|
ચાલુ ઉપક્રમો
|
યોજના આયોગે અનુવાદના ક્ષેત્રમાં, ‘અનુકૃતિ’ના શિર્ષક નીચે, મહત્વની પરિયોજના ભારતીય
ભાષા સંસ્થાનને અગાઉથી જ આપી હતી. અનુવાદની વેબ-સાઈટ, અનુકૃતિ: ટ્રાન્સલેટિંગ ઈન્ડિયાના
શિર્ષક હેઠળ દરેક ભારતીય ભાષામાં અનુવાદ અને માહિતી સેવા સાઈટ તરીકે કાર્ય કરવા રચવામાં
આવી હતી. આવી વેબ-સાઈટની રચના કરવાની કલ્પના ભારતીય ભાષાઓના વિકાસ માટે નિષ્ઠાવાન,
ત્રણ સંસ્થાને ઉદ્ભવી હતી- ભારતીય ભાષા સંસ્થાન (MHRD), મૈસૂર, સાહિત્ય અકાદમી અને
નેશનલ બુક ટ્રસ્ટ, નવી-દિલ્હી.
|
મી યોજનાની અવધી દરમ્યાન, આ યોજના માટે રૂ.59.64 લાખ ફાળવવામાં આવ્યા હતા.
|
|
»
|
અનુવાદની સરળતા માટેની આ વેબ-સાઈટ શરૂ કરવામા આવીછે અને તેને આ વર્ષો દરમ્યાન કાયમી
ધોરણે અદ્યતન કરી તેનુ દસ્તાવેજીકરણ થાય છે.
|
|
»
|
ઑન-લાઈન ટ્રાન્સલેશન સામયિક જે ટ્રાન્સલેશન ટુડે કહેવાય છે તેના ત્રણ વર્ષના અંકો બહાર
પાડવામાં આવ્યા છે.
|
|
»
|
અનુવાદ માહિતી આધાર (database) અને અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધપત્રક બંને નિયમિત અદ્યતન
કરવામાં આવે છે.
|
|
»
|
તેમાં પ્રાથમિક રૂપે અંગ્રેજી-કન્નડનું યંત્રની મદદ વડે અનુવાદ પૅકેજમાં બુનયાદી કાર્ય
થયું છે.
|
|
»
|
મહત્વના પ્રકાશન ગૃહો તરફથી મેળવવામાં આવેલ, અનુવાદ પ્રકાશનની સૂચીઓ આ સાઈટપર મુકવામાં
આવે છે.
|
|
»
|
અનુવાદના અભ્યાસક્રમની વિગતો, જે દેશ અને પરદેશમાં મળે છે, તે સાઈટ પર પ્રાપ્ત થઈ શકે
છે
|
|
»
|
વિભિન્ન વ્યવસાયી એજન્સીઓ સાથે જોડાણો સ્થાપવામાં આવ્યા છે.
|
|
»
|
વિવિધ અનુવાદોના સૉફટ-વેરની ખરીદીને અનુવાદ અધ્યયન સંબંધી પરિભાષાઓના શબ્દકોશો અને
ગ્રંથસૂચી સંપૂર્ણ થવાને આરે છે.
|
|
»
|
અનુવાદ અધ્યયન સંબંધી પરિભાષાઓના શબ્દકોશો અને ગ્રંથસૂચી સંપૂર્ણ થવાને આરે છે.
|
|
NCERT એ 12મા ધોરણ સુધીના બધા પાઠય પુસ્તકોના અનુવાદ હિન્દી તથા ઉર્દુમાં કરાવ્યા.
NCERT એ પહેલી જ વખત 8મા પરિશિષ્ટની બધી 22 ભાષાના રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાનો
અનુવાદ કર્યો. રાષ્ટ્રીય અનુવાદ મિશન પરિશિષ્ટમાંની બધી જ ભાષામાં અનુવાદ કરાવવામાં
મદદ કરી શકે.
|
|
સાહિત્ય આકાદમી 1954 માં અને નેશનલ બુક ટ્રસ્ટ 1957માં સ્થપાયાં. આ બંને મિશનના એક
ભાગ રૂપે, સાર્વજનિક ક્ષેત્રમાં, અનુવાદના પ્રકાશન દ્વારા ભારતીય ભાષા, પ્રાન્તો અને
સમુદાયો વચ્ચે સેતુ બાંધવામાં પ્રથમ સાહસો હતાં.
