સમાપન

એક દેશ તરીકે, ભારત હાલમાં વિક્સિત લોકશાહી તરીકે આપણી ઉત્ક્રાંતિના કુતૂહલ જગાવે તેવા તબક્કાનો સામનો કરી રહ્યું છે, જ્યારે દેશ પોતાના વિચારોની સ્વતંત્રતા વ્યકત કરવાની અને સમસ્યાઓ કબુલ કરવાની ખુશી ધરાવે છે અને સામાજીક ક્રમ તરફ આગળ વધવાની કોશિશ કરે છે, તે તેના વિવિધ લોકો જેઓ સમાન લક્ષ્ય માટે દૃષ્ટિ ધરાવે છે તેમના સહઅસ્તિત્વના વિશ્વાસને ફરીથી દૃઢ કરશે. ભાષાઓ આપણી ભિન્નતાવાદી સંસ્કૃતિની આત્મા છે અને બહુભાષિતા આપણો જીવનનો માર્ગ છે. રાષ્ટ્રએ ભારતીય ભાષાઓની વૃદ્ધિના વિકાસની પ્રક્રિયાઓને અનિવાર્ય અંશ તરીકે જોવી જોઈએ જેથી લોકોની લોકતાંત્રિક ભાગીદારી વધશે અને મહાન રાષ્ટ્ર તરીકે આપણા અસ્તિત્વનો ઉકેલ તરીકે સાબિત થશે. આપણી સંસ્કૃતિએ ભાષા અભ્યાસનું મહત્વ હમેશાં સમજ્યું છે. વૈદિક સમયમાં પણ “જ્ઞાનના” છ વિભાગોમાંથી ચાર: શિક્ષા [આ શબ્દનો અર્થ હતો “ઉચ્ચારશાસ્ત્ર” પણ અત્યારે તે સામાન્ય રીતે કેળવણી માટે વપરાય છે],વ્યાકરણ- “વ્યાકરણશાસ્ત્ર” ,નિરુક્તા “વ્યુત્પત્તિશાસ્ત્ર” અને છંદો-“પિંગળશાસ્ત્ર” ભાષા સાથે સંબંધ ધરાવતા હતા. ભારતીય વ્યાકરણશાસ્ત્રીઓએ કરેલા કાર્ય [સંસ્કૃત અને તામિલ બંનેમાં] ખરેખર ઉચ્ચ કક્ષાના હતાં અને ભાષાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે પાયો નાખ્યો હતો, અને પૂર્વજોના કરેલા કાર્યમાંથી ઘણા આધુનિક સિદ્ધાંતોએ મોટા લાભ મેળવવાનું ચાલુ રાખ્યું. એક સમય એવો હતો કે જ્યારે ભારતમાંથી જ્ઞાન-આધારીત પાઠોએ અનુવાદ દ્વારા એશિયાના વિભિન્ન ભાગોમાં માર્ગ શોધ્યો હતો. આ એજ ઉપકરણ છે જે આપણે પશ્ચિમી કલ્પનાને ભારતમાં લાવવા માટે અઢારમી અને ઓગણિસમી સદીમાં વાપર્યું હતું, અને ગઈ સદીએ તે જ્ઞાનનો વાસ્તવિક વિસ્ફોટ જોયો હતો. તેમ છતાં,જે કંઈ પણ બધું થયું છે તે પશ્ચિમથી આપણા દેશમાં પાઠો અને જ્ઞાનનો ઉર્ધ્વ અને એક દિશાત્મ્ક પ્રવાહ છે. ઘણાં પ્રસંગોમાં અને મોટાભાગની વિદ્યાશાખાઓમાં હજીપણ આપણે અંગ્રેજી આધારિત પાઠો શિખવીએ છીએ. આપણે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જ્યાં, મહાનગરોની બહાર, આવશ્યકતા મુજબ સ્થાનિક ભાષામાં શિક્ષણની શરૂઆત થાય છે, જો કે, તે ભાષાઓમાં સંસાધન સામગ્રી મુશ્કેલીથી મળે છે. વાણિજ્ય અને સંચારની ભાષા તરીકે અંગ્રેજી અત્યારે કદાચ બહુ વિસ્તૃત હશે પણ ત્રીજી પંક્તિના શિક્ષણના આદેશિત માધ્યમ તરીકે ગંભીર રીતે ક્ષીણ થતી જાય છે. આ રીતે, વિદ્યાલય અને મહાવિદ્યાલયમાં ભાષાશાસ્ત્રનું સ્થાનાન્તરણ ખરેખર સમસ્યા બની રહી છે. શિખવવાની ભાષાઓમાં અને જે ભાષાઓ દ્વારા શિક્ષણ અપાય છે તે બન્ને વચ્ચે મોટું અંતર પડે છે.

