ખર્ચા 05.00
ચિકિત્સા 00.50 અન્ય ખર્ચા 05.00
પ્રવાસ ખર્ચ 10.00 અનુદાન 16.50
    કુલ 100.00
કોષ્ટક 3:2008-09- NTM માટે મંજુર થયેલ અંદાજપત્રની પ્રતીક ગ્રાંટ
 
મંત્રાલયે અગાઉથી ઠરાવેલ, અંદાજપત્રનાં પ્રતીક રૂપે, પહેલા બે ત્રિમાસિક હપ્તા( એટલે કે, રૂ. 41.75 લાખ) મૂક્ત કરવા સંસ્થાએ PAO ને જણાવ્યું છે. ( vide its letter No. F. 1-1/2008-09/Accts/BUDGET /NTM). વળી, CCA દ્વારા સ્પષ્ટ કરેલ પદ્ધતિઓ મુજબ એક અલગ NTM-GIA ખાતું ખોલાવવા માટે પણ અલગ પગલાં ભરવામા આવી રહ્યાં છે, જો કે, તેનો અર્થ એમ થશે કે EFC પ્રમાણે, NTM ના સંદર્ભમાં વર્ષ 2008-09 માટે અંદાજપત્રની બાકીની રકમ રૂ.1419.712 લાખ હોઈ શકે.(એપ્રીલ-મે 2008-09માં અંદાજવામાં આવ્યા મુજબ) અને, કેમકે, પદ્ધતિ નક્કી કરવામાં અને આવશ્યક કાર્યોની શરૂઆત કરવામાં ઘણો સમય વીતી ગયો હોવાથી, પહેલા વર્ષનું અદાજપત્ર સુધારીને વ્યવહારીક સીમા સુધી નીચે લાવવાનું મહત્વનું છે. નીચેનું કૉષ્ટક NTM ના સંદર્ભમાં વર્ષ પ્રમાણે ઘટાડેલી રકમો બતાવશે. આ કૉષ્ટક અગાઉના કૉષ્ટક 1 અને 2 માંથી, બહારના સ્ત્રોત અને સલાહકારો દ્વારા કરાવી શકાય તેવા આવશ્યક કાર્યો અલગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.
 
NTM નું અંદાજપત્ર (લાખ રૂપિયામાં)
  2008-09
મુક્ત
2008-09
વધારાની માંદ માટે
2009-10 2010-11 2011-12 মুঠ
વેતન, તથા પરામર્શદાન/
અનુવાદ શુલ્ક/સન્માન
50.00 49.312
100.688
124.950*


274.950
100.305
110.757
183.260+
58.310

452.632
108.831
121.833
331.079#


561.743
118.082
134.016
364.187


616.285
1955.61
અતિરિક્ત કાર્ય ભથ્થું. 00.00 00.000 00.000 00.000 00.000 00.000
ચિકિત્સા 00.50 00.000 00.550 00.600 00.65 002.30
પ્રવાસ ખર્ચ 10.00 05.000 30.000 35.000 45.00 125.00
કાર્યાલય ખર્ચ 13.00 112.000 45.000 50.000 00.000 220.00
અન્ય વહીવટી ખર્ચા 05.00 09.400 14.400 14.400 14.400 057.60
અન્ય ખર્ચા 05.00 390.050 1099.923 1169.720 837.027 3501.72
અનુદાન 16.50 175.400 383.800 422.18 537.320 1535.20
કુલ 100.00 966.800        
અંતિમ સરવાળો   1066.800 2026.305 2253.643 2050.682 7397.43
નોંધ:* 300 પુસ્તકો માટે અનુવાદ શુલ્ક + 440 પુસ્તકો માટે અનુવાદ શુલ્ક વધતા 58.31 અગાઉના વર્ષોના 140 અર્પણપત્રોની બાકી રહેલી ચૂકવણીઓ # 580 પુસ્તકોનું શુલ્ક અને 0.90 વેબ-આધારીત અનુવાદ સામગ્રી માટે