સાહિત્ય અકાદમી તેના આરંભથી જ, સાહિત્યને લગતા પાઠોનું, પ્રાદેશિક તથા અંગ્રેજી ભાષામાંથી
અન્ય પ્રાદેશિક ભાષામાં અને પ્રાદેશિક ભાષામાંથી અંગ્રેજીમાં પણ અનુવાદોનું પ્રકાશન
કરે છે. અત્યાર સુધીમા તેણે 24 ભાષામાં 7000 શિર્ષકો બહાર પાડ્યા છે. અસલમાં અનુવાદો,
માત્ર અકાદમીએ માન્ય કરેલ ભાષામાંથી જ થતાં હતાં; પણ માત્ર જનજાતિ સાહિત્ય યોજના દ્વારા,
જે પહેલા વડોદરામાં હતી અને હવે શિલોંગમા છે. સાહિત્ય અકાદમીએ જનજાતિની ભાષાઓ અને બોલીઓમાં
અનુવાદો બહાર પાડવાનું શરૂ કર્યું છે, જેવી કે ગઢવાલી, ભીલી, કુઈ, ગારો, ગમ્મિત, મિઝો,
લેપ્ચા, પહરી, મુંદરી, ગોંડી વગેરે. તેનો મુખ્ય ફાળો આંતરભાષિય અનુવાદના ક્ષેત્રમાં
છે.
નેશનલ બુક ટ્રસ્ટ પાસે આદાન-પ્રદાન શ્રેણી છે, જે 8માં પરિશિષ્ટની વિભિન્ન ભાષાઓમાંથી
સમકાલીન ઉત્કૃષ્ઠ સાહિત્યકૃતિઓ પસંદ કરીને તેનો અંગ્રેજી અને બીજી ભારતીય ભાષામાં અનુવાદ
કરે છે. જો કે ટ્રસ્ટની પ્રવૃતિ સાહિત્ય પૂરતી સીમિત નથી, આ ઉપરાંત, તે નાગરિક અધિકારો,
સ્વાસ્થ્ય, રાજકિય વિજ્ઞાન, વિભિન્ન જીવનવ્યવસાયમાં રહેલી મહત્વની વ્યકતિઓના જીવનચરિત્રની
શ્રેણીઓ વગેરે વિશે જ્ઞાનને લગતાં પુસ્તકો પણ પ્રકાશિત કરે છે.
’80 ના દાયકા પછી ભારતના અર્થતંત્રની શરૂઆત થતાં તેણે આંતરરાષ્ટ્રીય પ્રકાશનગૃહોનું
ધ્યાન દોર્યું છે, જેઓએ પ્રકાશનનું કામ શરૂ કર્યું છે; જો કે ભારતમાં શૈક્ષણિક પ્રકાશનમાં
80% રચના હજી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે. (પ્રકાશન) ઉદ્યોગનું વધુ ને વધુ વ્યવસાયીકરણ
થઈ રહ્યું છે,સંપાદકિય ધોરણો ઊંચે જતા જાય છે, અને ધ્યાન વેપાર તરફ વધુ કેન્દ્રિત થતું
જાય છે.જ્યારે પ્રકાશકો, જેવાં કે પિયરસન એજ્યુકેશન, રૅન્ડમ હાઉસ, સૅજ, મૅકગ્રો હિલ
વગેરે, વ્યાપક અર્થમાં શિક્ષણક્ષેત્રે એકાગ્ર થાય છે, ત્યારે પ્રકાશનગૃહો જેવાં કે
ઑરિએન્ટ લૉન્ગમેન (દિશા શ્રેણી), મૅકમીલન (મોડર્ન નૉવેલ્સ ઈન ઈંગ્લીશ ટ્રાન્સલેશન સીરીઝ),
પૅન્ગવિન ઈન્ડીયા, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, રૂપા એન્ડ કંપની, હાર્પર કૉલિન્સ વગેરેએ
અનુવાદને વિશેષ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. બીજી અસાધારણ ઘટના એ કથા જેવા અનુવાદને
મોટે ભાગે વફાદાર પ્રકાશન ગૃહોનો ઉદ્ભવ. નાના પ્રકાશન ગૃહો, જેવાં કે સ્ત્રી, ઝુબાં,
વિમેન અનલિમિટેડ વગેરે પણ અનુવાદમાં રસ લઈ રહ્યા છે.