પ્રોદ્યોગિક પ્રગતિના ક્ષેત્રમાં કદાચ પ્રોત્સાહનાત્મ્ક પ્રવૃત્તિઓનું એક અતિ મહત્વનુંક્ષેત્ર જોવા મળે. આપણી ભાષાઓ અને વ્યાકરણોના વર્ણનો પ્રાકૃતિક ભાષા પ્રક્રિયાને સહાય કરવા માટે શબ્દસંચય અને યંત્રરચના મેળવવામાં કદાચ મદદ કરી શકે. આપણે પ્રોદ્યોગિકી માહીતીની દુનિયામાં પ્રચંડ ઝડપી પગલાં ભર્યાં છે અને આ સાનુકૂળતા યંત્ર-સહાય અનુવાદના ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વહેવી જોઈએ. એવી આશા રાખવામાં આવે છે કે, બધી સંબંધિત એજન્સીઓ, બધી ભારતીય ભાષાઓને પ્રૌધોગિક સંબંધી તરકીબ સાથે સાંકળવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરશે કારણકે તે ચોક્કસપણે પ્રજાજનો ને અધિકાર અપાવવામાં અને અનુવાદ પ્રવૃત્તિનો વેગ વધારવામાં ફાળો આપશે.

ભાષાઓ માનવજાતિ માટે મુલ્યવાન ભેટ છે અને અંતરિક્ષ અને સમયની આરપાર સેતુ બાંધવા માટે ઉપયોગી છે. આપણે એ બધા પરિબળોથી સાવધ રહેવાની જરૂર છે જે જુદી રીતે વિચારે છે અને ભાષાના મુદ્દાઓને વિભાજનાત્મક કે ઘર્ષણથી લદાયેલ બનાવવાનો પ્રયાસ કરે છે.આપણે એક સ્પષ્ટ સંદેશ મોકલાવવો જોઈએ કે અમારી ભાષાઓ સંસાધનો છે અને બહુભાષિતા સંપત્તિ છે, અને આપણે સ્પષ્ટ પણે જાણીએ છીએ કે લોકો તરીકે આપણું ભાવિ નાછુટકે આપણી ભાષાઓના પ્રારબ્ધ અને જ્ઞાન સાથે સંકળાયેલું છે, જેનો વિકાસ કરી આપણે વિકસીએ છીએ. આપણે એક એવી સંસ્કૃતિ તૈયાર કરવાની જરૂર છે જ્યાં એક ભાષામાંથી બીજી ભાષામાં જ્ઞાનનું સ્થળાંતર શક્ય બની શકે. રાષ્ટ્ર અનુવાદ મિશન (NTM) ની જે રીતે અહિં કલ્પના કરવામાં આવી છે તે, ભારતમાં જ્ઞાન-આધારિત સંશોધનની વૃદ્ધિ માટે અને શૈક્ષણિક વિનિમયની સાથે સાથે ભાષાના સર્વાંગી વિકાસ માટે કદાચ ઉપયોગી સાધન બની શકે.