|
Annexure – I :
અનુવાદ ઉદ્યોગને ઉત્તેજન
|
જયતિ ઘોષની નોંધ
|
ભારતીય ભાષાઓની વિવિધતા અને વિપુલતા ને ટકાવી રાખવા અને પ્રબળ કરવાની જરૂરીયાત અને
જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણા બધા ભાષાશાસ્ત્ર સમુહોને તેમની પોતાની ભાષામાં
સામગ્રીની વિશાળ શ્રેણીમાં પ્રવેશ પૂરો પાડવાની જરૂરીયાતને ધ્યાનમાં લેતાં, ભારતમાં
કાર્યક્ષમ, ઝડપી અને ઉચ્ચકક્ષાના અનુવાદ ઉદ્યોગની જરૂરીયાત દેખાય છે તેના કરતાં ઘણી
વધારે છે. એ નોંધવું જોઈએ કે બધા દેશો જેમણે જ્ઞાનને પ્રોત્સાહન આપ્યું છે તેમણે અનુવાદની
સેવાઓને વ્યવસ્થિતરીતે ઉત્તેજન આપ્યું છે, અને વિભિન્ન ભાષાઓને વધુમાં વધુ પ્રકારની
શક્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાની કોશિષ કરી છે. ચીન જેવા વિકસતા દેશો માટે આ ખરૂં છે,
જેની પાસે સક્રિય ઉત્સાહી ઉદ્યોગ છે જે વિશાળ મર્યાદા ક્ષેત્રોમાં આધુનિક અનુવાદ પૂરો
પાડે છે. એ પણ ખરૂં છે કે, ઘણા નાના વિકસતા દેશો જયાં ઘણી મોટી માત્રામાં લોકો મુખ્ય
વિદેશી ભાષામાં વાક્પટુ અને શિક્ષિત છે ત્યાં અનુવાદોની વ્યાપક હાજરીને કારણે પ્રાદેશિક
ભાષાઓ બળવાન રહે છે.
અનુવાદ જરૂરી છે
|
|
»
|
અંગ્રેજીમાંથી ભારતીય ભાષાઓમાં
|
|
»
|
ભારતીય ભાષાઓમાંથી અંગ્રેજીમાં
|
|
»
|
ભારતીય ભાષાઓ વચ્ચે
|
નીચેની સામગ્રીઓના અનુવાદની જરૂર છે
|
|
»
|
સ્કૂલ ધોરણે પાઠ્યપુસ્તકો
|
|
»
|
ઉચ્ચશિક્ષણ ધોરણે પાઠ્યપુસ્તકો
|
|
»
|
શિક્ષક સંબંધી અન્ય સામગ્રીઓ
|
|
»
|
વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો, માનવજાતિઓ, કલાઓમાં વિશેષિત પુસ્તકો
|
|
»
|
સંદર્ભ પુસ્તકો (જ્ઞાનકોશો વગેરે)
|
|
»
|
સાહિત્ય
|
|
»
|
વર્તમાન અભિરૂચીના અકાલ્પનિક પુસ્તકો
|
|
»
|
અદ્યાપનકળા માર્ગદર્શિકા
|
|
»
|
સામયિકો અને દૈનિક વર્તમાનપત્રો
|
|
»
|
વેબ-આધારિત સામગ્રી
|
હાલમાં, કેટલીક એજન્સીઓ, વિભિન્ન સ્થળોએ, અન્ય પ્રવૃતિના એક ભાગ રૂપે આ બાબતમાં કામ
કરી રહી છે- આ માં જાહેર અને ખાનગી એજન્સીઓનો સમાવેશ થાય છે. આ રીતે રાષ્ટ્રીય પુસ્તક
ટ્રસ્ટ સામાન્ય રીતે પ્રખ્યાત અથવા પ્રશસ્તિ પ્રાપ્ત લેખકોની કેટલીક મુખ્ય સાહિત્યિક
કૃતિઓના અનુવાદો પૂરા પાડે છે.(અંગ્રેજી માંથી ભારતની મુખ્ય ભાષાઓમાં અને તેનાથી ઊલટું)
કેટલીક ખાનગી સંસ્થાઓ( દા.ત. કથા પ્રકાશકો, પ્રજાશક્તિ વ્રતમાનપત્ર જૂથ વગેરે) એ પ્રખ્યાત
સાહિત્ય અને વર્તમાન અભિરૂચીવાળા કેટલાક પુસ્તકોના અનુવાદ પૂરા પાડ્યા છે. ઉપર દર્શાવેલ
દરેક પાસાંમાં અને બધી મુખ્ય ભાષામાં સીધી દરમ્યાનગીરી, ઉત્તેજન અને દેખરેખ બાબતમાં
વ્યવસ્થિત વહેવાર કરતી કોઈ જાહેર સંસ્થા નથી
અનુવાદ બાબતમાં વર્તમાન સમસ્યા નીચે મુજબ છે:
|
1.