જો કે સાહિત્યના અંગ્રેજીમાં અનુવાદનું ચિત્ર કંઈક ઉજળું દેખાય છે, પણ પરિસ્થિતિ એટલી
આનંદદાયક નથી, જ્યારે આપણે જાણીએ છીએ કે, (I) બીજા પ્રકારના પુસ્તકોનો અંગ્રેજીમાં
અનુવાદ, અને (II) અંગ્રેજીમાંથી અને બીજી ભારતીય ભાષામાંથી બીજી ભારતીય ભાષામાં અનુવાદ
(III) ભારતીય ભાષાઓની વચ્ચે પણ અનુવાદ અસ્પષ્ટ /અસમાન છે, દા.ત. જ્યારે 260 બંગાળી
પુસ્તકો મલયાલમમાં પ્રાપ્ત છે, માત્ર 12 મલયાલમ પુસ્તકોનો બંગાળીમાં અનુવાદ થયો છે.
આ અસમાનતાનું એક કારણ, ભાષાઓના પોતાના સ્પષ્ટ કે અસ્પષ્ટ સ્વભાવને બાદ કરતાં, એક ભાષામાંથી
બીજી ભાષામાં અનુવાદકર્તાઓનો સદંતર અભાવ છે. જ્યારે મોટાભાગની ભાષાઓ પાસે અંગ્રેજીમાંથી
આધુનિક ભારતીય ભાષા અને હિન્દીમાં અનુવાદ કરી શકે તેવા વિશેષજ્ઞો છે, ત્યારે ભારતીય
ભાષાઓની વચ્ચે, અનુવાદ કર્તાઓ હકિકતમાં કોઈ નથી દા.ત. તામીલ અને મરાઠી વચ્ચે, મલયાલમ
અને ગુજરાતી વચ્ચે વગેરે વગેરે.
|
|
અનુવાદમાં ઔપચારિક અભ્યાસક્રમો, જૂજ વિદ્યાપીઠોમાં જ પ્રસ્તુત કરવામાં આવે છે. હાલમાં, નિમ્ન અભ્યાસક્રમો ઉપલભ્ધ છ.
|
1.
|
અન્નામલાઈ યુનિવર્સિટી:
|
|
|
(i)
|
પી.જી.ડિપ્લોમા ઈન ટ્રાન્સલેશન સ્ટડીઝ
|
|
(ii)
|
એમ.એ.ઈન એપ્લાઈડ લિન્ગ્વિષ્ટિક્સ એન્ડ ટ્રાન્સલેશન
|
|
(iii)
|
એમ.એ.ઈન ટ્રાન્સલેશન સ્ટડીઝ
|
|
(iv)
|
પી.એચ.ડી. ઈન લિન્ગ્વિષ્ટિક્સ (ઈન્કલૂડ્ઝ ટ્રાન્સલેશન)
|
|
(v)
|
એમ.ફિલ.ઈન ટ્રાન્સલેશન સ્ટડીઝ
|
2.
|
આગ્રા યુનિવર્સિટી, કે.એમ. ઈન્સ્ટીટ્યૂટ: ડિપ્લોમા કોર્સિસ ઈન
ટ્રાન્સલેશન
|
3.
|
હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી: એમ. ફિલ. ઈન ટ્રાન્સલેશન સ્ટડીઝ
|
4.
|
પંડિત રવિશંકર શુક્લા યુનિવર્સિટી: સર્ટિફિકેટ કૉર્ષ ઈન ટ્રાન્સલેશન
|
5.
|
સ્વામી રામાનંદતીર્થ મરાઠવાડા યુનિવર્સિટી સર્ટિફિકેટ કૉર્ષ ઈન
ટ્રાન્સલેશન
|
6.
|
યુનિવર્સિટી ઑફ પૂને: સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કૉર્ષ ઈન ટ્રાન્સલેશન
|
7.
|
યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ:(સેન્ટર ફૉર ડિસ્ટન્સ એજ્યૂકેશન) પોસ્ટ-ગ્રેજ્યુએટ
ડિપ્લોમા ઈનટ્રાન્સલેશન
|
8.
