|
લક્ષ્ય હિતાધિકારીઓ
મિશન માટે લક્ષ્ય હિતાધિકારીઓ માટે મર્યાદા છે, પણ સૌથી મોખરે સમાજને છેડે આવેલા નબળા
વર્ગના વિદ્યાર્થીઓ, જેઓ તેમનું રહેવાનું સ્થાન તથા પાછલો ઈતિહાસ- ભૌતિક અને સામાજિક
(મુખ્યત્વે ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તાર)- ખાસ કરીને અનપેક્ષિત જાતિ અથવા વર્ગને
પ્રૌધોગિક અને વૈજ્ઞાનિક પ્રકૃતિની માહિતી જે મોટે ભાગે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે તેમાં
જૂજ પ્રવેશ મળે છે અથવા મળતો નથી. મિશનનો આ ઉદ્દેશ ખરેખર ત્યારેજ પાર પડશે જો આ જ્ઞાન
મેળવવાની ઈચ્છાવાળા સમાજના છેવાડાના વર્ગોને, વિવિધ વિદ્યાશાખામાંથી
અનુવાદિત પાઠો ઉપલબ્ધ થશે. તેમ છતાં, પહોંચી વળવાની આ પ્રક્રિયામાં , બાજૂના લાભો મોટા
સંખ્યાના સમૂહોને મળશે, જેમ કે:
|
1.
|
સાહિત્યિક અને જ્ઞાન પાઠો પોતાની ભાષામાં વાંચવા આતુર આમજનતા.
|
2.
|
મોટી સંખ્યામાં નોકરી માટે આવતા અનુવાદકો, જેમને, તેમના કામ માટે વાજબી મહેનતાણું આપવામાં
આવે છે.
|
3.
|
પ્રકાશકો, જેઓ ભાષાઓમાં નવાં અને રસદાયક પુસ્તકોની શોધમાં છે.
|
4.
|
શાળાઓ, કૉલેજો અને મહાવિદ્યાલયોમાં નિયમિત શિખવતા શિક્ષકો.
|
5.
|
અનૌપચારિક શિક્ષણમાં કામ કરતા સ્વયંસેવકો.
|
6.
|
જાહેર સ્વાસ્થ્ય, નાગરિક અધિકારો, પર્યાવરણ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા વગેરે ક્ષેત્રોમાં
કાર્ય કરતીર બીન-સરકારી સંસ્થાઓ.
|
7.
|
દુભાષિયાઓને શોધતી એજન્સીઓ.
|
8.
|
પર્યટકો અને વિદેશી વિદ્વાનો જેમને અર્થ સમજાવવાની જરૂર છે.
|
9.
|
ચલચિત્ર બનાવનારાઓ, નિર્માતાઓ, ચલચિત્રને ઉપશિર્ષક આપવા આતુર પ્રચાર કરનારાઓ.
|
10.
|
રેડિયો અને ટી.વી. કાર્યક્રમોના નિર્માતાઓ, જેઓ તેમના કાર્યક્રમો વિભિન્ન ભાષાઓમાં
પ્રસારિત કરવા માંગે છે,
|
11.
|
અનુવાદ તાલીમાર્થીઓ.
|
12.
|
મહાવિદ્યાલય તથા અનુવાદની અન્ય સંસ્થાઓમાં અનુવાદ વિભાગો.
|
13.
|
અનુવાદને લગતા વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો,
|
14.
|
અનુવાદના સૉફટવેર વિકસાવનારાઓ,
|
15.
|
તુલ્નાત્મ્ક સાહિત્યના વિદ્વાનો.