|
ઉપર દર્શાવેલ બધા ક્ષેત્રોમાં અનુવાદિત સામગ્રીની પ્રાપ્તિ બાબતમાં વ્યાપક અને અતિ
મહત્વનું અંતર છે
|
2.
|
તેમાં અનુવાદિત સામગ્રીની ગુણવત્તા અને સાનુકૂળતા બાબતમાં નોંધપાત્ર સમસ્યા છે.
ગુણવત્તા અસમાન અને મોટેભાગે નબળી હોવાની શક્યતા છે. વળી તેમાં શાબ્દિક અનુવાદ અથવા
વધુ પડતી જટિલ ભાષાનું સામાન્ય વલણ હોય છે, જે અનુવાદિત કૃતિની સાનુકૂળતા ઘટાડે છે.
|
3.
|
અનુવાદમાં મહત્વપૂર્ણ ઢીલ એવી થાય છે કે, તાજેતરના કે વર્તમાન કૃતિઓના અનુવાદો સામાન્યરીતે
વર્ષો સુધી પ્રાપ્ત થતા નથી.
|
4.
|
તેમાં અપૂરતું ઉત્તેજન અને અનુવાદિત સામગ્રીનું પ્રસારણ એવું છે કે, ઘણાં લોકો તે મેળવશે,
તેમને ખબર નથી કે આવી ઉચ્ચ કક્ષાની અનુવાદ સામગ્રી ઉપલભ્ધ છે
|
5.
|
અનુવાદને આગળ ધપાવવામાં લગભગ કોઈ સમન્વય નથી, એવું છે કે જ્યારે અત્યંત મહત્વની ઊણપો
હોવા છતાં તે બીનજરૂરી બેવડાય છે.
|
6.
|
અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી અને પ્રાદેશિક ભાષાઓમાંથી અનુવાદ માટે વેબ-અનુવાદ સેવાઓ
હજી ઘણી પ્રાથમિક અવસ્થામાં છે, તેમાં, MT નો પ્રારંભ, જેમ કે C-DAC: Vyakarta, MANTRA,
NCST મુંબઈ: IITs (ખાસ કરીને કાનપુર) Anusaaraka, Anglabharati, વગેરે. આ બધામાં હજી
સમસ્યા છે, અને સાપેક્ષરીતે સફળ કિસ્સાઓ માત્ર એકસરખી વાક્યરચનાવાળી ભારતીય ભાષા માટે
છે.તેમાં ઑન-લાઈન શબ્દકોશ સંસાધનોનો સામાન્ય અભાવ અને સમન્વયનો અભાવ છે.
|
તેમ છતાં, તેમાં કેટલાક ફાયદાઓ પણ છે જે, ભારતમાં અનુવાદ સેવાઓના ઝડપી વિકાસને સરળ બનાવશે:
|
1.
|
અહિ નોંધપાત્ર દ્વિભાષી પ્રજા છે, જેને ફાયદાકારક રીતે આવી પ્રવૃતિઓમાં અસરકારક કામગીરી માટે યોગ્ય રીતે ગોઠવી શકાય, જેથી આ બાબત, શિક્ષિત રોજગારી ઉભી કરવામાં મહત્વનું સ્ત્રોત બની શકે
|
2.
|
અહિ ભાષાનું પ્રશિક્ષણ આપતી અસંખ્ય સંસ્થાઓ પહેલેથી જ છે, અને તેમને સાપેક્ષરીતે સહેલાઈથી વિસ્તારી શકાય. અસરકારક અનુવાદ માટે જરૂરી કૌશલ્યો પ્રાપ્ત કરવાનું અઘરૂં નથી, અને તેમને પ્રવર્તમાન અભ્યાસક્રમોમાં સમાવિષ્ઠ કરી શકાય.
|
3.
|
જ્યારે અનુવાદ સાપેક્ષરીતે મર્યાદિત બજારને આવરે છે ત્યારે,મુદ્રણના સર્વાધિકારના મુદ્દાઓ લાક્ષણિકરીતે ઘણા ઓછા છે, અને તેનો એવો અર્થ થાય છે કે, પુસ્તકની ઓછી કિંમતની આવૃતિઓ સહેલાઈથી પૂરી પાડી શકાય.