|
યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ (ડિપાર્ટમેન્ટ ઑફ હિન્દી) :
|
|
(i)
|
ડિપ્લોમા ઈન ટ્રાન્સલેશન
|
|
(ii)
|
એડવાન્સ્ડ્ ડિપ્લોમા ઈન પ્રોફેશ્નલ ટ્રાન્સલેશન
|
|
(iii)
|
પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ટ્રાન્સલેશન સ્ટડીઝ
|
9.
|
યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ ( CALTS): એમ.ફિલ.એન્ડ પી.એચ.ડી. ઈન ટ્રાન્સલેશન
સ્ટડીઝ
|
10.
|
(CIEFL) હવે (TEFLU, હૈદરાબાદ) (ધિ સેન્ટર ફૉર ટ્રાન્સલેશન સ્ટડીઝ)
|
11.
|
યુનિવર્સિટી ઑફ કેરલા: પૉસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઈન ટ્રાન્સલેશન
|
12.
|
મદુરાઈ કામરાજ યુનિવર્સિટી: પી.જી.કૉર્ષિષ ઈન ટ્રાન્સલેશન
|
13.
|
તમિળ યુનિવર્સિટી, તાંજાવુર: ડિપલોમા કૉર્ષિષ ઈન ટ્રાન્સલેશન.
|
14.
|
વિશ્વભારતી: એમ.એ. ઈન ફંક્શનલ હિન્દી (ટ્રાન્સલેશન)
|
તદ્ઉપરાંત, વિભિન્ન વિદ્યાપીઠોમાં કેટલાયે સમકાલિન સાહિત્યના વિભાગો છે ( દા.ત. જાદવપુર
યુનિવર્સિટી, કલકત્તા, અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત,) જેઓ પણ અનુવાદના
ક્ષેત્રમાં અભ્યાસક્રમ પ્રસ્તુત કરે છે. ખાનગી સંસ્થાઓ પણ નિમ્ન કૉર્ષ પ્રસ્તુત કરે
છે: ડિપલોમા ઈન ટ્રાન્સલેશન, ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સલેશન સ્ટડીઝ ( રજી.), બેંગલોર.
એવા ઘણા અભ્યાસક્રમો હવે પ્રાપ્ય છે.
|
|
ભારતીય ભાષા સંબંધિત ભાષાશાસ્ત્ર અને ભાષા પ્રૌધોગિકી સંગ્રહના ક્ષેત્રમાં સંશાધકો
અને વિકાસકર્તાઓને મદદ કરવા માટે LDC-IL સ્થાપવામાં આવી હતી.ભાષા પ્રૌધોગિકીના ક્ષેત્રમાં
સંશોધન અને વિકાસના સંદર્ભમાં ભાષાની માહિતી મહત્વનું ઘટક છે. LDC-IL, હિન્દી અને બીજી
ભાષાઓમાં યંત્રથી વાંચી શકાય તેવી ભાષાની માહિતીની તીવ્ર જરૂરીયાતને ઉદ્દેશે છે. સંગ્રહ,
પ્રક્રિયા અને ભાષાશાસ્ત્રની માહિતીના પરિમાણના વિવરણની આજુબાજુના મુદ્દા સંખ્યાબંધ
વિદ્યાશાખા, જેવી કે ભાષાશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને યંત્રવિદ્યાને સાંકળવાનું જરૂરી
બનાવે છે.
આ ઉપરાંત ભારતીય ભાષાઓ માટેના ભાષાશાસ્ત્ર માહિતી સમાયોગ પણ વળી
|
|
»
|
બધી ભારતીય ભાષાઓમાં પાઠના સ્વરૂપમાં, બોલી અને શબ્દકોશ સંગ્રહોમાં ભાષાશાસ્ત્ર સંસાધન
ભંડારની રચના કરશે.
|
|
»
|
વિભિન્ન સંસ્થાઓમાં આવા માહિતીઆધારિત રચનાની સુવિધાની પૂરી પાડશે.
|
|
»
|
વિભિન્ન સંશોધન અને વિકાસની પ્રવૃતિ માટે ભાષાશાસ્ત્ર સંગ્રહો માટે માહિતી એકઠી કરવા
અને સંઘરવામાટે ધોરણો નક્કી કરવા.
