|
કાયદાનું માળખું
રાષ્ટ્રીય અનુવાદ મિશન અથવા NTM સરકારી વહીવટી હુકમ દ્વારા સ્થાપવામાં આવશે/સ્થપાયેલ
છે, જેમાં CIIL જેનું વડું મથક મૈસૂર છે તે માન્ય એજન્સી હશે પમ સંપર્ક ઑફિસ દિલ્હીમાં
હશે. આથી સંચાલનની બાબતમાં તેને પોતાને સ્પષ્ટરીતે લાભ થશે. તેમ છતાં, વર્તમાન યોજનાનો
સમય પૂરો થયા બાદ પૂર્નવિચાર માટે છૂટ છે કે, કાર્યક્રમ સુદૃઢ થઈ ગયા પછી તેને CIIL
માંથી અલગ કરી દેવામાં આવશે અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ (1860 સેન્ટ્રલ એકટ) હેઠળ
સ્વશાસિત સંસ્થા તરીકે સ્થાપવામાં આવશે
|
NTM નું સંચાલન માળખું પ્રમાણમાં નાનું અને મોકળું રાખવામાં આવ્યું છે.જ્યારે, NTM
ની વ્યવસ્થાને લગતું માળખું ત્રણ સ્તરનું હોય એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.
|
|
»
|
માનનીય HRM ની આગેવાની નીચે સલાહકારી સમિતિ1 અને સભ્યો.
|
|
»
|
વરિષ્ઠ વિદ્વાન/HRD મંત્રાલયે નિમેલી વ્યકતિની આગેવાની હેઠળ નિયામક મંડળ2
(GB), જે યોજનાની પ્રગતિપર નિયંત્રણ રાખવા વારંવાર મળશે.
|
|
»
|
સામાન્ય પરિષદ3 (GC) અને 101 સભ્યો- NTM ના એક ભાગરૂપે સંસ્થાકિય તથા વ્યકતિઓ
હશે તેમાંથી લેવામાં આવશે.
|
તેમ છતાં, એવું નક્કી કરવામાં આવ્યુ છે કે, હવે માત્ર,એક 25 સભ્યોવાળી યોજના સલાહકારી
સમિતિ હોય જે માર્ગદર્શન આપશે અને સલાહસૂચન આપનાર કચેરી તરીકે કામ કરશે.CIIL ના નિયામક-NTM
ના નૉડલ અધિકારી તરીકે NTM-PAC ના અદ્યક્ષ રહેશે-જ્યાં સુધી યોજના નિયામકની નિમણુંક
નહિ થાય ત્યાં સુધી શિક્ષા સચિવ (CIIL) NTM-PAC ના સભ્ય સચિવ તરીકે કામ કરવું પડશે
અને મિશનનું કાર્ય ચાલુ રહેશે. તેમાં પદાધિકારને કારણે ત્રણ સભ્યો હશે- સંયુક્ત સચિવે
(ભાષા) ચૂંટેલ વ્યક્તિ-અથવા નિયામક (ભાષાઓ), ઉચ્ચ શિક્ષણ વિભાગ-MHRD ભારત સરકાર- JS
& FA અથવા IFD (HRD) એ ચૂંટેલ વ્યકતિ, અને CSTT નવી દિલ્લી ના અદ્યક્ષ.