|
અનુવાદ ઉદ્યોગને વેગ આપવા માટે, અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધપત્રક જે અનુકૃતિ વેબ-સાઈટ
પર વહેતી મૂકવામાં આવેલ અને સાહિત્ય અકાદમી દ્વારા પહેલાં છાપવામાં આવેલ તેને તીવ્ર
બનાવવાની દરખાસ્ત કરવામાં આવે છે. તેની સાથે અનુવાદકોના મંડળો( વર્તમાનમાં દેશમાં ઘણાં
બધા છે), ઉપરાંત, ખાનગી પ્રકાશન ગૃહોમાંથી અનુવાદકોના સહિયારા જૂથને સંકળી લેવાનું
યોગ્ય ગણાશે. સંપૂર્ણ પ્રવૃતિનું સંચાલન ખૂબ જ ધંધાદારી રીતે કરવાનું રહેશે વળી, સરકારી
અને અન્ય એજન્સીઓ જેમને કેટલાક પાઠોના અનુવાદની ત્વરાથી અને સમયસર જરૂર છે, તેમને સેવાઓ
પૂરી પાડવા, સંપૂર્ણ પ્રવ઼તિનું સંચાલન ખૂબ જ ધંધાદારી રીતે કરવાનું રહેશે. તદ્ઉપરાંત,
અનુવાદ મેળાઓ યોજવા (નાના ગામડાંમાં પણ અનુવાદ મેળાઓ અને સંબંધિત સંવેદનાત્મ્ક પ્રવ઼તિઓ)
અને વ્યવસાયિક અનુવાદોના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજીને યોગ્ય માનવશક્તિની તારવણી અને
ઉપલબ્ધિમાં મદદ કરવી. આશા છે કે આ અભિગમ વ્યાપક અનુવાદ ઉદ્યોગમાં પરિણમશે.
આમજનતાને વધુમાં વધુ લાભ મળવાની સાથે, આપણી શૈક્ષણિક તથા સંશોધન સંસ્થાઓને માહિતી આધારિત
પાઠોની જરૂરીયાતોને પહોંચી વળવા માટે છાપેલાં પુસ્તકોની કિંમત માફકસર રીતે રાખવામાં
આવશે, પણ માત્ર તેમના માટે, જેઓ અનુવાદોમાં પહોંચવાનું પસંદ કરશે. આવા સર્વે પાઠો,
ભારતીય ભાષા સંસ્થાનના સર્વરમાંથી, NTM સ્થાપિત અને સંચાલિત વેબ-સાઈટના વિશાળ નેટવર્ક
મારફત ઈ-પુસ્તક (e-book) તરીકે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામા આવશે. નેટ આધારિત પાઠોના
આપણા અંતિમ ઉપભોગકર્તાઓની નોંધ રાખી શકાય તે માટે માત્ર ઉપભોગકર્તાઓનું નોંધપત્રક રાખવામાં
આવશે. આથી આપણે તેમના તરફથી વળતી માહિતી મેળવવામાં સક્ષમ થશું. આખરમાં, અનુવાદ માટે
નિર્માણ કરેલા સાધનો, જેવાં કે શબ્દકોશો, જ્ઞાન ભંડાર, વર્ડ ફાઈન્ડર્સ, વર્ણાનુક્રમ
સૂચીઓ, વ્યુત્પત્તિ વિષયક શબ્દકોશો, દૃશ્ય-શ્રાવ્ય શબ્દકોશો વગેરે ઓપન સોર્સ પેકેજીસ
તરીકે અદ્યતન બનાવાશે અને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
NTM ડીજીટલ શભ્દકોશો અને વિવિધ ભાષાઓની જોડીઓ વચ્ચે યંત્રની મદદ દ્વારા અનુવાદના સૉફટવેરની
રચનાને પ્રાથમિકતા આપશે. પણ,IITs અને મહાવિદ્યાલયો, IIITs, TIFR, અને, IISc મળીને,
તેમજ, ઘણાં મોટાં રાક્ષસી સૉફટવેર કંપનીઓ, છેલ્લા બે દાયકાથી મશીન ટ્રાન્સલેશન (MT)પર
કામ કરતી હોવા છતાં, હજી સુધી ઉચ્ચકક્ષાના ક્ષતિમૂકત પરિણામો મળ્યા નથી. તેથી કરીને
NTM સાવચેતીપુર્વક આ ક્ષેત્ર પર ભાર મૂકશે. આ ભલામણોના કેટલાક અંગો ( જેવાં કે ડીજીટલ
શબ્દકોશો, વર્ડ ફાઈન્ડર્સ, જ્ઞાનકોશો વગેરે) નું અમલીકરણ, બીજાં અમુક અંગો (જેવાં કે
યંત્રચલિત) કરતાં વહેલાસર શરુ કરવામાં આવશે.
|
|
|
|