|
|
»
|
માહિતી સંગ્રહ અને સંચાલન માટે ઉપકરણોના ભાગીદારીમાં ઉપયોગને અને વિકાસને ઉત્તેજન આપવું.
|
|
»
|
કાર્યશાળા અને પરિસંવાદ વગેરે દ્વારા પ્રૌધોગિકની સાથે સાથે પ્રક્રિયા સંબંધી મુદ્દાઓના
પ્રશિક્ષણની સુવિધા કરવી.
|
|
»
|
LDC-IL ના સંસાધનોની આકારણીમાં જે મુખ્ય પ્રવેશદ્વાર હશે તે LDC-IL ની વેબ-સાઈટની રચના
અને જાળવણી કરવી.
|
|
»
|
સામુદાયિક વપરાશ માટે યોગ્ય ભાષા પ્રૌધોગિકની રચના કરવી અથવા મદદ પુરી પાડવી.
|
|
»
|
શૈક્ષણિક સંસ્થાઓ, વ્યક્તિગત સંશોધકો, અને સમુદાયો વચ્ચે જરૂરી સાંકળો પુરી પાડવી.
|
|
આ પ્રવૃતિઓ, જે યંત્ર દ્વારા અનુવાદને સુવિધા પુરી પાડશે તે રાષ્ટ્રીય મિશનને સીધીરીતે
ઉપયોગી થશે.
|
|
/**- વહેમી માણસો જે યંત્ર દ્વારા અનુવાદ પદ્ધતિની કાર્યક્ષમતાને શંકાથી જુએ છે તેમને
એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં ઘણી જગાએ અસંખ્ય MT પદ્ધતિ ઉપયોગમાં છે. ઉદાહરણમાં
બહુ જાણિતી SYSTRAN (used by the Alta-Vista engine) and METEO ( જે કેનેડાનું હવામાનશાસ્ત્રને
લગતું કેન્દ્ર 1977થી હવામાનના સત્તાવાર અહેવાલમાં 45000 શબ્દોનો ઉપયાગ કરે છે).ભારતમાં,
MT માં ક્રાંતિ C-DAC દ્વારા એક જ ઝાટકે શરૂ કરવામા આવી, જ્યારે તેણે NLP (National
Language Processing) નું કાર્ય શરૂ કર્યું અને Tag-based parser વિકસાવ્યું જે હિન્દી,
સંસ્કૃત, ગુજરાતી, ઈંગ્લીશ અને જર્મન વાક્યોનું પૃથક્કરણ કરી શકે. આ પ્રૌધોગિકીનો વિકાસ
કરતી વખતે કંપની તેના વ્યવહારીક અમલીકરણની આશા રાખતી હતી અને વિવિધ સંસ્થાઓને તેનું
સૂચન કર્યું. MTની વિશાળ સંભાવના સમજી જઈને, ભારત સરકારના અધિકૃત ભાષા વિભાગે (DOL)
આવી યોજનાને સક્રિયતાથી ફંડ આપવાનું શરૂ કર્યું. માહિતી અને સંચાર પ્રૌધોગિકી મંત્રાલયે
(MC&IT) નિશ્ચિત જ્ઞાનક્ષેત્રોમાં અનુવાદની વ્યવસ્થા માટે નીચે મુજબ ક્ષેત્રો ઠરાવી
કાઢ્યાં છે.
|
|
»
|
સરકારી વહીવટની કાર્યપ્રણાલીઓ તથા પુસ્તકના સ્વરૂપો;
|
|
»
|
વિધાનસભાના પ્રશ્નો તથા ઉત્તરો. ઔષધનિર્માણ વિજ્ઞાનને લગતી માહિતી
|
|
»
|
કાયદાની પરિભાષા અને ચુકાદાઓ
|
બીજાની સાથે MT ને આવરી લઈને, ભારતીય ભાષામાં માહિતી પ્રક્રિયાના ક્ષેત્રોમાં સંશોધન
એને વિકાસને ઉત્તેજન તથા ફંડ પુરૂં પાડવા, મંત્રાલયે 1990-91 માં TDIL (‘ટૅકનોલોજી
ફૉર ડેવલપમેન્ટ ઑફ ઈન્ડિયન લૅંગ્વેજીસ’)ની શરૂઆત કરી. જો કે, 22 અધિકૃત ભાષાઓમાં અનુવાદ
એક અઘરો પડકાર સામે ઉભો છે. અંગ્રેજી અને હિન્દી, ભાષાની નિર્ણાયક જોડી તરીકે સરકારી
ઓફિસોના પત્રવ્યવહારમાં મોટા જથ્થાનું એક અંગ બનતી હોવાથી આ જોડીને MT ના પ્રાથમિક
ક્ષેત્ર તરીકે ઠરાવવામાં આવી છે.