|
4.
|
એકવાર મૂળભૂત માળખાનો વિકાસ થઈ ગયા પછી, પરિમાણનો ઝોક વ્યાપક હોઈ શકે અને આ વસ્તુ સસ્તા ઉત્પાદનની સાથે ખાનગી વિભાગને ભાગીદારીની છૂટ આપશે
|
વિચારવા લાયક મુદ્દાઓ- આ પ્રમાણે છે:
|
|
»
|
અનુવાદની જોગવાઈ કરતી જાહેર સંસ્થાઓ કઈ છે અને કેટલી કાર્યક્ષમ છે?
|
|
»
|
આવી પ્રવૃતિમાં જાહેરક્ષેત્રના સમાવેશનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? એવી કોઈ સવિશેષ મૂળભૂત-સંરચના છે જે જાહેરમાં પૂરી પાડી શકાય?
|
|
»
|
વિવિધ પ્રકારની મહત્વપૂર્ણ અર્વાચીન સામગ્રીઓના (જેવી કે, અર્વાચીન સાહિત્ય, વર્તમાન અભિરૂચીની કૃતિઓ, મહત્વના સામયિકો) મુખ્ય ભાષાઓમાં સ્વચલિતરીતે અનુવાદ થઈ શકે તેની બાંહેધરી આપી શકે તેવો કોઈ માર્ગ છે? ક્યો છે, તે કોણ નક્કી કરશે?
|
|
»
|
શું આવા નિર્ણયો કેન્દ્રસ્થ હોવા જોઈએ અથવા રાજ્ય સરકાર દ્વારા સંયોજિત હોવા જોઈએ?
|
|
»
|
જે ગુણદોષનો વિચાર કરે, મુદ્રણના સર્વાધિકાર મેળવે અને વિભિન્ન પ્રકારની અનુવાદ સેવાઓને ઉત્તેજન આપે, નિયંત્રણ કરે અને અધિકૃત કરે એવી કોઈ જાહેર સંસ્થાનો દાખલો છે?
|
|
»
|
આ ક્ષેત્રમાં વધુ ખાનગી પ્રવૃતિને કેવી રીતે ઉત્તેજન આપી શકાય? શું આ પ્રવૃતિમાં નાણાંના રોકાણ માટે નાણાંકીય અથવા અન્ય પ્રલોભનો આપી શકાય? શું પ્રકાશન ગૃહો સાથે ભાગીદારીઓ વિકસાવવી જોઈએ?
|
|
»
|
અનુવાદની ગુણવત્તાની ખાતરી, નિયંત્રણ અને દેખરેખ કેવી રીતે કરી શકાય? આ ક્ષેત્રમાં નિષ્ઠાવાન વ્યવસાયીઓનું નિર્માણ અને પ્રશિક્ષણ માટે વિશિષ્ટ સંસાધનો સમર્પણ કરવાની જરૂર છે?
|
|
»
|
અનુવાદ સામગ્રીની વહેંચણી વધુમાં વધુ ઝડપે કેવી રીતે કરી શકાય?
|
|
»
|
યંત્ર-અનુવાદમાં (MT) શું શક્યતાઓ છે? અને શું અનુવાદના પરંપરાગત સ્વરૂપો અને યંત્ર-અનુવાદમાં (MT) વચ્ચે વધુમાં વધુ સહક્રિયા હોઈ શકે?
|
ઈચ્છવાયોગ્ય તાત્કાલિક પગલાં
નિમ્ન પ્રતિનિધિઓને સમાવિષ્ઠ કરીને રાષ્ટ્રીય પરામર્શ
|
|
»
|
કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ (અધિકૃત ભાષા વિભાગો, શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન ખાતાંઓ)
|
|
»
|
વિદ્યાલયો, મહાવિદ્યાલયો, પ્રૌધોગિક સંસ્થાઓ
|
|
»
|
ઉદ્યોગ (અનુવાદની જરૂરીયાતો માટે વિભિન્ન સ્તરે કર્મચારીઓ)
|
|
»
|
માધ્યમ
|
|
»
|
પ્રકાશન ઉદ્યોગ
|
|
»
|
ભાષા વિદ્યાલયો
|
આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરિચર્યાના આધારે, આપણે શક્ય તેટલું જલ્દી, સુસંગત લોકો અને સંસ્થાઓ નિશ્ચિત કરવી પડશે અને પ્રસારણ માટે કાર્યક્રમનો કાચો મુસદ્દો અને વિચારવિભાવનાનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરવું પડશે.
|
|
|