|
આ પાંચ સભ્યો ઉપરાંત બીજા 20 સભ્યો HRD મંત્રાલય દ્વારા ક્રમાનુસાર પસંદગીા દ્વારા
ચૂંટી કાઢવામાં આવશે:
(a) વિભિન્ન મહાવિદ્યાલયોમાં અનુવાદ શિખવતા વિભાગોના
બે પ્રતિલિધિઓ (b) વિભિન્ન રાજ્યો જે ભાષા અને અનુવાદમાં વ્યવહાર કરતી સંસ્થાઓ/અકાદમીઓનું
પ્રતિનિધિત્વ કરતા હોય તેના બે પ્રતિનિધિઓ (ક્રમાનુસાર) (c) ભાષા મહાવિદ્યાલયના
કોઈ એક ઉપકુલપતિ (d) પુસ્તક વિક્રેતાઓ અને પ્રકાશકોમાંથી ત્રણ પ્રતિનિધિઓ (e) સાહિત્ય
અકાદમી ના સચિવ (f) રાષ્ટ્રિય પુસ્તક ટ્રસ્ટના નિયામક (NBT) (g) અનુવાદના ઉપકરણો/ પ્રાધૌગિકીના
ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના ક્ષેત્રમા રોકાયેલા વિભિન્ન IITs/NITs/ ઔધોગિક ગૃહોના
બે પ્રતિનિધિઓ (h) વિભિન્ન ભારતીય ભાષા અને અંગ્રેજી ભાષામાંથી પાંચ અનુવાદ વિશેષજ્ઞો
(i) વિભિન્ન અભ્યાસ વિષયોમાંથી બે પ્રતિનિધિઓ (j) અનુવાદ પ્રવૃતિમાં રસ ધરાવતી ખાનગી
સંસ્થાઓ/ કંપની ગૃહો અથવા ખાનગી વ્યક્તિમાંથી પણ એક પ્રતિનિધિ. .
|
તદ્ઉપરાંત, NTM માં ઘણી પેટા સમિતિઓ અથવા કાર્યકારી જૂથો હશે, જેમાં દરેક પ્રકારના
વ્યકિતગત સલાહકારો અને નિષ્ણાતો હશે, (જેવાં કે, વૈજ્ઞાનિક અનુવાદ, પ્રૌધોગિક અનુવાદ,
તાત્કાલિક અનુવાદ/અર્થઘટન અથવા યંત્ર અનુવાદ વગેરે
|
1. પહેલા એવી કલ્પના કરવામાં આવી હતી કે NTM ની સલાહકારી સમિતિમાં HRD મંત્રાલયે માન્ય
કરેલ 25 સભ્યો હશે અને આ સભ્યો NTM માટે નિર્ણય કરનારું ટોચનું જૂથ હશે.
2. યોજના એમ હતી કે, વિભિન્ન વિશ્વિદ્યાલયોના અનુવાદ શિક્ષણ વિભાગો, વિભિન્ન રાજ્યોની
સંસ્થા જે મુખ્યરીતે અનુવાદને એકનિષ્ઠ હોય, ટેકનીકલ સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રકાશન ક્ષેત્રના
સભ્યો, IITs, NITs અને ઉધોગોમાં અનુવાદના સાધનોના વિકાસ અને પ્રૌધોગિકી માટે કાર્ય
કરતા લોકો વગેરે, અને વળી અનુવાદમાં અધિકૃત હક્ક ધરાવનારને આ નિયામક મંડળના સભ્યો બનાવવા.એવું
સૂચન કરવામાં આવ્યું હતું કે GB માં નીચે મુજબ સભ્યો હોઈ શકે. બે સભ્યો વિભિન્ન વિશ્વિદ્યાલયોના
અનુવાદ શિક્ષણ વિભાગોમાંથી, બે સભ્યો, વિભિન્ન રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે (વારાફરતી)-
એ રાજ્યોની ભાષાઓ અને અનુવાદને લગતી સંસ્થાઓ અને અકાદમીનું પ્રતિનિધિત્વ કરતા હોય તે-
પુસ્તકવિક્રેતા અને પ્રકાશકોના મહાજને મોકલેલા ત્રણ સભ્યો, અનુવાદના સાધનોના વિકાસ
અને પ્રૌધોગિકી માટે કાર્ય કરતા ITs, NITs, ઉધોગો વગેરેમાંથી, ઉપરાંત, બે સભ્યો જે
અનુવાદમાં અધિકૃત હક્ક ધરાવતા હોય, જેમ કે NERT, NBT અને સાહિત્ય અકાદમી. એવું વિચારવામાં
આવ્યું હતું કે આ જૂથની રચના એવી રીતે કરવામાં આવે જે નેશનલ નૉલેજ કમીશન અને (NKC)
યોજના આયોગે (પ્લાનીંગ કમીશન) સમર્થિત કરેલ સાર્વજનિક-ખાનગી ભાગીદારી નો નમૂનો પરિવર્તિત
કરે.સભ્યોની અવધી બે વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, જેમા રેટલાક સભ્યો હોદ્દાની
રૂએ, (જેવા કે, HRD મંત્રાલયના સહ-મંત્રી,(ભાષા)એ નિમણુંક કરેલા, અને CSTT ના અદ્યક્ષ
તથા નાણાંકીય સલાહકાર.એમ વિચારવામાં આવ્યું હતું કે દર બે વર્ષે HRD મંત્રાલય નિયામક
મંડળનું પુનર્ગઠન કરશે.
3. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે શરૂ કરવા માટે નિયામક-મંડળમાં 101 સભ્યો હોઈ શકે.ત્રણ-પંક્તિવાળા
માળખામાં પ્રવાહની પ્રક્રિયા એમ વિચારવામાં આવી હતી કે નિયામક-મંડળ (GB), સામાન્ય પરિષદ(GC)
તરફથી સૂચનો પ્રાપ્ત કરશે. એમ વિચારવામાં આવ્યું હતું કે સોસાયટીની સામાન્ય પરિષદનું
સભ્યપદ નિમ્ન સભ્યોનું બનેલું હશે- અનુવાદ ઉદ્યોગના પ્રતિનિધિઓ, અનુવાદના વિવિધ સંગઠનો,
વ્યક્તિગત લેખકો, કોશરચનાકાર, વિભિન્ન ભાષા-જોડીઓનુ પ્રતિનિધિત્વ કરનાર અનુવાદકો, CSTT,
નેશનલ બુક ટ્રસ્ટના અદ્યક્ષો / ડાઈરેકટરો / સેક્રેટરીઓ (NBT), સાહિત્ય અકાદમી, ICSSR,
ICPR વગેરે,મહાવિદ્યાલયો જેઓ અન્ય વિદ્યાશાખામાં(હિન્દી / અંગ્રેજી/ ભાષાશાસ્ત્ર /
સમકાલિન સાહિત્ય વગેરે) અનુવાદના અભ્યાસક્રમો પ્રસ્તુત કરે છે, અથવા અનુવાદ શિક્ષણમાં
એમ.એ./એમ.ફિલ./પી.જી.ડિપ્લોમા ના સુવિખ્યાત તાત્વિકો,માહિતીના વિભિન્ન ક્ષેત્રોમાં
અગાઉથી રોકાયેલા અનુવાદના વિશેષજ્ઞો (જેવા કે, કાયદો, ઔષધ, શારિરીક વિજ્ઞાન, જીવવિજ્ઞાનને
લગતાં વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરે) વિશેષ કરીને પ્રખ્યાત સંસ્થાઓ સાથે
સંકળાયેલા. તદ્ ઉપરાંત, ભારતીય ભાષા અને/ અથવા અનુવાદ સાથે સંબંધ ધરાવતા વિભિન્ન સરકારી
ખાતાંઓ, જેવાં કે HRD, સાંસ્કૃતિક,
દેશની આંતરિક બાબતો (અધિકૃત ભાષા વિભાગ મળીને) માહિતી અને પ્રસારણ,સંચાર અને માહિતી
પ્રૌધોગિકી, વિદેશી બાબતોના મંત્રાલયો વગેરે પણ NTM ની સામાન્ય પરિષદમાં (GC) સ્થાન
પ્રાપ્ત કરી શકે
|
|
|