તે જ પ્રમાણે; સંશોધન માટે બે ખાસ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યો છે.ભારતીય ભાષાઓ વચ્ચે
અનુવાદ માટે MT પદ્ધતિઓ અને અંગ્રેજીમાંથી હિન્દીની વચ્ચે અનુવાદ માટે MT પદ્ધતિઓ.
હાલમાં, દેશમાં ત્રણ સંસ્થાઓ એટલે કે,C-DAC પૂણે, NCST,(અથવા જે હવે C-DAC મુંબઈ તરીકે
જાણીતી છે),IIIT હૈદરાબાદ,અનેIIIT કાનપુરે આ અદ્યતન પ્રૌધોગિકીનો ઉપયોગ કરી તેને લાગુ
કરવામાં વિકાસ માટે આગેવાની લીધી છે.
જ્ઞાન-આધારિત કંમ્પ્યૂટર પદ્ધતિ યોજના નીચે ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિકસે (DOE),
C-DAC VYAKARTA વિકસાવ્યું છે, જે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત વાક્યોનું
પૃથક્કરણ કરી શકશે. તેણે MANTRA (અધિકૃત ભાષાના અંગ્રેજી વાક્યોના હિન્દીમાં અનુવાદ
માટે યંત્રની સહાય વડે અનુવાદનું સંસાધન) ને વિકસાવવા તે જ પૃથક્કરણનો ઉપયોગ કર્યો.
તેને જ અધિકૃત ભાષા વિભાગ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યું, જે વિભાગે, વહીવટી હેતુઓ
માટે ‘ કમ્પ્યૂટરની સહાય વડે અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદ’ પદ્ધતિ નામની યોજનાને
નાણાં પૂરા પાડ્યા. આ યોજનાનો ઉદ્દેશ કમ્પ્યૂટરની સહાય વડે કર્મચારીઓના વહીવટ માટે
અનુવાદ પદ્ધતિની રચના, વિકાસ અને અમલીકરણ કરવાનો હતો. આ પદ્ધતિ પત્રો અને પરિપત્રો
જેવા કે નિમણૂંક પત્રો અને બદલીઓના અનુવાદ કરવા માટે સમર્થ છે અને વળી, પ્રમાણભૂત વર્ડ
પ્રોસેસિંગ અને DTP પૅકેજીસની માહિતી મેળવવા સક્ષમ છે.
ઉપરના અંગ્રેજી તથા હિન્દી અનુવાદના વિશેષ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પૂર્ણતા બાદ, C-DAC
હવે વિકસેલ કૌશલ્યને બહુભાષિય અનુવાદ માટે બીજા ક્ષેત્રોમાં વિસ્તારવાનું અને અમલ કરવાનું
વિચારે છે. આ સક્ષમતા તેને ભાષાની કોઈપણ જોડી વચ્ચે પણ યંત્ર વડે અનુવાદ પ્રાપ્ત કરવા
સમર્થ બનાવશે.
MT ના ક્ષેત્રમાં સંકળાયેલી બીજી સંસ્થા મુંબઈ સ્થિત, NCST છે, જેનું નવું નામકરણ C-DAC
મુંબઈ કરવામાં આવ્યું છે. યંત્ર વડે અનુવાદના કાર્યમાં NCST ભારતમાં પ્રથમ સંસ્થા હતી.