કૉષ્ટક 4: NTMમાટે મંજુર થયેલ એકંદર અંદાજપત્રનું વર્ષ-પ્રમાણે વિભાજન

Iએ નોંધવું જોઈએ કે, 2008-09 માટે ઘણી ઓછી રકમ માંગવામાં આવી છે, મંજૂર થયેલ રૂ.1519.712 ની સામે રૂ.1166.88 લાખ, (NTM સભાની કામગીરીની નોંધપોથી અને (DPR) વિસ્તૃત યોજના અહેવાલપ્રમાણે) કારણ કે યોજના અત્યારે નિર્માણાત્મ્ક અવસ્થામાં છે:જૂઓ કૉષ્ટક 1. અન્ય વર્ષોના આંકડાં બદલાયા નથી, સિવાય કે, 2008-09ના વર્ષની બચત, 2010-11 ના વર્ષમાં લઈ જવામાં (ઉમેરવામાં) આવી છે. ધારી લઈએ કે, પ્રથમ વર્ષમાં 440 પુસ્તકોના,(દરેક પુસ્તકમાં સરેરાશ પાનાની સંખ્યા 250 છે) અનુવાદ માટે અર્પણપત્રો આગળ ધરવામાં આવ્યા છે, (અનુવાદ) રજૂઆતનો દર 68% થી 70% છે, તો જ્યારે કાર્ય પૂરૂં કરવામાં આવશે ત્યારે અનુવાદકો દ્વારા 300 પુસ્તકોથી વધુ રજૂ થઈ શકસે નહિ. 10મી યોજના દરમ્યાન, ‘કથા ભારતી’ યોજના તળે અનુવાદનો દર 1000 શબ્દોના રૂ. 300 હતા(= ત્રણ છાપેલા પાનાની નજદીક). જો NTM-PAC1000 શબ્દોના રૂ. 500 આપવા તૈયાર થાય-આ બધા ઉચ્ચ ખક્ષાના પ્રૌધોગિક અનુવાદ હોવાથી, દરેક અનુવાદકને આપણે આશરે રૂ.41665 આપવાના થશે, કારણ કે, 1960 પુસ્તકોના દરેક કાર્યો માટે અંદાજપત્રની કુલ જોગવાઈ, એટલેકે, અનુકૂલન અને અનુવાદ, મૂલ્યાંકન, લખાણનું સંપાદન, રૂ. 4520 લાખ રાખવામાં આવ્યું હતું, (જુઓ કૉષ્ટક 2 ) જેમાં છાપકામ અને પ્રકાશનની આર્થિકસહાય/ખર્ચાની રકમનો સમાવેશ થતો હતો, હવે, આપણે 2008-09 ના વર્ષની જરૂરીયાતોની ગણતરી કરી શકીએ. ધારી લઈએ કે, 2008-09 માં 440 શિર્ષકો સોંપી શકીએ અને માત્ર 300 પુસ્તકો ( ગુણ્યા દરેકમા સરેરાશ 250 પાનાં) સંપૂર્ણ થયાં અને મૂલ્યાંકન/લખાણનું સંપાદન થયું, તો આ શિર્ષક હેઠળ, આપણે રૂ.4520 લાખમાંથી રૂ.520 લાખ માંગી શકીએ (જેમાં એક ભાગ પરામર્શદાન અને બીજો અન્ય ખર્ચાના શિર્ષક હેઠળ બતાવી શકાય). અતિરિક્તતા માટે સમર્થન(કૉષ્ટક 2, યાદી a ) રૂ. 520 લાખ:

અધિકતરતાઓ માટે સમર્થન (કૉષ્ટક 2 મા થી, યાદી a): રૂ. 520.00 લાખ
1. અનુવાદકોનું મહેનતાણું: 124.95 લાખ(રૂ. 41,650x300)
2. મૂલ્યાંકન: 15.00
3. લખાણનું સંપાદન: 75.00
4. માહિતી આગત/ સૉફટવેર પ્રકાશન: 30.00
5. છપાઈ(જાહેરાત/ કાગળ વિ: 200.05
6. IPR/મુદ્રણના સર્વાધિકારની ચૂકવણી : 75.00

220 લાખના સાધનો માટે, પ્રથમ વર્ષમાં માત્ર રૂ.125 લાખ- ખાસ કરીને, દિલ્હીમાં કાર્યાલય અને પ્રાથમિક ફર્નીચર બંનેની જરૂર પડશે આપણે TE હેઠળ (રૂ. 5 લાખની સામે રૂ.15 લાખ) ની માંગણી કરીએ છીએ, કારણ કે, આ પ્રથમ વર્ષ હોવાથી તેમાં ઘણી સભાઓ થશે કૉષ્ટક-1 પ્રમાણે સામાન્ય નિભાવ શિર્ષક નીચે રકમ એમ ને એમ જ રહેશે. અન્ય વહીવટી ખર્ચારૂ.14.20 લાખ.

આખરમા, કુલ ચાર વર્ષમાટે NTM-GIA ની રકમ રૂ.1535.20 (જૂઓ કૉષ્ટક-4) ની બાબતમાં, 2009-10 નો હિસ્સો રૂ.383.80 લાખ હોવો જોઈએ. જો કે, બાકી રહેલા 7 મહિનાને દ્યાનમાં લેતાં,અતિરિક્તતા ની નીચે માંગેલી રકમ માત્ર રૂ.191.20 લાખ છે.

પ્રારંભિક પગલાં

યોજનાના પાયાનું આધારભૂત માળખું ઊભું કરવા અને રૂપરેખા પાછળની કલ્પનાને ક્રિયાન્વિત કરવાની જવાબદારી લેવા માટે નીચે મુજબના શ્રેણીબદ્ધ પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું :

1. NTM વિશે કેટલીક મૂળભત માહિતી, વર્તમાન મુખ્ય વેબ-સાઈટ પર મૂકવી, કારણ કે, આમ જનતામાં ઘણી જિજ્ઞાષા છે, જેમને મિશનની પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ગમશે;
2. અનુવાદ અને શબ્દકોશો વિ.ની યોજનાને NTM માં વિલિન કરવાના નિર્ણયનો આમલ કરવામાં આવે (see NTM Minutes, Item 11.(vi), page 6; also para 8 under FA’s observations),
અને જે કર્મચારીઓ પ્રારંભિક યોજનાઓ, જેવી કે, અનુકૃતિમાં અગાઉથી જોડાયેલા છે તેમને હવે હંગામી ધોરણે સલાહકાર તરીકે રોકવામાં આવે;
3. NTM ની ‘પોતાની’ વેબ-સાઈટનો એક મુસદ્દો નોંધવવામાં આવ્યો છે, અને કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે, જેથી
બધી વિગતો સાથે 22 ભાષાઓમાં વેબ-સાઈટના મુસદ્દાનું રૂપાંતર કરી શકાય.(see NTM Minutes, Item 11.(vii) Page 6);
4. ઉપરનું બધું જ, સલાહકારોને કામ આપીને બાહ્યસ્ત્રોત દ્વારા કરાવવામાં આવે છે. (જૂઓ NTM ની સભાની કાર્યવાહીની નોંધપોથી, યાદી 11.(viii) પાના 6ની સાથે સાથે સચિવ-ઉચ્ચશિક્ષણ ના અવલોકનો, પરિચ્છેદ 7 “મોટાભાગનું કાર્ય બાહ્યસ્ત્રોત દ્વારા કરાવવા માટે જાતનિર્મિત પદ્ધતિની રચના કરવી). એકવાર આ પ્રારંભિક કાર્ય પૂરૂં થાય, તો સંપૂર્ણ કાર્ય PAC સમક્ષ મંજૂરી માટે રાખી શકાય અને આખરમાં તેને PACની અથવા મંત્રાલયની મંજૂરી
સાથે રજૂ કરી શકાય;
5. મૂળભૂત છાપેલા શબ્દકોશો ઓછામાં ઓછી 6 ભાષાઓમાં લૉંગમેન જૂથની સાથે મળીને (PPP Mode માં) વહેલામાં વહેલી તકે પૂરા કરવાના છે, કારણ કે અનુવાદના ઉપકરણોના પ્રથમ સટ
અથવા NTM ની કૃતિઓ તરીકે કામ ચાલી રહ્યું હતું અને તેને E-શબ્દકોશોમાં રૂપાંતર કરવાનુંકામ તે જ સલાહકારો સાથે હાથપર લેવાનું છે;
6. મૂળભૂત છાપેલા શબ્દકોશો ઓછામાં ઓછી 6 ભાષાઓમાં લૉંગમેન જૂથની સાથે મળીને (PPP Mode માં) વહેલામાં વહેલી તકે પૂરા કરવાના છે, કારણ કે અનુવાદના ઉપકરણોના પ્રથમ સટ
અથવા NTM ની કૃતિઓ તરીકે કામ ચાલી રહ્યું હતું અને તેને E-શબ્દકોશોમાં રૂપાંતર કરવાનુંકામ તે જ સલાહકારો સાથે હાથપર લેવાનું છે;
7. NTM ની તૈયાર થઈ રહેલ વેબ-સાઈટ ના પાનાંની સંખ્યા વધારવા માટે અસલ DPR ને વિસ્તારવામાંઆવ્યો છે;
8. અનુવાદના રાષ્ટ્રિય નોંધપત્રકના મુસદ્દાની રચના, ASP હસ્તલિપિ કરીને અને સાથે MYSQLને પાર્શ્વભૂ માહિતીઆધાર તરીકે ચલાવીને કરવામાં આવી છે
9. કુલ 22 ભાષાઓમાં જાગરૂકતા વિજ્ઞાપનો / માદ્યમ નિવેશ માટે પ્રોત્સાહન સંબંધી સામગ્રી બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યાં છે;
10. ‘અનુકૃતિ’ વેબ-સાઈટ ( જે અત્યાર સુધી CIIL, સાહિત્ય અકાદમી, અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી હતી)તેને NTM ની આ નવી વેબ-સાઈટ સાથે જોડવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે; (see www.anukriti.net) (as observed in the NTM Minutes, para 2, page 2, જેમાં કહ્યું છે: યોજના આયોગ દ્વારા ‘અનુકૃતિ યોજના હેઠળ મંજૂર થયેલ “પૂર્વેની વેબ-આધારિત અનુવાદ પ્રવૃત્તિઓ, NTM ની પ્રવૃત્તિઓમાં સમાવેશ કરી દેવામાં આવશેઅને તેની સામગ્રીને અલગ કરવાનું અને પદોન્નતિ કરવાનું નકકી કરશે;
11. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી, NTM ની સાઈટને જનતાની પોતાની છે એ રીતે રચના કરવા માટે,મૂક્ત સામગ્રી સૉફટવેર અને ઉપયાગકર્તાની મિત્રસમાન પાર્શ્વભૂ વાપરવામાં આવે છે.(યોજના આયોગે ભલામણ કર્યા મુજબ, જૂઓ NTM Minutes, para 3, page 2);અને
12. આંતરરાષ્ટ્રિય મુખ્ય પ્રકાશન ગૃહો NTM ને જે અવધિઓ અને શરતો રજૂ કરે તે જણવા માટે સંસ્થાએ વાટાઘાટ શરૂ કરી દીધી છે, જેથી કરીને આ બાબત ઉપર આગળ વિચારણા થઈ શકે અને PAC સ્તરે નિર્ણય લઈ શકાય.s