80 ના દાયકાના અંતમાં અમે PTI ના ખાસ પ્રકારના સમાચારોના અનુવાદ કરવા માટે લિપિના જેવો
અભિગમ વાપરીને પ્રાથમિક નમૂનો ‘સ્ક્રિનટૉક’ વિકસાવ્યો. ત્યાર બાદ, તેણે MaTra નામે
એક બીજું સૉફટવેર વિકસાવ્યું જે હિન્દીથી શરૂ કરીને, ભારતીય ભાષાઓ વચ્ચે અનુવાદ કરવા
માટે સામાન્ય ઉદ્દેશનું જરૂરી માળખું હતું. MaTra નો બે રીતે ઉપયોગ કરી શકાય છે. સ્વચલિત
રૂપમાં આ પદ્ધતિ ઉત્તમ અનુવાદ આપી શકે છે, જે ઉપયોગકર્તા દ્વારા પછીથી સંપાદિત કરી
શકાય. હાથેથી કરવાની રીતમાં, ઉપયોગકર્તા અંત:પ્રજ્ઞા GUI વડે સાચા અનુવાદ તરફ માર્ગ
બતાવી શકે. આ અદ્યતન પ્રૌધોગિકી વિકસાવવામાં IIT મુંબઈ અને IIT
કાનપુરે અનુસારકા, આંગ્લભારતી, અનુભારતી વગેરે જેવી પરિયોજના દ્વારા આગેવાની લીધી.
હાલમાં IIT મુંબઈમાં યુનિવર્સલ નેટવર્કિંગ ભાષા (UNL) દ્વારા
આ સમસ્યા માટે ઘણો આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. યંત્ર વડે અનુવાદના
ક્ષેત્રમાં આંગ્લભારતી એક ક્રાંતિકારી પદ્ધતિ ગણાય છે. આ પદ્ધતિ, અંગ્રેજીમાંથી હિન્દી
વચ્ચે અનુવાદ માટે યંત્ર વડે અનુવાદ પદ્ધતિ છે, જે ખાસ સાર્વજનિક સ્વાસ્થ્ય ઝુંબેશો
માટે છે.
જ્યારે હાલની પરિયોજનાઓએ તેમની શક્તિઓ અંગ્રેજીમાંથી હિન્દીમાં યંત્ર વડે અનુવાદ તરફ
કેન્દ્રિત કરી છે, ત્યારે બીજી ભાષાઓમાં તેના વિસ્તારનો પડકાર ઉભો છે. અનુસારકા પરિયોજના
જે IIT-કાનપુર માં શરૂ કરવામાં આવી હતી અને પાછળથી IIT- હૈદરાબાદ અને CALTS ના સહકારથી
વિકાસ કરવામાં આવ્યો. હૈદરીબાદ યુનિવર્સિટી પ્રવર્તનકારી હતી અને તેણે સુસ્પષ્ટ ઉદ્દેશથી
એક ભારતીય ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ શરૂ કર્યો. અનુસારકા એ એક ભારતીય ભાષાના પાઠોમાંથી
બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેનું એક સૉફટવેર છે. તે અનુવાદો બનાવે છે, જે વાંચકો
સમજી શકે, પણ યથાર્થરીતે તે વ્યાકરણ અનુસાર હોતા નથી. દા.ત. બંગાળીમાંથી હિન્દી અનુસારકા,
બંગાળી પાઠ લઈને હિન્દીમાં અનુવાદ બનાવી શકે, જે વાંચક સમજી શકે પણ તે વ્યાકરણ અનુસાર
પરિપૂર્ણ નહિ હોય. તેવી જ રીતે, સાઈટની મુલાકાત લેનાર વ્યક્તિને ખબર નથી કે તે અનુસારકા
ચલાવીને તેવી પાઠ વાંચી શકશે. અનુસારકાઓ તેલૂગુ, કન્નડ,બંગાળી, મરાઠી અને પંજાબીમાંથી
નિર્મિત કરવામાં આવી છે. વિકસિત કરવામાં આવેલી આ પદ્ધતિ ‘ઓપન સૉર્સ સૉફટવેર’ તરીકે
પ્રાપ્ત થશે. IIT- હૈદરાબાદ, અનુવાદને પુષ્ટિ આપે તેવી બીજી એક પદ્ધતિ ‘શક્તિ’ નામ
લઈને થી આગળ આવી છે.
કોઈને પણ જણાશે કે, સંશાધકો અને વિદ્યાપિઠો તથા IITs બંને એ ખૂબ આગળ વધવાનું છે, અને
સૉફટવેર ઉદ્યોગ આ ક્ષેત્રમાં નિષ્ઠાથી કાર્ય કરે છે, જેને NTM ના આધારની જરૂર છે.
|
|
|